ડોક્ટરોના કહેવા પ્રમાણે સ્વસ્થ રહેવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ, પ્રત્યેક પુરુષે દિવસનું ત્રણ લિટર તથા એક મહિલાએ રોજનું 2 લિટર પાણી પીવું જોઈએ. ઓછું પાણી પીવાથી ઘણી બધી સમસ્યાઓ પેદા થઈ શકે છે.
જેમ પૃથ્વીમાં ૬૫ ટકા પાણી (જગતના સરોવર, નદી અને સમુદ્ર રૂપે) છે અને બાકીનો ૩૫ ટકા ભાગ જમીન (જગતના બધા જ દેશો રૂપે) છે તે જ રીતે માનવ શરીરમાં ૬૫ ટકા પાણી (મગજ, ફેફસા કિડની, સ્નાયુ, લોહી, લીમ્ફ, હોર્મોન) અને ૩૫ ટકા આખા શરીરના બધા જ અંગોમાં છે પુખ્તવયની વ્યક્તિ આખા દિવસમાં અંદાજે બે થી અઢી લિટર જેટલું પાણી પેશાબ દ્વારા, પરસેવા દ્વારા, થૂંક, શ્વાસોશ્વાસ દ્વારા અને ટોઇલેટ દ્વારા શરીરમાંથી બહાર કાઢે છે.
શરીરમાં રહેલા પાણીનું લેવલ જે ૬૫ થી ૭૦ ટકા જેટલું છે તે જાળવી રાખવા પાણી પીવું જોઇએ. લાળ સ્વરૂપે પાણીથી ખોરાકનું પાચન થાય છે.તમારા શરીરના બધા જ સાધા ને હલનચલનમાં મદદ (લૂબ્રિકેટ) કરે છે અને તેમને સુવાળા રાખે છે મો ને અને આંખોને ભીની રાખે છે. શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરે છે.
શરીરના અનેક અંગો ના અગણિત કોષોની ક્રિયા વખતે ભેગા થયેલા નકામાં પદાર્થો (વેસ્ટ પ્રોડક્ટ)ને શરીરની બહાર પેશાબ, ટોઇલેટ અને પરસેવા મારફતે કાઢી નાખવાનું કામ પાણી કરે છે. હોજરીમાં પાણી સ્વરૂપે રહેલા પાચકરસોથી તમે લીધેલા ખોરાકનું પાચન થાય છે. યોગ્ય પ્રમાણમાં સમયસર નિયમિત ચોખ્ખું પાણી પીવાથી તમારું વજન પણ ઓછું થશે પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરના બધા જ સાંધામાં ઘસારો ઓછો થશે અને સાંધાનો વા નહીં થાય. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી હૃદય રોગ અને કેન્સર નહીં થાય.
પૂરતું પાણી લેવાને લીધે તમારા મોંમા લાળ (સલાઇવા)નું પ્રમાણ જળવાશે જેથી મોં ચોખ્ખું રહેશે દાંત સારા રહેશે. આંતરડાના કેન્સર કિડની અને મૂત્રાશયના ચેપ અને પથરી થતાં અટકે છે. બ્રેસ્ટ કેન્સર થતાં અટકે છે વજન કાબૂમાં રહે છે. થાક ઓછો લાગે છે. માથાનો દુઃખાવો ઓછો થાય છે. પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાને કારણે શરીરમાં ગયેલું ફૂડ યોગ્ય રીતે પચી શકતું નથી અને તેને કારણે એસિડીટી તથા કબજિયાતની બીમારી થઈ શકે છે.
પાણીની ઉણપને કારણે શરીરમાં રહેલો વ્યર્થ કચરો બહાર નીકળી શકતો નથી અને તેને કારણે પેશાબ સંબંધિત ઈન્ફેક્શન વધવાનો ભય રહે છે. ઓછા પાણીને કારણે ઑક્સિજનને હૃદયમાંથી દિમાગ સુધી પહોંચવામાં વધારે જોર પડે છે, જેને કારણે હાર્ટ બિટ વધે છે અને તે હૃદયની ગંભીર બીમારીમાં પરિણામી શકે છે.
ઓછું પાણી પીવાને કારણે આંખો શુષ્ક થવા લાગે છે અને તેના કારણે આંખોમાં બળતરા, ખંજવાળ તથા સોજો થઈ શકે છે. પાણીની ઓછી માત્રાથી આપણા દિમાગને પૂરતા પ્રમાણમાં ઉર્જા મળતી નથી. આવી સ્થિતિમાં કામ કરવા માટે તમારે દિમાગ પર વધારે ભાર આપવો પડે છે અને વધારે પડતો થાક લાગે છે. પાણીના ઓછા પ્રમાણને લીધે શરીરનું એનર્જી લેવલ ખૂબ ડાઉન થઈ જાય છે જેને કારણે ઘણીવાર ચક્કર આવવાની સમસ્યા થવા લાગે છે. આપણું શરીર 70% પાણીથી બનેલું છે જેના કારણે ઓછા પાણીથી તે યોગ્ય રીતે કામ કરી શકતું નથી અને એકાગ્રતામાં કમી આવે છે.