કફ પાતળો કરી બહાર કાઢવા, કબજિયાત અને આંખના રોગનો સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નસોતરના વેલા થાય છે. દવામાં એનાં મૂળની છાલ વપરાય છે. એ કાળી અને સફેદ એમ બે જાતોમાં હોય છે. સફેદ કરતાં કાળી છાલ વધુ તીવ્ર ગણાય છે. એનાં ફળ ઇન્દ્રજવનાં ફળ જેવા અંદરથી કાળા તથા સખત હોય છે. કડુની માફક એ ઝેરી હોય છે. રેસાવાળી અથવા ઓછા રેસાવાળી જલદ અને ઉત્તમ હોય છે.

નસોતર ગુણમાં મધુર, રેચક તથા ઉષ્ણ વાતકારક છે. તે લેવાથી એક જાતના પાતળા જુલાબ થાય છે. એનાથી પેટમાં ચૂંક આવે છે. હોજરીમાં દાહ થાય છે. રેચક ઉપરાંત તે કડવું, તીખું, ઉષ્ણ, વાતકારક છે. નસોતર તાવ, રક્તપીત્ત, હરસ, વિસર્પ ગુમડા, કમળો, ઉદર રોગો, ગેસ, ગોળો, કબજિયાત અને અપચામાં ઉપયોગી છે. તો ચાલો આપણે જાણી લઈએ નસોતર ના અલગ અલગ પ્રયોગો વિશે.

આયુર્વેદ અનુસાર કાચા ગુમડાની અવસ્થામાં નસોતરના પ્રયોગ કરવાથી ફાયદો મળે છે. જ્યારે નાની નાની ફોલ્લીઓ થવા પર નસોતર અને 1 થી 2 ગ્રામ હરડેના ચૂર્ણમાં મધ ભેળવીને સેવન કરો. તેનાથી કાચી ફોલ્લીઓની સમસ્યામાં લાભ મળે છે. વિસર્પ રોગ કે જેમાં પાણી ભરાયેલા ફરફોલા શરીરમાં થઈ જાય છે, આ રોગથી રાહત માટે 1 થી 2 ગ્રામ નસોતરના ચૂર્ણને ઘી, દૂધ, અંગુરના રસ સાથે પીવાથી આ વિસર્પ રોગમાં લાભ થાય છે.

નસોતર, પીપર, હરડે, સૂંઠ અને સંચળ સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના સેવનથી શરીરમાં શૂળ મટાડે, અર્શ આમવાયુ જેવા રોગોનો નાશ કરે છે. નસોતર, પીપળ, ગરમાળો, સૂંઠ, સંચળ, હરડે, ગરણીનાં બીજ, વરિયાળી આ બધાંને સરખે ભાગે લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું જ્યારે વ્યક્તિને સખત બંધકોષ હોય તે વેળા આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી આફરો, ઉદરરોગ તથા કફપિત્તનો રોગ મટે છે.

રાત્રે 2-3 ગ્રામ નસોતરનો પાવડર લેવાથી તે પેટ સાફ કરે છે અને આંતરડાના રોગોમાં ફાયદો કરે છે.  20 મિલી ત્રિફળાના ઉકાળામાં નસોતરનો 2 ગ્રામ પાવડર મેળવી આ ઉકાળો પીવાથી પેટ સાફ થાય છે. તે બવાસીર જેવા રોગો મટાડે છે. નસોતરના પાનનું શાક ઘી અથવા તેલમાં બનાવીને તેને દહીં સાથે ખાવાથી બવાસીર મટે છે.

જો પેટની બીમારીના કારણે વ્યક્તિને કબજિયાત થઈ જાય તો ખાતા પહેલા થોર, નસોતર, દંતી અને ચીર બિલ્વના પાંદડાની શાકભાજી ખવરાવવી લાભદાયક છે. રોગીની બીમારી અને પાચનશક્તિ અનુસાર નસોતર અને સુંઠસાથે 1 થી 2 ગ્રામ ચૂર્ણને દૂધ અથવા અંગુરના રસ સાથે સેવન કરવાથી પેટ ફૂલવાની બીમારીમાં લાભ થાય છે.

નસોતર, તજ, દરેક દસ- દસ ગ્રામ પંચ લવણ, જવખાર, વાવડીંગ, કપલો, પલાશનાં બીજ, ત્રિફળા  દરેક સાત સાત ગ્રામ, હિંગ શેકેલી અઢી ગ્રામ લઈને તેનું ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણના ઉપયોગથી કબજિયાત મટે છે, અપચો મટે છે. પેટનો દુખાવો તથા કૃમિ હોય તો તે પણ મટાડવા ઉપયોગમાં લઈ શકાય છે.

કાળી નસોતરના ચૂર્ણમાં મધ અને સાકર ભેળવી દો. તેને આંખોમાં કાજળની જેમ લગાવવાથી આંખોની ફૂલવાની બીમારીમાં લાભ થાય છે. કાળી નસોતરના મૂળનો રસ કાઢી લો. તેમાં બરાબર માત્રામાં મધ ભેળવી દો અને આંખોમાં કાજળની જેમ લગાવવાથી પાંપણો સાથે જોડાયેલી બીમારી ઠીક થાય છે.

નસોતરના સેવનથી કફ પાતળો થઈને નીકળી જાય છે. સુંઠ વગેરે સાથે લેવાથી તે ઘટ્ટ અને જામેલા કફને પણ કાઢી નાખે છે. નસોતરના ચૂર્ણને વધારે બારીક વાટવું ન જોઈએ તેમજ કપડામાં ગાળવું ન જોઈએ કારણ કે વધારે બારીક થવાથી તે ચરબી અને આંતરડામાં ચોટી જાય છે. નસોતર જામેલા કફને કાઢવામાં ફાયદાકારક છે.

નસોતર ૧૩ ગ્રામ, એલચી, સૂંઠ, લવિંગ, કાળી મરી દરેક ૧૦ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી સંધિવા તથા ચૂંક વગેરે મટે છે. પેટનાં રોગો માટે પણ આ ચૂર્ણ અકસીર અસર બતાડે છે. ગઠીયા રોગમાં નસોતર, વિદારીકંદ અને ગોખરુંનો ઉકાળો બનાવીને 10 થી 20 મિલી માત્રામાં સેવન કરો. તેનાથી ગઠીયાના ઉપચારમાં મદદ મળે છે. વધારે લાભ માટે આયુર્વેદિક ઉપચારો કરી શકાય છે.

2 થી 3 ગ્રામ નસોતરના ચૂર્ણને ત્રિફળાના ઉકાળા સાથે સેવન કરો. તેનાથી કમળાની બીમારીમાં લાભ મળે છે. તેના વધુ લાભ માટે મિશ્રી સાથે સેવન કરી શકાય છે. આ ઉપયોગ માટે નસોતર ખુબ જ ઉપયોગી થાય છે અને જલ્દી ફાયદો મળે છે. પેટમાં કીડા પડવા પર નસોતરના ફાયદા લઇ શકો છો. 1 થી 2 ગ્રામ નસોતરનો પેસ્ટ બનાવીને છાશ સાથે સેવન કરીને પેટના કીડાનો નાશ કરી શકો છો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Scroll to Top