આજના સમયમાં દર ત્રીજી વ્યક્તિએ પેટની ખરાબીની સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં પેટ ખરાબ થવા કે કારણ વગર ગુડગુડ અવાજ આવવો પણ સામાન્ય છે. યોગ્ય સમયે ભોજન ન કરવાથી પણ તેમ થઇ શકે છે. ખાલી પેટમાં ગેસ બનવાથી પેટમાં ભારેપણુ અનુભવાય છે. લાંબા સમયથી આ પરેશાની હોય તો તેને ઇગ્નોર ન કરશો. આ પરેશાની પર ધ્યાન ન આપવાથી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.
લાંબા સમય સુધી દવાનું સેવન કરો તો પણ પેટમાં ગુડગુડ અવાજ આવે છે. આવા સંજોગોમાં ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડ કે એક્સ-રે કરાવવાનું પણ કહે છે, કેમ કે આંતરડાંના કેન્સર પહેલાં આવી સમસ્યા થતી હોય છે. તેથી કોઇ પણ પ્રકારની સમસ્યા થાય તો તેની અવગણના ન કરતાં ડોક્ટરનો સંપર્ક કરો, જેથી બીમારીનો ઇલાજ સમયસર થઇ શકે.
ખાસ કરીને લોકો ભોજનને સારી રીતે અને ચાવીને ખાતા નથી. તેથી પેટમાં ગેસ ભરાઇ જાય છે. તેથી જ્યારે ભોજન અન્નનળીથી નીચે ઊતરે છે તોસાથે હવા પણ અંદર પ્રવેશે છે. આ કારણે પેટમાંથી અવાજ આવવા લાગે છે. ભોજનને પચાવવાની પ્રક્રિયાના સમયે જ્યારે એન્ઝાઇમ્સથી જમવાનું તૂટે છે તો પેટમાં ગેસ બને છે, જે પેટમાંથી અવાજ નીકળવાનું કારણ બને છે. કેટલાય કલાકો સુધી કંઇ પણ ખાધા વગર પેટમાં ગેસ થઇ શકે છે. તેનાથી પાચનતંત્ર નબળું પડે છે અને પેટમાંથી અવાજ આવવા લાગે છે.
પેટમાં ગડબડ થવાથી અનેક પ્રકારની બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. કેટલીક વાર તો ખબર પણ નથી પડતી અને સમસ્યા ગંભીર થઈ જાય છે. તેવામાં પેટ ખરાબ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમારું પેટ ખરાબ રહેતું હશે તો તમે હંમેશા અસ્વસ્થ મહેસૂસ કરશો કેમ કે આપણું સ્વાસ્થ્ય પેટ સાથે જોડાયેલું છે.
જો પેટ ખરાબ હોય તો તે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો બહાર જમવા જાય છે પણ એ લોકોને ખબર પણ નથી હોતી કે તમારા સ્વાસ્થ્ય પર તેની શું અસર થશે થઈ શકે એનાથી તમે બીમારી પણ થઈ શકો છો. કેટલીક વાર લોકો સ્વાદના ચક્કરમાં બહારનું વધારે ખાતા હોય છે. કેટલીક વાર વધારે દવા લેવાથી, મિનરલ્સની કમી, તનાવ જેવા વગેરે કારણો તમારા પાચન તંત્રના બેક્ટીરિયા પેટનું સતુંલન બગાડી શકે છે.
શરીરની ઈમ્યૂનિટી કમજોર થઈ જવાના કારણે ઘણી વખત આંતરડામાં ખરાબ બેક્ટીરિયા જમા થવા લાગે છે. તેવામાં નાના આંતરડામાં સમસ્યા થાય છે જેના કારણે શરીરમાં ઘણી સમસ્યા થાય છે.
પેટ ખરાબ થવાને લીધે તેની સૌથી ખરાબ અસર આપણી રોગપ્રતિકારક શક્તિ પર થાય છે. પ્રતિરોધક ક્ષમતા નબળી પડી જવાથી કોઈ પણ બીમારી શરીરમાં ઘર કરી લે છે. કમજોર રોગપ્રતિકાર ક્ષમતાને લીધે ઘણી ગંભીર બીમારીઓ થાય છે. કબજિયાતની બહુ મોટી સમસ્યા છે જેની અસપ આપણી પાચન ક્રિયા પર થાય છે. યોગ્ય રીતે ખાવાનું ન પચવાને લીધે તમારું પાચન તંત્ર ખરાબ થઈ જાય છે, જેના લીધે શરીરને જરૂરી પોષણ નથી મળતું.
પેટ ખરાબ થવાને લીધે શરીરમાં પાણીની ઉણપ ઉભી થાય છે. તેવામાં પ્રયત્ન કરવો રે વધારેમાં વધારે પાણી પીવું. આવી સ્થિતિમાં તમે ફ્રૂટનો જ્યૂસ અને શાકભાજીનો જ્યૂસ પણ લઈ શકો છો. તેમજ તમે પાણીમાં લવીંગ નાંખીને પણ પી શકો છો. તમે ઈચ્છો તો પાણી, મીઠું, ખાંડને મિક્સ કરીને પી શકો છો અથવા નારિયેળ પાણી પણ લઈ શકો છો.
જમવામાં ફાઇબર અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર પદાર્થોનું સેવન કરો. આદુંને તમારા ડેઇલી રૂિટનમાં સામેલ કરોવધુ સમય સુધી ભૂખ્યા રહેવાથી બચો. ભૂખ લાગે તો તાત્કાલિક ચાવીને ભોજન કરો. ચા-કોફીનું સેવન ઓછી માત્રામાં કરો. કોબીજ, બ્રોકલી, બીન્સ વગેરે વસ્તુઓના સેવનથી ગેસની સમસ્યા થાય છે. તેના સેવનથી બચો. રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીઓ.યોગ્ય માત્રામાં ઊંઘ લો.
પેટમાં દુઃખાવો થતો હોય તો દહીં બહુ ફાયદાકારક છે. દહીમાં રહેલા બેક્ટેરિયાને સંતુલન જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ છે જેના લીધે પેટની સમસ્યા દૂર થઈ જાય છે. તેમજ પેટમાં ઠંડક રહે છે.
પેટમાં ગડબડ થઈ હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે આદુ રામબાણ ઈલાજ છે. તેમાં એન્ટીફંગલ અને એન્ટી બેક્ટીરિયલ ભરપૂર પ્રમાણ હોય છે જે પેટનાં દુઃખાવામાં રાહત આપે છે. એક ચમચી આદુના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.
પુદીનો એક રામબાણ ઈલાજ છે. શિયાળામાં તેનો ઉપયોગ કરવાથી પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. જ્યારે તકલીફ વધારે હોય ત્યારે કેવળ ફળ અને દૂધ લેવા જોઈએ. થોડા દિવસો પછી બાફેલી શાકભાજી, ખીચડી, છાશ, વરીયાળીનું પાણી, ઠંડુ દૂધ લેવું જોઈએ.
મસાલેદાર ભોજન, શરાબ, સીગરેટ નહીં લેવા જોઈએ. સાત્વિક ભોજન અને યૌગિક જીવનશૈલીનું પાલન કરવું જોઈએ. સુપ્ત પવનમુક્તાસન : પીઠ પર સૂઈ જવું, બંને પગને સાથે રાખવા બંને હાથ કમરની બાજુમા, હથેળી જમીનની તરફ, લાંબો શ્વાસ લેવો, શ્વાસ છોડતા છોડતા, જમણા પગ ને સીધા ઉપર ઉઠાવવો, અને ઘૂંટણથી વાળવો.
હાથની આંગળીને ફસાવી અને ઘૂંટણથી થોડી નીચે રાખવી, શ્વાસ ભરવો અને શ્વાસ રોકીને માથાને પીઠને ઉઠાવવી અને નાક ને જમણા પગના ઘૂંટણમા અડાડવાનો પ્રયાસ કરવો ૐ ની માનસિક ગણતરી સુધી રોકવું અને પછી શ્વાસ છોડતા છોડતા પાછા આવી જવું. આવી રીતે જમણી બાજુથી પાંચ ચક્ર પુરા કરવા અને આવી રીતે ડાબી બાજુથી પાંચ ચક્ર પૂરાં કરવાં.
જે લોકો હંમેશા પેટની સમસ્યાથી પરેશાન રહે છે તેઓ માટે કિસમિસ એક વરદાન સ્વરૂપ છે. જો તમને પેટ ભારે મહેસુસ થતું હોય કે પછી જમવાનું પચતું ન હોય તો કિસમિસ નું સેવન કરવું જોઈએ. જો કબજિયાત ની સમસ્યાથી પીડિત હોવ તો રાતના પાણીમાં પાંચ કિસમિસ પલાળીને સવારે તેનું સેવન કરવાથી થોડા સમયમાં જ તમને ફાયદો જણાશે.
પેટના દુખાવા માટે ક્યારેય પણ પોતાના મનથી દવા ના લો. ઘરગથ્થું ઉપાય સુરક્ષિત હોય છે. પરંતુ જ્યારે તમે વગર કારણ જાણે, આંખ બંધ કરીને સ્થિતિનો ઉપાય કરો છો તો આ ખતરનાક હોઈ શકે છે. અંતમા: ર્ડોક્ટર પાસેથી પેટના દુખાવાનું મૂળ કારણ જાણીને પછી જ ઘરગથ્થું ઉપાય અપનાવો.
જો કોઇ પ્રકારના ઈન્ફેક્શન (સંક્રમણ)ના કારણે તમને પેટનો દુખાવો થઈ રહ્યો હોય તો તમારા પેટને લડવા માટે થોડો સમય આપો. એવા ખાદ્ય ના ખાઓ જે પચવામાં કઠિન હોય. તેના ઉપરાંત તૈલીય અને મસાલેદાર ખાવાનું ના ખાઓ કેમકે તેના પાચન માટે અતિરિક્ત ઉર્જાની જરૂરિયાત હોય છે.
જો તમે પેટને આરામ આપવાના ઉદ્દેશથી દૂધ પીવો છો તો તમે ખોટું કરી રહ્યા છો. દૂધ પીવાથી પેટનો દુખાવ વધારે વધી શકે છે, વિશેષ રીતે જો તમને એસિડિટીના કારણે પેટનો દુખાવો થયો હોય તો. પેટ દર્દના સમયે આ ભૂલ ના કરવી જોઈએ.