પાન જેને અંગ્રેજીમાં બેટલ લીફ અને સંસ્કૃતમાં નાગવલ્લરી કે સપ્તશીરા કહે છે, જેને ગુજરાતી માં નાગરવેલનાં પાનથી ઓળખવામાં આવે છે જે દક્ષિણ સૌરાષ્ ટ્રમાં ચોરવાડમાં તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી-વલસાડ તરફ નાગરવેલ (નાગવલ્લી, તામ્બુલ પત્ર)ની બહુવર્ષાયુ અને પ્રસરણશીલ વેલ થાય છે. માત્ર ભારતમાં જ તે વિવિધ પ્રદેશોમાં થાય છે.તેની પ્રદેશ મુજબ અનેક જાતો થાય છે. ભારતમાં પ્રાચીન સમયથી ભોજન પછી પાન ખાવાની પ્રથા છે.
નાગરવેલ ૧૫-૨૦ ફુટ લાંબી, મજબૂત ગાંઠોવાળી હોય છે. તેના પાન ૩ થી ૮ ઇંચ લાંબા, હ્રદયાકાર, સાત શિરાવાળા, ચીકણા, આગળથી અણીદાર અને લીલા કે પોપટી રંગના થાય છે. ફળ ગુચ્છામાં, નાના નાના ૧/૪ ઈંચ લાંબા, ચપટા ભરેલા હોય છે. નાગરવેલ પાનમાં ઘણા વૈદ્યકિય ગુણો છે. તેથી તે ઔષધરૂપે પણ વપરાય છે. વેલના પાન, ફળ અને મૂળ ઔષધરૂપે વપરાય છે. ખાવામાં કાચા કરતાં પાકું પાન ઉત્તમ છે. ખૂબ વધુ પડતા પાન ખાવાથી નુકસાન થાય છે. તાંબુલ-પાનમાં ચૂનો, કાથો ચોપડી, તેમાં સોપારી, તજ, લવિંગ કે વરિયાળી નાંખી, ભોજન પછી લેવાથી મુખશુદ્ધિ થાય છે અને ખાવાનું સારી રીતે હજમ થાય છે.
નાગરવેલ મધુર, તીખી, કડવી, તૂરી, ગરમ, વાતકફશામક, પિત્તકર્તા, ભૂખ-રૂચિ-વર્ધક, પાચનકર્તા, દેહકાંતિવર્ધક, વાયુની અનુલોમનકર્તા, દુર્ગંધવિનાશક, મુખશુદ્ધિકર, મુખ-લાળવર્ધક, હ્રદયોત્તેજક, વાજીકર, ઠંડીનાશક, કટુપૌષ્ટિક, વશીકરણકર્તા, વ્રણરોપક, પીડાશામક અને વાતરક્ત (ગાઉટ), જૂની શરદી, ખાંસી, ચળ, કૃમિ, સોજા, તાવ આદિ મટાડે છે. કાંતિકર, બળવર્ધક, ત્રિદોષનાશક, કામોત્તેજક અને વાયુ-કફદોષ નાશક તથા પેટના દર્દો મટાડનાર છે.
નાગરવેલ ના ફાયદા :
નાગરવેલ ના પાંદડા ચાવવા કબજિયાત મટે છે. કબજિયાત વખતે પાનના પાંદડા અને એરંડીનું તેલ લગાવીને ચાવવાથી કબજિયાતમાં રાહત મળે છે. પાનના 15 પાંદડા ને 3 ગ્લાસ પાણીમાં નાખી, તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી ઉકળીને 1/3 ભાગનું રહી જાય. તેને દિવસમાં 3 વખત પીવું. પાનના પાંદડાનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરવામાં આવે છે પણ તે ચાવવા આપણા માટે ખુબ ફાયદાકારક હોઈ શકે છે.
નાગરવેલનાં પાન હૃદયોત્તેજક છે. હૃદયની નબળાઈ હોય તેમણે નાગરવેલનાં પાનનાં ચાર ચમચી જેટલા રસમાં થોડી સાકર ઉમેરીને રોજ સવારે પીવો. હૃદયની નબળાઈ દૂર થઈ તે સ્વસ્થ બનશે. નાગરવેલનાં પાન કંઠ-અવાજને પણ સુધારનાર છે. અવાજ બેસી ગયો હોય તો નાગરવેલનાં પાનમાં એક નાનો જેઠીમધનો ટૂકડો મૂકીને ધીમે ધીમે ચાવીને એ પાન ખાઈ જવું. દિવસમાં બે થી ત્રણ વાર આ રીતે કરવું. એક-બે દિવસમાં જ અવાજ ખૂલી જશે.
જયારે નાગરવેલ ના પાન ચાવીને ખાવા માં આવે છે ત્યારે તેની લાળ ગ્રંથી ઉપર અસર પડે છે. તેનાથી તેમાંથી સલાઈવ લાળ બનવામાં મદદ મળે છે. જે આપણા પાચનતંત્ર માટે ખુબ જરૂરી છે. ભારે ભોજન પણ કરી લીધું છે તો ત્યાર પછી સામાન્ય પાન ખાવામાં આવે તો તેનાથી ભોજન સરળતાથી પચી જાય છે. પાન ના 7 પાંદડા ને 2 કપ પાણીમાં શુગર સાથે ઉકાળી જયારે પાણી એક ગ્લાસ રહે તો તેને દિવસમાં ત્રણ વખત પીવાથી બ્રોકઈટીસ માં લાભ થાય છે.
નાગરવેલ ના 5 પાંદડા ને 2 કપ પાણીમાં ઉકાળી જયારે પાણી એક કપ રહે તો તે પાણીને બપોરના સમયે પીવાથી શરીરની દુર્ગંધ દુર થાય છે. પાનના પાંદડાને વાટીને દાઝેલી જગ્યા ઉપર લગાવી થોડી વાર પછી આ પેસ્ટને ધોઈ અને ત્યા મધ લગાવવાથી ધાવ તરત ઠીક થઇ જાય છે. પાનના રસને પીવાથી ગેસ્ટ્રીક અલ્સરને રોકવામાં ઘણી મદદ કરે છે. કેમ કે તેને ગૈસ્ત્રોપ્રોટેકટી કામગીરી માટે પણ ઓળખવામાં આવે છે.
ઉનાળાના દિવસોમાં નાક માંથી લોહી આવવાથી પાનના પાંદડાને વાટીને સૂંઘવાથી ખુબ જલ્દી આરામ મળે છે. મોઢામાં છાલા થાય તો પાનને ચાવી ત્યાર પછી પાણીથી કોગળા કરી લેવા. આવું દિવસમાં 2 વખત કરવાથી રાહત મળશે.નાગરવેલ ના પાન ચાવવાથી ઓરલ કેન્સર થી પણ બચી શકાય છે પણ પાનનો ઉપયોગ પાનના પાંદડામાં રહેલા એબ્સકોર્બીક એસીડ અને બીજા ઓક્સીડેંટ મોઢામાં જળવાઈ રહેવાથી નુકશાનકારક કેન્સર ફેલાવવા વાળા તત્વો નો નાશ કરે છે. તેના સેવનથી મોઢાની દુર્ગંધ પણ દુર થાય છે.
5-6 નાના પાનના પાંદડા અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળી તે પાણીથી આંખો ઉપર છંટકાવ કરો. આંખોને ઘણો આરામ મળશે. પાનના ૨૦ પાંદડા ને પાણીમાં ઉકાળી સારી રીતે ઉકાળ્યા પછી તે પાણી થી નાહવાથી ખંજવાળની તકલીફ દુર થઇ જાય છે. વજન ઓછું કરી રહેલા લોકો માટે પાનના પાંદડા ચાવવા ખુબ ફાયદાકારક હોય છે, પાનના સેવન શરીરનું મેટાબોલીજ્મ આશ્ચર્યજનક રીતે વધે છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે , તેના સેવનથી શરીરમાં આંતરિક વસા પણ નષ્ટ થાય છે.
2 કપ પાણીમાં 4 પાનના પાંદડા નાખીને ઉકાળી, તે પાણીથી કોગળા કરવાથી પેઢામાંથી લોહી આવવાનું બંધ થઇ જાય છે. પાનને શક્તિનો સિમ્બોલ માનવામાં આવે છે. તેથી નવા જોડાઓને પાન ખવરાવાનો રીવાજ પણ ઘણો જુનો છે. માટે લગ્ન માં અને પછી પાન આપવામાં આવે છે. પાનના થોડા પાંદડા ને ધોયા પછી તેની ઉપર તેલ લગાવીને હળવું ગરમ કરો અને હુંફાળું થાય એટલે તેને છાતી માં કે દુખતા અંગ ની આજુ બાજુ રાખવાથી સોજો દુર થાય છે અને શરદી ખાંસી માં પણ રાહત મળે છે.
પાનના પાંદડાને સારી રીતે વાટી, તેને 2 ગ્લાસ પાણીમાં ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો, તેને ફેશપૈક ની જેમ ઉપયોગ કરવો તેનાથી ચામડી ને લગતી બીમારી માં રાહત મળે છે. આયુર્વેદમાં આ પાનના પાંદડાનો ઉપયોગ બાલતોડ ના ઉપચાર માટે કરવામાં આવે છે. બાલતોડ થઇ જવા ઉપર પાનના પાંદડાને હળવા ગરમ કરો તેની ઉપર એરંડિયા નું તેલ લગાવીને બાલતોડ વાળી જગ્યા ઉપર લગાવવું.