વાતાવરણનું તાપમાન વધુ હોય, શારીરિક શ્રમ વધુ કર્યો હોય ત્યારે પરસેવાનું પ્રમાણ વધી જવું સામાન્ય છે. પરંતુ તાપ-શ્રમના અભાવમાં પણ પરસેવો વધુ વળવો એ અસામાન્ય છે. ડાયાબિટીશ, મોનોપોઝ, હાર્ટડિસિઝ, થાયરોઈડ જેવા રોગમાં તાપ-શ્રમના અભાવમાં પણ પરસેવો વધુ થાય છે.
શરીરમાંથી પરસેવો નીકળવો અને વધારે પડતો પરસેવો નીકળવો બંને પરિસ્થિતિ અલગ-અલગ છે. વધારે પડતો પરસેવો નીકળે તેને હાઇપરિડ્રોસિસ કહે છે. પરસેવો નીકળવો તે શરીરની સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે વધારે પડતો શારીરિક શ્રમ કરો છો. ત્યારે પરસેવો નીકળવો સ્વાભાવિક છે. શરીરમાંથી વધારે પડતો પરસેવો નીકળવો કોઈ ગંભીર બાબત તો નથી, પણ ક્યારેક તેના કારણે ક્ષોભ અનુભવવું પડે છે.
વધારે પડતો પરસેવો થવો એ ક્યારેક નબળા સ્નાયુઓને કારણે પણ થઈ શકે છે. એવાં ઘણાં લોકો હોય છે જેમની હથેળીઓ તેમજ પગના પંજામાં વધારે પડતો પરસેવો થાય છે. આમ થવા પાછળનું કારણ પાચનતંત્રની ખરાબી પણ હોઈ શકે છે.
આ ઉપરાંત તબીબી પરીસ્થિતિને કારણે પણ વધુ પડતો પરસેવો થઈ શકે છે. ઢીલાં સ્નાયુ, માસિક, ગર્ભાવસ્થા, થાઇરોઇડ, ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ, લ્યુકેમિયા તેમજ લિમ્ફોમા જેવાં કેન્સર, વધુ પડતી ચિંતા અને દવાના સેવનથી પણ વધારે પડતો પરસેવો થાય છે.
વધારે પડતા પરસેવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તબીબી ઉપચાર તો ઉપલબ્ધ છે જ, પરંતુ હાઇપરિડ્રોસિસના લક્ષણોને નિયંત્રણ કરવા માટે બીજા પણ કેટલાક અસરકારક ઉપાયો છે. જેમ કે, કેટલાક સ્પ્રે, લોશન, રોલ-ઓન વગેરેનો ઉપયોગ કરી શકાય. અલબત્ત, આ ઇલાજ અજમાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી સારી.
આ ઉપરાંત કેટલીક દવાઓ તેમજ બોટોક્સના ઇન્જેક્શન પરસેવાની આ ગ્રંથિને રોકે છે, જે શરીરમાં વધુ પડતો પરસેવો ઉત્પન્ન કરે છે. પરસેવા ને લીધે પગ માં અને પગના આંગળા ની વચ્ચે અને નીચેની ચામડી સફેદ થાય, ચીરા પડે અને ખુબજ ગંધ આવે.
ક્યારેક ચીરા ખુબજ ઊંડા થઇ એમાંથી લોહી પણ નીકળે. આને એથ્લીટ્સ ફૂટ કહેવામાં આવે છે . ચામડીના દરેક ભાગ માં થઇ શકે, જેમ કે સ્રીઓને છાતીની નીચે ના ભાગમાં, બગલમાં. આમ સતત મીઠી ખંજવાળ આવે અને બળતરા થાય. પરસેવા ને કારણે કંઈ કેટલાય લોકો આખા શરીરે ખંજવાળ આવે છે.બેક્ટેરિયા અથવા ફંગલ ઇન્ફેકશન ચેપી હોય છે.કપડાં,કાંસકા,ટોપી અથવા રૂમાલ એકબીજાના વાપરવા ના જોઈએ.
ચામડીની સામાન્ય પ્રક્રિયા છે કે બફારો અને ઉકળાટ થાય એટલે પરસેવો થાય. સીન્થેટીક કપડાં, ટાઈટ કપડાં પહેરવાથી બગલમાં અને શરીર પર પરસેવો સૂકાય નહી અને ક્યારેક વધુ પડતો થાય. આ પરસેવામાં થી દુર્ગંધ આવે આને હાયપરહીડ્રોસિસ કહેવાય. યોગ્ય સારવાર મેળવવા થી હાયપરહીડ્રોસિસ માં રાહત મળે છે.
ખાસ કરીને સ્ત્રીઓના વાળ માં પરસેવા ના કારણે વધુ પડતા ચીકણાં રહ્યા કરે. ક્યારેક માથા માં ફુલ્લી થાય, ખુબજ ખંજવાળ આવે, લાલ લાલ ચામઠા પડે અને વાળ ખરે. માથામાં પરસેવો રહેવાથી વાળ માં આ બધી તકલીફો થાય. શરીર પર પણ પેરસેવા ને લીધે ઝીણી પાકેલી ફોલ્લી થાય છે . સીન્થેટીક કપડાં, ટાઈટ કપડાં કે પોતાની જાતને કોરી રાખવી,શરીરના ફોલ્ડ,પગના તળિયાની વચ્ચે,પગ અને હાથના આંગળીઓની વચ્ચેથી ભીનાશ અને ગંદકી સાફ કરવી.અને પાણી વધારે પીવાથી પણ રાહત મળે છે.
જો ગરમીની અસર શરીરમાં સતત રહે છે, તો પછી શરીરના તાપને કારણે પરસેવો પણ ગરમ થાય છે. આને લીધે, તે બાષ્પીભવન કરતી રહે છે, જેથી શરીરમાં ગરમી ઓછી થવા લાગે છે. આમ તો શરીરમાં કેટલાક અવયવો હોય છે, જેમાં પરસેવો આવે છે. એપોક્રાઇન ગ્રંથીઓ બગલમાં હાજર છે, જે વધારે પડતો પરસેવો કરે છે. અહીં એક બેક્ટેરિયમ રચાય છે, જ્યારે તે પરસેવો સાથે સંપર્ક કરે છે, તે પરસેવાની ગંધનું કારણ બને છે.
જો આ રીતે જોવામાં આવે તો પરસેવો ખૂબ સારી વસ્તુ કહી શકાય. ખરેખર, પરસેવાની ગંધ પરસેવોને કારણે નથી, પરંતુ તેમાં રહેલા બેક્ટેરિયાની ક્રિયાપ્રતિક્રિયા તેના માટે જવાબદાર છે. ખાસ કરીને, બગલમાં પરસેવો આવે ત્યારે ગંધ ખૂબ આવતી હોય છે.