લીલા શાકભાજીના સેવનથી ઘણા સ્વાસ્થ્યલક્ષી લાભ થાય છે. કારણ કે શરીર ને જરુર્રી બધા પોષક તત્વો લીલા શાકભાજીમાં હોય છે. તેમાંથી એક છે શાક પરવળ. પરવળનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા લાવે છે. કારણ કે પરવળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરવળમાં વિટામિન-એ, વિટામિન-બી1, વિટામિન બી2, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન-સી, કેલ્શિયમ જેવા તત્વો મળી આવે છે. તેથી, જો તમે પરવળનું સેવન કરો છો, તો તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવે છે. તેમજ શરીર સ્વસ્થ રહે છે.
પરવળ પિત્તનું અને વાયુનું શમન કરે છે તેથી ભાદરવો અને આસો એટલેકે અત્યારે ચાલી રહેલા નવરાત્રીના સમયગાળામાં તેનું ખાસ સેવન કરવું જોઈએ જે પિત્ત અને વાયુથી થતા ૫૦થી વધુ રોગોને દૂર રાખી એન્ટિબાયોટિક્સનું કામ કરે છે.
પરવળ ખાવાના ફાયદા:
પરવળ ખાવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. કારણ કે પરવળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે.તેથી, જો તમે પરવળનું સેવન કરો છો, તો તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેની સાથે જ પેટને લગતી કબજિયાત જેવી બીમારીઓ પણ દૂર થાય છે.
વજન વધવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. જો તમે વજનને નિયંત્રિત કરવા માટે પરવળનું સેવન કરો છો તો તે ફાયદાકારક છે. કારણ કે પરવળમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
પરવળ માં વિટામિન A અને વિટામિન C સારી માત્રામાં જોવા મળે છે. તેથી પરવળનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના દ્વારા તમે વાયરસ અને બેક્ટેરિયાથી બચી શકો છો. પરવળનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. કારણ કે પરવળમાં એન્ટિહાઇપરગ્લાયકેમિક ગુણ હોય છે, જે લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે.
કોલેસ્ટ્રોલ વધવું એ મોટાભાગના હ્રદયના રોગોનું કારણ છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. જો તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે પરવળનું સેવન કરો છો તો તે ફાયદાકારક છે. કારણ કે પરવળમાં એન્ટિહાઇપરલિપિડેમિક ગુણ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
પરવળનું સેવન ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે પરવલ એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.