કેટલાક લોકોને મુસાફરી દરમિયાન માથાનો દુખાવો, ઉલટી અથવા પેટમાં દુખાવો થાય છે. જેના કારણે, તેમની મુસાફરી હંમેશા બગડે છે. સાથે-સાથે અન્ય લોકોના આનંદમાં પણ ખલેલ પહોંચે છે. મુસાફરી દરમિયાન વારંવાર ઉલ્ટી થવાના કારણે અતિશય થાક અને સુસ્તી થવા લાગે છે. મુસાફરી દરમિયાન અનેક લોકોને ઉલટી આવે છે. કેટલાક લોકોને વાહનોના ધુમાડાથી, તો કેટલાક લોકોને બંધ ગાડીમાં આવી સમસ્યા થવા લાગે છે.
કેટલાક લોકો બોટમાં બેસે તો આવી સમસ્યા થાય છે. ઊલટી એક સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે પણ આપણે મુસાફરી કરવા નીકળીએ છીએ, તો આ કારણથી આપણી બધી એનર્જી પૂરી થઈ જાય છે, અને વ્યક્તિ અસહાય અનુભવે છે. પરંતુ કેટલાક ઘરેલું ઉપાયોથી તમે આ સમસ્યાનો સામનો કરી શકો છો.
જો તમે બસ અથવા કાર દ્વારા લાંબી મુસાફરી કરવા જઇ રહ્યા છો અને તમને ઉલટી થવાની સમસ્યા છે, તો તુલસીના પાન તમારી સાથે રાખવાનું ભૂલશો નહીં. જ્યારે પણ તમને મુસાફરી દરમિયાન ઉલટી થવાની લાગણી થાય ત્યારે તુલસીના પાનને તમારા મોંમાં નાખો.જો તમને તુલસીના પાન ન ગમે તો તમે તુલસીના પાનનો રસ પણ કાઢી શકો છો અને તેને તમારી પાસે રાખી શકો છો. આ મુસાફરી દરમિયાન આવતી ઊલટી અને ઊબકાની સમસ્યાઓથી બચાવી શકે છે.
રૂમાલ પર ફુદીનાના તેલના થોડા ટીપા છંટકાવ કરો અને મુસાફરી દરમિયાન તે સૂંઘતા રહો. ફુદીનાના પાનને હૂંફાળું પાણીમાં નાખો અને 1 ચમચી મધ નાખી આ મિશ્રણ બહાર જતા પહેલા પીવો. આ તમને ઘણો આરામ આપશે. દાડમનો પાઉડર અથવા આદુ ખાવાથી પણ મુસાફરીમાં થતી ગભરાટ દૂર થાય છે. જ્યારે પણ તમે મુસાફરી માટે નીકળો ત્યારે એક લીંબુ તમારી સાથે રાખો. આ કરવાથી ઉલટી થશે નહીં.
એક બોટલ ની અંદર લીંબુ અને ફુદીનાનો રસ ઉમેરી તેની અંદર સિંધવ મીઠું ઉમેરી અને તેને સાથે રાખો અને જ્યારે પણ ઊલટીની સમસ્યા થાય ત્યારે તેનો સેવન કરવાથી સમસ્યા દૂર થઈ જાય છે. આમ પણ પેટ ની દરેક સમસ્યા માં લીંબુ અને ફુદીનાનું પાણી ખુબ ફાયદાકારક છે. તાજી ઠંડી હવા પણ ઊલટી અથવા ઉબકમાં થોડી રાહત આપી શકે છે. જે લોકોને મુસાફરી દરમિયાન ઊલટીની સમસ્યા હોય છે, તેઓ કારનું એસી બંધ કરીને બારીથી તાજી હવા લઈ શકે છે. તે મુસાફરીમાં ઉલટી અથવા અન્ય અગવડતા ઘટાડે છે.
આદુમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણધર્મો છે, જેના કારણે શરદી અને તાવ એક ચપટીમાં દૂર થાય છે. તે જ સમયે, આદુ મુસાફરી દરમિયાન ઉલટીની સમસ્યાથી પણ બચાવે છે. હકીકતમાં, આદુમાં એન્ટિમિમેટિક તત્વો હોય છે, જેને મુસાફરી દરમિયાન ઉલ્ટી થી બચાવી શકે છે.આવી સ્થિતિમાં, જો બસ અથવા કારમાં મુસાફરી કરતી વખતે ઊબકા અને ઊલટી થવાની સમસ્યા હોય, તો આદુની ગોળીઓનું સેવન ફાયદાકારક થઈ શકે છે. જો શક્ય હોય તો, મુસાફરી દરમિયાન કાચું આદુ સાથે રાખો અને જો ગભરાહટ થાય તો તરત જ આદુનો ટુકડો ચૂસી લો.
ડુંગળીનો રસ ઉલટીમાં પણ રાહત આપે છે, એક ચમચી ડુંગળીનો રસ પીવાથી અને એક ચમચી આદુનો રસ ઉમેરવાથી રાહત મળે છે. ઘર છોડતાં પહેલાં લગભગ એક કલાક પહેલાં આ જ્યુસ પીવો. યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી નહીં આવે. તમે જ્યારે પણ બહાર ફરવા નીકળો ત્યારે ખાલી પેટ ન રહો, આવું હંમેશા યુવતીઓ સાથે થાય છે. આવામાં મુસાફરી દરમિયાન પેટમાં ગેસ બને છે, જેને કારણે જીવ ઉંચોનીચો થયા કરે છે. અને થોડા સમય બાદ ઉલટી થાય છે.
લવિંગ શેકો અને તેને ગ્રાઇન્ડ કરીને બોક્સમાં ભરો. જ્યારે પણ તમે મુસાફરી કરો છો ત્યારે ઊલટી થવાની સંભાવના થાય છે, ત્યારે તેને માત્ર એક ચપટી સાકર અથવા કાળા મીઠા સાથે લો અને ચૂસી લો.ઉલ્ટી રોકવા માટે જો પાણીની અંદર જીરાનો પાવડર ભેળવીને તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે ઊલટીની સમસ્યા દૂર થઇ શકે છે.
અજમો ઊલટી થવાની સમસ્યાને દૂર કરે છે. અજમામાં કેટલાક ગુણધર્મો છે જે ઉલટીનું થવું દૂર કરે છે. કપૂર, ફુદીના અને અજમો મિક્સ કરો અને તેને તડકામાં સૂકાવા દો. તે પછી, તેને બોક્સમાં બંધ કરી તેને સાથે લઈ જાઓ અને ઉલટી અને ચક્કર આવવાની સાથે જ એક ચપટી ખાઓ.