શું તમે પણ પેટ અને પાચન ના રોગોથી પરેશાન છો? તો અહી ક્લિક કરી જાણી લ્યો પેટ સાફ કરવાનો બેસ્ટ ઘરેલુ ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કબજિયાત એટલે આંતરડાની આદતોમાં ફેરફાર, જેમાં મળનું પ્રમાણ ઘટે છે, મળ કઠણ થાય છે, મળત્યાગનું પ્રમાણ(આવર્તન) ઘટે છે, અથવા તો મળત્યાગ વેળાએ પુષ્કળ તકલીફ થાય છે. આંતરડાની ગતિવિધિઓના સામાન્ય આવર્તન અને સાતત્ય વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. (પ્રતિ સપ્તાહે આંતરડાની ત્રણથી બાર ગતિવિધિઓ સંભવિતપણે “સામાન્ય” ગણાય છે)

પેટની બીમારીઓની વાત કરીએ તો પેટમાં કબજિયાત  રહેવી એક ખુબ મોટી સમસ્યા છે. જો તમારું પેટ સાફ નથી થતું, તો સારી રીતે ઊંઘ પણ નહી આવે. તેના માટે અજમો એક ખુબ સારી દવા છે. જો ઘરમાં કાચો અજમો છે તે અડધી ચમચી લો અને તેમા માત્ર ગોળ ભેળવી દો. અજમો અને ગોળ બન્ને ભેળવી ને ચાવીને ખાવ અને પાછળ પાણી પીવો.

આ કામ તમારે રાત્રે સુતા સમયે કરવાનું છે તો જયારે તમે સવારે ઉઠશો તો તમારું એક જ વખતમાં પેટ સાફ થઇ જશે. જો અજમો અને ગોળને રાત્રે લેશો તો તમને કબજિયાત ક્યારેય નહી થાય. તે પેટ સાફ કરવાની સારી દવા છે.

પેટ સાફ કરવા માટે ત્રિફલા ચૂર્ણ પણ લઇ શકો છો. ત્રિફલા ચૂર્ણ, આંબળા, હરડે અને બેહડાથી બને છે. રાત્રે સુતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ લો. તેને તમે દુધમાં નહી તો ગરમ પાણી સાથે પણ લઇ શકો છો. તે પણ પેટ સાફ કરે છે. (કોઈ પણ દવા નાં સ્ટોર માં કે આયુર્વેદિક સ્ટોર માં પણ મળી જશે)

ત્રીજી દવા છે દાડમ નું જ્યુસ, દાડમ નું જ્યુસ પણ પેટ સાફ કરે છે. દાડમ ના દાણા જો તમે ચાવીને ખાશો તો તે પેટ સાફ કરે છે. જામફળ પણ પેટ સાફ કરવામાં ખુબ ઉપયોગી છે. તમે તે ખાવ તેનાથી પેટ સાફ થઇ જાય છે. કાકડી અને ટમેટા જે આપણા ઘરમાં સહેલાઈથી મળી જાય છે તે ખાવ તે પણ પેટ સાફ કરે છે. રાત્રે દુધમાં ઘી ભેળવીને પીવો તેનાથી સવારે પેટ બિલકુલ સાફ થઇ જશે. અને સૌથી સરળ અને સસ્તી દવા પેટ સાફ કરવાની કે ખાવામાં ચાવી ચાવીને ખાશો તો પેટ તરત સાફ થઇ જશે જેટલું ખાવાનું ખાવ ચાવીને ખાવ.

તે એક બીજો મફતનો ઈલાજ છે પેટ સાફ કરવા માટે પાણીને હમેશા સીપ સીપ કરીને મમળાવી ને પાણી પીવાથી લાળ પાણી સાથે ભળીને અંદર જશે અને જેટલી વધુ લાળ તમારા પેટમાં જશે પેટ એટલું જ સાફ થશે. તો માટે જ તો વધુ ચાવીને ખાવાની ટેવ પાડો. તો પણ લાળ વધુ પેટમાં જશે, નહી તો પાણી ચા ની જેમ સીપ સીપ પીવાનું શરુ કરો તો તે બધાથી પેટ સાફ થાય છે. કબજિયાત નાં થાય એ માટે ખાસ ઠંડુ પાણી ક્યારેય નાં પીવો.

સવારમાં પેટ સાફ ન થઈ શકવા પાછળ આપણી ખાણીપીણી અને દિનચર્યા મુખ્યપણે જવાબદાર છે. જો આપણે ખાનપાનની આદતો સુધારીએ અને સમયસર જમીએ તો કોઈ દવા વિના આ સમસ્યા દૂર થઈ શકે છે. આના માટે સવારમાં ભરપેટ નાશ્તો કરો અને બપોરના સમયે પણ જમો. રાતે ઊંઘવાના 3 કલાક પહેલા હળવું ભોજન કરો. જમવામાં ફાઈબરયુક્ત આહાર વધારે પ્રમાણમાં લો. આનાથી આંતરડાઓની સારી રીતે સફાઈ થાય છે. આ ઉપરાંત આખા દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવાનું રાખો. સાથે જ યોગ અને વ્યાયામને પણ દિનચર્યા સાથે જોડો.

દરરોજ સૂતા પહેલા એક ચમચી આંબળાના પાઉડરનું સેવન કરી તમે અપચાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. આ ઉપરાંત ત્રિફળા ચૂર્ણનું પણ સેવન કરી શકો છો.

ભોજન બાદ દરરોજ વરિયાળીનું સેવન કરી શકો છો. તે તમારા આંતરડાની સારી રીતે સફાઈ કરે છે. આના સેવનથી તમારું પેટ સાફ રહેશે અને પેટમાં ગેસ પેદા નહીં થાય. છાશમાં ઘણા ઔષધિય ગુણો રહેલા છે. ભોજનની સાથે-સાથે છાશ પીવી જોઈએ, તેનાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહેશે. સવારના સમયે તમારું પેટ બિલકુલ સાફ થઈ જશે.

જે લોકોને પેટ સાફ ન થવાની સમસ્યા રહે છે તેમને વધુ પ્રમાણમાં સલાડ ખાવું જોઈએ. સલાડમાં તમે ગાજર, મૂળા, ટામેટા, બીટ, ખીરાં ખાઈ શકો છો. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે આંતરડાઓની સારી રીતે સફાઈ કરે છે.

જમતી વખતે ક્યારેય વચ્ચે પાણી ન પીવો. આયુર્વેદ અનુસાર, ભોજનની સાથે-સાથે પાણીનું સેવન હાનિકારક છે. જમ્યા બાદ 30 મિનિટે પાણી પીવું જોઈએ. આનાથી પાચનતંત્ર સારું રહેશે અને જમવાનું સરળતાથી પચી જશે. આ ઉપરાંત આખો દિવસ થોડા-થોડા સમયે પાણી પીતા રહો.

આસન પેટ અને ગર્ભાશયની માંસપેશિઓને મજબૂત બનાવે છે. હાર્નિયાના રોગ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે. સાઈટિકા અને રિઢના નીચેના ભાગ તથા પગમાં ખેંચાણને આ આસન દ્વારા દૂર કરી શકાય છે. નિયમિતપણે વજ્રાસન કરવાથી વેરિકોઝ વેન્સ, જૉઈન્ટ પેન અને વા જેવા રોગો દૂર રહે છે. વજનને ઘટાડવા તથા શરીરને સૂડોળ બનાવવા માટે આ આસન ખૂબ ઉપયોગી છે.

પેટ સાફ રાખતી દવાના બદલે બને ત્યાંસુધી નેચરલ ઉપચારથી જ પેટ સાફ કરવાના પ્રયત્નો કરવા. દવાનો ઉપયોગ બને તેટલો ટાળવો. તમે કબજીયાત મટાડવા ઇસબગુલનો ઉપયોગ પણ કરી શકો છો.

સફરજન, રાજમા, ગાજર, તુવેરદાળ, દ્રાક્ષ આ બદાી જ વસ્તુઓમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બધાથી પેટ તો સાફ રહેશે જ સાથે સાથે ઓછુ ફાઇબર શરીરમાં જવાથી થતી અમુક બિમારીઓથી પણ તમે દુર રહી શકશો.

કબજીયાતથી પિડાતી વ્યક્તિએ રોજે કમસે કમ આ માટે ૧૫ મિનિટ કસરત જરૂર કરવી જોઇએ. આમા તમે કપાલભાતી, સ્વિમીંગ, પવનમુક્તાસન, ધનુરાસન, ભુજંગાસન વગેરે આસન કરી શકો છો.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top