Breaking News

ગર્ભધારણ કરવા તેમજ પિત્તથી થતાં 50થી વધુ દરેક રોગથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનો ઉપયોગ, વાંચવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

મિત્રો આ લેખની શરૂઆતમાં મીંઢોળના ગુણધર્મો મધ્યમાં તેના ઉપયોગો અને અંતમાં લગ્નવખતે મીંઢોળ શામાટે વાપરવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું છે. મીંઢોળમાં ઊલટી લાવવાનો, સોજાને ટાળવાનો તથા ગ્રાહી ગુણો રહેલા છે અને તેથી તેનો શરદી, સળેખમ, કફ, વિદ્રધિ, સોજા, વણ વગેરે ઉપર ઉપયોગ કરવાનું ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યું છે.

ખાસ ઉપયોગ તો છેક પ્રાચીનકાળથી આજ સુધીના સઘળા વૈદ્યો ઊલટી કરાવનાર ઔષધ તરીકે જ કરતા આવ્યા છે, અને તે યથાર્થ જ છે, કેમકે નસોતર એ જેમ કોઈપણ જાતના નુકસાનકારક ઉપદ્રવથી રહિત નિર્ભય જાલાબ છે, તેવી જ રીતે નિર્ભયકારક રીતે ઊલટી લાવનાર જો કોઈ ઔષધ હોય તો તે મીંઢોળ જ છે.

આ ગુણ તેના ફળમાં રહેલા ગર્ભમાં જેવો રહેલો છે તેવો તેનાં બીજમાં રહેલો નથી, એવું આજકાલના શોધકો માને છે, અને તેથી તેના ફળમાં રહેલા ગર્ભનો વિશેષ કરીને ઉપયોગ કરવા તેઓ ભલામણ કરે છે, ત્યારે ચરક, સુશ્રુત વગેરે પ્રાચીન આચાયોંએ ફળો માંહેલાં બીજોને વધારે પસંદ કરી એમ જણાવ્યું.

કોઈ પણ જાતના નુકસાનકારક ઉપદ્રવથી રહિત હોવાથી ઊલટી લાવનારાં ઔષધોમાં મીંઢોળનાં ફળો એ શ્રેષ્ઠ ઔષધ છે. એ ફળો વસંત અને ગ્રીષ્મ ઋતુના મધ્યમાં શુભ દિવસે સવારનાં વહેલાં વૃક્ષ ઉપરથી ગ્રહણ કરવાં. જે ફળો કાચાં, નાનાં, કીડાઓએ ખાધેલાં કે સારામાંનાં ન હોય તેઓનો ત્યાગ કરવો. અને પાકીને પાંડુરંગનાં થઈ ગયાં હોય તેવાં ઉત્તમ ફળો લઈ તેઓની ઉપર ડાભ વીંટાળી છાછનો લેપ કરી તડકે સૂકવતાં જ્યારે લેપ સુકાઈ જાય ત્યારે જવ, ડાંગર, કળથી કે અડદના ઢગલામાં આઠ દિવસ રાખવાં અને પછી તે કોમળ અને મધના જેવી ગંધવાળાં થયેલાં ફળોને ડાભના વેષ્ણમાંથી બહાર કાઢી તડકે સૂકવવાં.

જ્યારે બરાબર સુકાઈ જાય ત્યારે ફળોમાંથી બીજને ગ્રહણ કરવાં. એ બીજને ઘી, દહીં, મધ અને તલ ખાંડીને કરેલા લોટ સાથે સારી પેઠે ખરલ કરીને ફરીથી તડકે સૂકવી પછી સારી પેઠે ધોઈ સાફ કરેલા માટીના નવા વાસણમાં ગળા સુધી ભરી તેનું મોઢું બંધ કરીને શીકા ઉપર રાખી મૂકવાં અને જરૂર પડયે તેઓનો ઊલટી લાવવાના કામમાં ઉપયોગ કરવો.

એક પાકેલા ફળનો ગર્ભ ઊલટી લાવવાને માટે પૂરતો છે. ફળમાંથી ગર્ભને જુદો કરી સૂકવી બારીક ખરલ કરીને ઉપયોગ માટે તૈયાર કરી રાખવો. ઊલટી લાવવા માટે આ ભૂકો આપવાનું પ્રમાણ 15 થી 60 ઘઉભાર જેટલું અને 5 થી 10 ગ્રેનની માત્રા મોળ લાવનાર, કફ કાઢનાર અને પરસેવો લાવનાર છે. જો બે ફળનો ગર્ભ આપવામાં આવે તો તત્કાળ એટલે દશ મિનિટોમાં ઊલટી લાવે છે.

એક વખત થયા પછી તરત જ પાછું ગરમ પાણી પીવાથી ફરીથી ઊલટી થાય, પછી તરત જ પાછું ગરમ પાણી પાવાથી ઊલટીનો વેગ લંબાવાય છે. પિતથી થતાં રોગો જેવા કે એસિડિટી, ગેસ તેમજ ચામડીના રોગો માં તરત જ રાહત મળે છે.

અરડુસીનાં પાંદડાં, ઘોડાવજ, લીંબડાની અંતરછાલ, પટોળનાં પાન અને રાયણના ઝાડની અંતરછાલ એ બધું મળી ચાર તોલા લઈ એ બધાના વજનથી સોળગણું પાણી મૂકી ઉકાળતાં ચોથા ભાગનું એટલે સોળ તોલા પાણી બાકી રહે ત્યારે ઉતારી ગળી લઈ તેની અંદર મીંઢોળનો ગર્ભ વીસથી પચાસ ઘઉભાર જેટલો મેળવી પી જવું, જેથી ઊલટી વાટે અને પિત્તનો નિકાલ થઈ તેઓની વિકૃતિથી થયેલાં દરદો નાબૂદ થાય છે.

આ પ્રમાણે આજકાલના ચિકિત્સકો તો તેનો ખાસ કરીને માત્ર ઊલટી લાવવાના કાર્યમાં જ ઉપયોગ કરે છે. પરંતુ જડીબુટ્ટીની શોધખોળ કરનારાઓને એ સિવાય તેનો એક મહાન અજાયબ ગુણ અનુભવમાં આવ્યો છે અને તે એ છે કે મીંઢોળનાં બીજનો ભૂકો આશરે પા તોલા જેટલો લઈ દૂધ, સાકર અને કેસરની સાથે પીવાથી અથવા તો કંસાર સાથે મેળવીને ખાવાથી જે સ્ત્રીને પ્રજા ન થતી હોય તેને ગર્ભ ધારણ થાય છે.

આ પ્રયોગ ચાલતો હોય ત્યારે ગોળ સાથે મીંઢળનાં બીજની ભૂકી આઠ-દેશ રતીભાર મેળવી તેની સોગઠી બનાવી સ્ત્રીના ગુપ્ત ભાગમાં પહેરવા માટે આપવી જોઈએ, કેમકે એ ગોળીના ઉપયોગથી ગર્ભસ્થાનમાં થનારાં ઝીણાં જંતુઓ કે જે વીર્યનું ભક્ષણ કરી જાય છે, તેઓનો નાશ થાય છે. ગર્ભસ્થાનમાં વાયુ શરદી કે જળના ભાગનો વધારો હોય તો તે ટળી જાય છે.

રજોદર્શન અનિયમિત આવતું હોય ક્વિા ઓછું આવતું હોય કે રજોદર્શન સમયે અસહ્ય પીડા થતી હોય તો તે દૂર થઈ માસિક ધર્મ નિયમિત થાય છે. જંતુબ ગુણ હોવાથી ઝીણાં જંતુઓનો નાશ કરે છે, બસ્તી અને રજશોધક હોવાથી ઋતુને નિયમિત કરે છે.

મીંઢોળમાં આવા અત્યુત્તમ ગુણો હોવાથી જ સંસાર-વ્યવહારમાં સંલગ્ન થતાં. નવવધૂ વર જો પ્રજોત્પત્તિમાં નિષ્ફળ થાય તો તેમણે મીંઢોળનો ઉપયોગ કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકશે એવી સંજ્ઞા તરીકે જ તેઓના લગ્નસમયે મદનલ્ફળ હાથે બાંધવાની પ્રણાલી પુરાતન કાળમાં ઉત્પન્ન થઈ આજ સુધી ચાલી આવી છે .

પરંતુ અફ્સોસ કે એ બાબતનું ખરું રહસ્ય આજકાલ આપણે ગુમાવી બેઠા છીએ અને તેથી બીજા અનેક રિવાજો કે જે આપણા પૂર્વજોએ તો ઘણા ડહાપણથી બાંધ્યા હશે, પરંતુ તેનું સત્ય રહસ્ય નહિ સમજી શકવાથી આજકાલના સુધારકો તરફથી તે રિવાજોને માટે જેમ હાંસીને પાત્ર થઈને છીએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!