ઘણી એવી યુવતીઓ કે મહિલાઓ હશે જેમનું શરીર તો નોર્મલ હશે પણ તેમના શરીરમાં પગના સાથળ પર ચરબી વધી ગઈ હોય છે અને તેના કારણે તેઓ તેમના મનપસંદ કપડા જેમકે શોર્ટ્સ, જીન્સ કે સ્કર્ટ નથી પહેરી શકતી. જે તેમના બોડી શેપને ખરાબ કરી દે છે. ચરબી વધવાના કારણે તે જીન્સ કે ટાઇટ કપડા પહેરવામાં ખચકાટ અનુભવે છે. શરીરને યોગ્ય શેપમાં લાવવા માટે મહિલાઓ અનેક પ્રકારની કસરત કરવા લાગે છે.
સાથળની ચરબી ઓછી કરવા માટે સાઇક્લિંગની કસરત કરો. તેન કરવા માટે પીઠના બળ સૂઇ બન્ને પગ 90 ડિગ્રી ઉપર લઇ જાઓ. ત્યાર પછી પગને સાયકલની જેમ ચલાવો. આશરે એક મિનિટ આ કસરત કરવાની. આ પ્રક્રિયાને 5 વખત કરવાની.લેગ સ્ટ્રેચ કસરત કરવાથી પણ સાથળની ચરબી ઓછી કરી શકાય છે. પગને સીધા કરીને બેસી જાવ. એક પગને ફોલ્ડ કરી બીજા પગના ઘુંટણથી લગાવો.
તે પછી બીજા પગથી હાથને સ્ટ્રેચ કરો. આ કસરત આશરે પાંચ મિનિટ માટે કરવાની. લુંગ્સ કરવા માટે પગની વચ્ચે 3 સેન્ટીમીટર જગ્યા રાખીને ઉભા થઇ જાવ. હવે હાથથી વજન ઉપાડો. તે પછી એક પગથી પગ આગળ લઇ જાવાનો. તે પછી બીજા પગને પણ વાળવાનો . આજ રીતે બીજા પગની સાથે આ પ્રક્રિયા કરો.સીધા ઉભા રહી. હાથને ચહેરાથી લગભગ 12 ઇંચ દૂર રાખી, ત્યાર બાદ ઉંડો શ્વાસ લઇને ઘુંટણને ફોલ્ડ કરો. આ કસરતને આશરે 5 વખત કરો. જેથી સાથળની ચરબી ઓછી કરી શકાશે.સાથળની ચરબીને ઓછી કરવા માટે દોરડા કૂદવા સૌથી સહેલો ઉપાય છે.
રોજ આશરે 5 મિનિટ માટે આ કસરત કરવી જોઇએ. પગ ના સાથળની ચરબી ઘટાડવા માટે નૌકાસન પણ કરાય છે. નૌકાસન ને અંગ્રેજી માં બોટ પોઝ પણ કહવામાં આવે છે.તે આસન ની સ્થિતિ હોડી આકાર ની હોય છે. આમ કરવાથી શરીર ના દરેક અંગ ને સ્વસ્થ બનાવે છે .ઉત્કટાશન કરવાથી પણ પગ ના સાથળની ચરબી ઘટાડવા માં મદદ થાય છે ઉત્કટાશન અંગ્રેજી માં ચેયર પોઝ પણ કહેવાય છે.
તે આસન ને જેવી રીતે ખુરશી માં બેસીએ એવી રીતે કરવામાં આવે છે.આમ કરવાથી કમર થી પગ ની પાની સુધી ના મસલ્સ મજબૂત બને છે બધુ વજન સાથળ પર આવે છે અને ચરબી નાસ પામે છે પગ ટોનટ થાય છે.સેતુબંધાશન પણ પગ ના સાથળની ચરબી ઘટાડવા ઉપયોગી થાય છે આસન ની સ્થિતિપુલ જેવી હોય છે તેથી તેને બ્રિજ આસન પણ કહે છે. શરીરમા ફ્લુડસ મેનેજમેન્ટ ખુબ જ અગત્ય નું છે.
આ માટે તમારે લીલા શાકભાજી, કેળા, દહીં વગેરે જેવી વસ્તુઓ નું સેવન કરવું આવશ્યક છે. આ વસ્તુઓ કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો આપી રહે છે. ફલુડ નિયંત્રિત રાખવું ખુબજ જરૂરી છે.જેટલું વધુ પડતું કાર્બોહાઈડ્રેટ લેશો તેટલી જ સાથળ ની માંસપેશીયો અને લીવરમા પાણી સ્ટોર થશે. લો કાર્બ ડાયટ થી જાતને હળવી મહેસુસ કરી શકશો કારણ કે આનાથી વોટર વેટ નીકળી જાય છે.
લો કાર્બોહાઈડ્રેટ માટે નિયમિત આહાર મા લીલા શાકભાજી , એવોકાડો વગેરે જેવી વસ્તુઓ નું સેવન ઉપયોગી સાબિત થાય છે. આમ કરવાથી પણ સાથળની ફેટ ઓછી થતી તમે જોઈ શકશો.દિવસ ની શરૂઆત ચા અને કોફી પીવાથી નથી કરવાની પરંતુ તો તેની જગ્યાએ જીરા પાણી, વરીયાળી પાણી કે તથા વેજીટેબલ સ્મુધી નું સેવન કરી શકો છો. દિવસમા વધારે પાણી નું સેવન શરીર માંથી વધારા ના નમક ને બહાર નીકાળી કાઢે છે. આમ, પણ પાણી વધારે માત્રમા સેવન કરવાથી શરીરને અન્ય પણ ઘણા લાભ થતા હોય છે.
કોઈપણ વ્યાયામ કરો પણ તેની સામે વજન ઘટાડવા માટે કાર્ડિયો એ સૌથી વધુ વપરાતું સાધન છે. દોડવું, ચાલવું અને બીજી તરફ તમે વજન ઘટાડી શકો છો. પગ ના સાથળ થી ચરબી ઘટાડવા માટે દોરડા કુદવા અત્યંત લાભદાયી રહેશે. સંતુલિત આહાર જો ફાસ્ટફુડ તેમજ તળેલો ખોરાક વધારે પ્રમાણમાં લેતાં હોય તો તેનાથી દૂર જ રહેવું. રોજ જે રોટલી બનાવો તેમાં ચણાનો લોટ ઉમેરો. તેનાથી પણ ચરબી ઘટાડવામાં મદદ મળે છે.
મધ શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે દરરોજ સવારે એક ગ્લાસ સાદા પાણીમાં એક ચમચી મધ ઉમેરી તે પાણી ખાલી પેટે પી જવું. આ પ્રયોગથી ઝડપથી સાથળની ચરબી ઘટે છે. સાથળની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે અને રાત્રે જમ્યા પછી 30 મિનિટ ચાલવાનો આગ્રહ રાખવો.