સફર કરવું કોને પસંદ ના હોય, પરંતુ કેટલાક માણસોને સફર દરમિયાન શરીરના સ્વાસ્થ્ય સબંધી તકલીફો ચાલુ થાઉં જાય છે. જેના લીધે તેઓ મુસાફરી માટે અચકાતા હોય છે.
સૌથી મોટી સલાહ એ છે કે, જ્યારે પણ બહાર ફરવા નીકળો ત્યારે ખાલી પેટ ન રહો, આવામાં મુસાફરી દરમિયાન પેટમાં ગેસ બને છે, જેને કારણે જીવ ઉંચોનીચો થયા કરે છે. તેના થોડા સમય બાદ ઉલટી થાય છે. તો આવું બિલકુલ ન કરો.
મુસાફરી દરમિયાન મો માં નાનો એવો આદુનો ટુકડો તથા એ ફલેવરની કોઈ ચોકલેટ ખાઈ લેવી, તેનાથી અચાનક જ મોળો જીવ થતો હોય તો તેમાં ઘણી રાહત થઇ જાય છે. જો તમે ઈચ્છો તો મુસાફરી વખતે આદુ વાળી ચા પણ પી શકાય છે.
જો મુસાફરી કરતા દરમિયાન જો તમને ખરાબ લાગે છે, તો પછી ટોફી ખાઈ લેવી જોઇએ. અને ટોફી ખાવાથી મગજ એકદમ બરાબર થઈ જાયછે અને ઉબકાની સમસ્યાથી પણ તમને રાહત મળે છે. કારમાં સફર કરી રહ્યા હોય તો બુકથી દુર રહેવું કેમ કે તેને વાંચવાથી તથા તો મોબાઈલમાં કઈ પણ જોવાથી ચક્કર આવવા લાગે છે તેથી સફર દરમિયાન આ વસ્તુથી બને એટલા દુર રહેવુ જોઈએ.
અનેક વસ્તુની ખુશ્બુ પણ સફર દરમિયાન થતી હેરાની દુર કરી દે છે, તેથી રૂમાલ પર મીંટના તેલના થોડાક ટીપા નાખી મુસાફરી દરમિયાન કેટલીક વારે તેને સુંઘતા રહેવું જોઈએ.નારંગી ખાવાથી મન ખૂબ હળવા બની જાય છે અને મોઢાનો સ્વાદ પણ સારો થઈ જાય છે.મન ખરાબ થાય તો નારંગી ખાઈ લેવી જોઈએ
સફર દરમિયાન ઘરેથી નીકળતી વખતે ખાવા પીવાનું અવશ્ય ધ્યાન રાખવું જરૂરી છે. ના તો સાવ ભૂખ્યા રહેવું અને ના તો ખુબજ ખાઈને બેસવું. મરી મસાલા વાળી વસ્તુ ક્યારેય ના ખાવી જોઈએ કેમ કે આવી વસ્તુ પચવામાં વધારે સમય લાગે છે.
બારી પાસેની સીટ પર બેસવાથી મન બગડતું નથી. અને ક્યારેય પણ વોમિટ થતી નથી. તેથી જ્યારે પણ મુસાફરી કરો છો, ત્યારે હંમેશા બારી પાસેની સીટ પર જ બેસવું જોઈએ. કારમાં સફર કરી રહ્યા હોઈએ તો પ્રયાસ કરવો કે બની શકે તો આગલી સીટ પર જ બેસવું, તેનાથી ઉલ્ટી અને મોળો જીવ થાય એવી તકલીફથી રાહત મળે છે.
જો બધુ કર્યા બાદ પણ ઊલટી થાય છે, તો તરત લીંબુના બે ભાગ કરીને તેના પર થોડું મીંઠુ નાખો અને ચાટી જાઓ. આવું કરવાથી તરત ફાયદો થશે. પછી તાજી હવા લેવાનો પ્રયાસ કરો.
આંબલી એવી વસ્તુ છે, જે તરત રાહત આપે છે. આંબલી પર મીઠું ભભરાવીને મોઢામાં રાખી લો.આવું કરવાથી મગજ એક બિન્દુ પર ક્ન્દ્રિત થઇ જાય છે અને પછી ઊલટીની ફરિયાદ રહેતી નથી ગાડીમાં હંમેશા વચ્ચે બેસો અથવા તો બહાર જોતા સમયે દૂરની ચીજોનો જુઓ.
વાહનમાં બેસતાં પહેલાં નાગરવેલના પાનમાં એકાદ – બે લવિંગ મૂકીને ચાવી જવાં. નાગરવેલનું પાન તેના ઉષ્ણ – તીક્ષ્ણ ગુણથી વાયુની પ્રાકૃતગતિને જાળવી રાખે છે.
લવિંગમાં જે વિશિષ્ટ –તીવ્ર સુગંધ છે, એ સુગંધ – પૃથ્વી મહાભૂતનો ગુણ છે. એટલે કે સુગંધમાં બહુ જ સૂક્ષ્મ સ્વરૂપે પાર્થિવ તત્ત્વો રહેલાં છે, જે વાયુને અનુલોમ-નીચેની ગતિ કરાવવા માટે ઉપયોગી બને છે.
મુસાફરીના પ્રારંભથી અંત સુધી સાકરના ટૂકડાને મોં માં રાખીને ચગળ્યા કરવો. આનાથી સતત લાળસ્રાવ પણ થયા કરે છે. સાકર અને લાળને કારણે વાયુ અથવા પિત્તના ઉછાળાને ત્વરિત રોકી શકવા સમર્થ છે.
મોરનાં પીંછાની ભસ્મ સાથે પીપરનું ચૂર્ણ મિક્સ કરીને કેપ્સુલમાં ભરી પાણી સાથે ગળી જવું. વાયુની ગતિને તત્કાળ અનુલોમ કરીને ઉલટી થતી રોકે છે. ટ્રાવેલિંગ સિક્નેસના દર્દીએ આવી કેપ્સુલ મુસાફરી પહેલાં ગળી જવી, જેથી ઉલટી થવાની સંભાવના ના રહે.
ચિત્રકાદિવટી, શંખાવટી, અગ્નિતુંડી વડી, સૂતશેખરરસ, કપર્દિકાભસ્મ વગેરેમાંથી કોઈપણ ઔષધ મુસાફરી શરૂ કર્યા પહેલાં પ્રકૃતિ અને ખોરાક પ્રમાણે વૈદ્યરાજને પૂછીને લઈ શકાય અને પછી જેઠીમધ ઘનવટી અથવા એલાદિવટીને મોંમાં રાખી ચગળવાથી પણ ટ્રાવેલિંગ સિક્નેસથી બચી શકાય છે.