મીઠા લીમડાના પાનની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે તેવું માનવામાં આવે છે અને જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે તેવું પણ માનવામાં આવે છે અને તેની સાથે જ મીઠા લીમડાના પાનને ઘણી જગ્યાએ કડી પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે.
મોટાભાગના ભારતીય રસોડાની અંદર મીઠા લીમડાના પાન નો એક મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તેની સાથે જ મીઠા લીમડાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે.
ખાસ કરીને દાળ-કઢીમાં વઘારમાં વપરાતો અને સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં ઉપયોગમાં લેવાતો મીઠો લીમડો હેલ્થ માટે પણ ખૂબજ ઉપયોગી છે. મીઠા લીમડાના પાનની સાથે-સાથે મૂળ પણ ખૂબ ઉપયોગી છે.
મીઠા લીમડાના મૂળના અર્કનું સેવન કરવાથી કિડનીના રોગોમાં રાહત મળે છે. અને ઘા કે ડાઝેલા ભાગ પર લગાવવાથી જલદી રૂઝ આવે છે.મીઠો લીમડો ગ્લુકોઝની લોહીમાં મિક્સ થવાની ક્રિયાને ધીમી પાડે છે જેથી બ્લડ શુગર ઘટે છે અને ડાયાબિટીઝ કંટ્રોલમાં રહે છે.
મીઠા લીમડાના પાન સાથે બીજી કોઇપણ વસ્તુ ખાવાથી તેનું પાચન ધીરે-ધીરે થાય છે. શરીરને લાંબા સમય સુધી એનર્જી મળ્યા કરે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.નાળિયેર તેલમાં મીઠા લીમડાનાં પાન બરાબર ઉકાળી આ તેલ વાળમાં નાખવાથી વાળ મજબૂત બને છે અને ગ્રોથ પણ વધે છે.
મીઠા લીમડાનાં પાનની બરાબર ચાવીને પેસ્ટ બનાવવી અને આ પેસ્ટમાં થોડું મીઠું મિક્સ કરી આખા મોંની સફાઇ કરવાથી મોં ચોખ્ખુ અને જર્મ ફ્રી રહે છે.મીઠા લીમડાને વાટી છાસ સાથે પીવાથી પેટની ગડબડમાં રાહત મળે છે. મીઠા લીમડાનાં પાન આંખની જ્યોતિ વધારે છે અને મોતિયાની સમસ્યામાં પણ રાહત આપે છે.
મીઠા લીમડા ની અંદર આયન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અનેક પ્રકારના વિટામિન્સ હોય છે જે શરીરને એનેમિયા, હાઈ બી.પી, ડાયાબિટીસ જેવા રોગ નથી બચવામાં મદદરૂપ સાબિત થાય છે
મીઠા લીમડાની અંદર ભરપૂર માત્રામાં વિટામીન બી 2, બી 6 અને બી 9 હોય છે અને જે વાળને કાળા ઘટાદાર અને મજબૂત કરવા માટે ઉપયોગી સાબિત થાય છે અને આમ જ તે ખૂબ જ ઉપયોગી બને છે
મીઠા લીમડાનું સેવન શરીરમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે કે જેથી કરીને શરીરનું વજન ઘટાડી શકાય છે તો આ માટે આનો ઉપયોગ કરવો ખુબજ જરૂરી છે.
એનીમિયા શરીરની અંદર લોહીની ઉણપના કારણે થતો નથી, પરંતુ જો શરીરની અંદર આયનને શોષી લેવાની અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની શક્તિ ઘટી જાય છે ત્યારે પણ એનિમિયા ની સમસ્યા સર્જાતી હોય છે. એનિમિયાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મીઠા લીમડાના પાન સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે.
મીઠા લીમડા ના પાન ની અંદર ભરપૂર માત્રામાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે. મીઠા લીમડાના પાન આપણા શરીરની અંદર આયર્ન અને ફોલિક એસિડ શોષવામાં મદદરૂપ સાબિત થાય છે. જેથી કરીને શરીરની અંદર લોહીની ઉણપ હોય તો તે પણ દૂર થઈ જાય છે.
એનીમિયાના દર્દીઓ ને જો દરરોજ એક ખજૂર અને ત્રણ મીઠા લીમડાના પાન સવારે ખાલી પેટ આપવામાં આવે તો તેના કારણે શરીરની અંદર લોહી અને આયન ની માત્રા વધી જાય છે અને જેથી કરીને લોકોને એનિમિયાની સમસ્યામાંથી છુટકારો મળે છે.
મીઠા લીમડા ની અંદર અનેક પ્રકારના એન્ટી ડાયાબીટીક એજન્ટ હોય છે તેમજ જે શરીરની અંદર ઇન્સ્યુલિનની ગતિવિધીઓને પ્રભાવિત કરી શરીરની અંદર બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે આ ઉપરાંત મીઠા લીમડાની અંદર રહેલું ફાઇબર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
મીઠા લીમડા ના પાંદડા ખાવાથી બવાસીર ની સમસ્યા થી છુટકારો મેળવી શકાય છે. જે લોકો ને બવાસીર ની સમસ્યા છે તે લોકો મીઠા લીમડા ના પાંદડા ને પાણી ની સાથે સારી રીતે પીસી લો અને આ પાણી ને ગાળી લો અને ગાળેલા પાણી ને પી લો. આ પાણી ને પીવાથી બવાસીર ની મુશ્કેલી થી રાહત મળી જશે.
ત્વચા માં દાણા થવા પર તમે મીઠા લીમડા ના પાંદડા લઈને તેની પેસ્ટ તૈયાર કરી લો અને આ પેસ્ટ ને પોતાના ચહેરા પર લગાવી લો. મીઠા લીમડા ના પાંદડા ની પેસ્ટ તૈયાર કરવા માટે કેટલાક મીઠા લીમડા ના પાંદડાઓ ને લઈને તેમને સારી રીતે પીસવું પડશે. પછી પીસેલ મીઠા લીમડા ના પાંદડા ના અંદર થોડુક મધ મેળવી દો અને પછી આ પેસ્ટ ને પોતાના ચહેરા પર લગાવી લો. આ પેસ્ટ ને લગાવવાથી ચહેરા પર હાજર દાણા એકદમ ગાયબ થઇ જશે.
લિવર માટે મીઠા લીમડાને ગુણકારી તત્વ કહ્યો છે. અધિક માત્રામાં આલ્કોહોલનું સેવન અથવા તો અસમતોલ આહારથી લિવર બગડવાની શક્યતા વધી જતી હોય છે. કમજોર લિવર માટે લીમડો ફાયદાકારક સાબિત થયો છે. તેમાં સમાયેલા વિટામિન એ અને સી લિવર માટે લાભકારી છે.