દ્રાક્ષ સ્વાદ અને સ્વસ્થથી ભરપુર હોય છે. રોજ દ્રાક્ષનું ખાવાથી ઘણાં ફાયદા થાય છે દ્રાક્ષમાં ઊર્જા ભરપૂર પ્રમાણમાં હોય છે. આયુર્વેદમાં પણ સુકી દ્રાક્ષને પલાળી તેનું પાણી પીવાના ઘણાં ફાયદા જણાવામાં આવ્યા છે. સુકી દ્રાક્ષમાં આવેલુ શુગરનું પ્રમાણ તેને પલળવાથી ઓછુ થઇ જાય છે.
સુકી કાળી દ્રાક્ષ એ ઘણા એન્ટીઓકિસડન્ટસ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ ધરાવે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કાળી દ્રાક્ષ ખૂબ ફાયદાકારક હોય છે. તેવી જ રીતે, અન્ય કેટલાક રોગો અને શારીરિક સમસ્યાઓ જે સુકી કાળી દ્રાક્ષ ખાવાથી દૂર થઈ શકે છે.
સૂકી દ્રાક્ષને પલાળીને ખાવાથી વધારે ગણ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે. તેમાં નેચરલ શુગર પણ હોય છે. મોઢામાંથી આવતી દુર્ગંધને દ્રાક્ષના સેવનથી દૂર કરી શકાય છે. જો કોઈ મહિલાને નિયમિત મોઢામાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ હોય તો, તેમણે દ્રાક્ષ ખાવી જોઈએ.
કોઈને પણ બ્લડ પ્રેશરની તકલીફ હોય તો રાત્રે અડધા ગ્લાસ પાણીમાં ૮-૧૦ દ્રાક્ષ પલાળી સવારે ઉઠીને એ પાણી પીવથી અને પલાળેની દ્રાક્ષ ખાવાથી થોડા સમયમાં બ્લડ પ્રેસરની સમસ્યામાં આરામ મળે છે. પલાળેલી દ્રાક્ષમાં કેલરીનું પ્રમાણ ઘણું વધારે હોય છે.
ઓફીસમાં આખો દિવસ થાક લાગતો હોય તો કામની વચ્ચે-વચ્ચે દ્રાક્ષનું સેવન કરતા રહેવાથી થાક ઓછો લહે છે. દ્રાક્ષ એ ઉર્જાનો મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાય છે. આમાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે જેનાથી શરીરને સતત તાકાત મળતી રહે છે. સુકી કાળી દ્રાક્ષમાં બીજુ એક તત્વ જોવા મળે છે, જે શરીર માટે ખૂબ જ મહત્વનું છે. જે આરયન છે. આયરન ધરાવતા આહાર શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે, જે લોહીમાં વધારો કરે છે.
આ સિવાય એવા લોકો માટે પણ આયરન ફાયદાકારક છે જેમના વાળ નબળા હોય છે. જો તમારા વાળ ખરતા હોય કે વધારે તુટવા લાગ્યા હોય, તો દરરોજ અડધી મુઠ્ઠી સુકી કાળી દ્રાક્ષ ખાવાથી તેમાં ઘણો ફરક જોવા મળે છે. એનિમિયા ગ્રસ્ત મહિલાઓ અને પુરુષો માટે પણ સુકી કાળી દ્રાક્ષ ફાયદાકારક નીવડે છે.
જેમને કબજીયાતની સમસ્યા હોય છે. તો એમના માટે સુકી દ્રાક્ષ ખાવાથી કબજીયાતમાં ફાયદો થાય છે. જો તમારું વજન ઘણું ઓછુ છે અને તમે વજન વધારવા માંગો છો, તો સુકી દ્રાક્ષનું સેવન તમારા માટે ફાયદાકારક છે. એમાં પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ અને ફ્રક્ટોઝ મળી આવે છે. જેનાથી શક્તિ તો મળે જ છે, સાથે-સાથે એમાં રહેલા તત્વો વજન વધારવામાં પણ મદદ કરે છે.
દ્રાક્ષનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. એનિમિયા રોગમાં દ્રાક્ષ ખાવાથી ઘણો ફાયદો થાય છે. જે લોકોને કમજોરી રહેતી હોય તેમના માટે પણ આ ફાયદા કારક છે. દ્રાક્ષ ખાવાથી વજન વધારી શકાય છે.
કોલેસ્ટ્રોલ પણ એક ગંભીર સમસ્યા થઈ ગઈ છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ રહે છે. કોલેસ્ટેરોલ વધતા વ્યક્તિના આકસ્મિક મૃત્યુની સંભાવના વધી જાય છે. તેથી વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ સુકી કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. કાળી દ્રાક્ષમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે ધમનીઓમાં જમા થયેલી તકતીને ધીરે-ધીરે બહાર કાઢી નાખે છે. ઍટલે જ તેના સેવનથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે.
બદલાતી રેહતી જીવનશૈલીમાં કબજિયાત એ મોટી સમસ્યા બની ગઈ છે. સુકી દ્રાક્ષ ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે અને પેટની તકલીફમાં પણ રાહત આપે છે. દ્રાક્ષના સેવનથી હૃદયની દુર્લભતા પણ દુર થાય છે. દ્રાક્ષનું સેવન કરવાથી આંખોનું તેજ પણ વધે છે.