ઘુંટણ, એડી, કમરનો દુ:ખાવો અને પાચનના રોગથી છુટકારો મેળવવા ઘરે જ બનાવી લ્યો આ મેથીના દાણાની ચા, ગેરેન્ટી જીવો ત્યાં સુધી દવાની જરૂર નહીં પડે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મેથીની ચા એક સર્વોત્તમ દવા તરીકે જાણીતી છે. ઘણા લોકો મેથીનો પાવડર અથવા મેથીને પાણી સાથે પીવે છે. જેનાથી એમની વા ની બીમારીમાં ધીમે ધીમે રાહત થાય છે. આવો આપણે સૌ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી મેથીની ચા બનાવીને તેને પીવાની પદ્ધતિ વિશે જાણીએ.

મેથી આંતરડામાંથી ભેગો થયેલો ગેસ બહાર કાઢે છે, જેથી અંદરના અવયવોની સફાઈ થાય છે. સોજા, બળતરા અને પીડાનો નાશ થાય છે અને એ કાર્યક્ષમ બને છે. આ કારણસર મેથી અલ્સર, કેન્સર અને કોલાયટીસ વગેરે બીમારીઓમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ છે.

૩૦૦ ગ્રામ પાણીમાં બે ચમચી મેથીના કુરિયા ૨૪ કલાક પલાળી રાખો. પછી એ જ પાણીમાં એનો રસ તૈયાર કરીને પીવો. આ રસમાં વધારે પ્રમાણમાં બી-૧૭ મળે છે, એ અલ્સર, કોલાઇટીસ અને કેન્સરમાં લાભકારી તો છે જ પરંતુ એનાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.

મેથી ટ્રાયગ્લીસરાઇડ પર નિયંત્રણ આવીને પેશાબ અને લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રિત કરે છે. તેનાથી હૃદયરોગ અને રક્તસંચારના રોગો અને હાય બી.પી.માં ફાયદો થાય છે.  તો ચાલો હવે આપણે જાણીએ મેથીની ચા કેવી રીતે બનાવવી.

૧ ચમચી મેથીના કુરીયા ૧ ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી રાખો. સવારે તેને ઉકાળો. અડધું પાણી બળી જાય ત્યારે તેને નીછે ઉતારી લેવી,આ ચા નાસ્તો કરતાં પહેલા અથવા પછી પીઓ. સવારે પલાળીને ચા બનાવીને સાંજે જમવાના ૧૦ મિનિટ પહેલા અથવા જમ્યા પછી પીઓ, આ કડવી ચા ન પી શકતા હોય તો એમાં મધ, સાકર, બુરુ, ખાંડ પણ મેળવી શકાય છે.

હવે અમે તમને જણાવીશું આ મેથીની ચા થી થતાં અનેક ફાયદાઓ.  આ ચા પીવાથી ઘુંટણનો દુ:ખાવો, એડીનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો વધારેમાં વધારે ત્રણ મહિનામાં મટી જશે. સોજા ઉતરી જશે. ઘુંટણની બળતરા બંધ થશે. સાયટીકા અને કમરનો દુઃખાવો મટી જશે. ફુલેલું પેટ અને વજન પણ ઓછું થશે.

ડાયાબિટીસ, હાઇ બી.પી., કોલેસ્ટ્રોલ, હાર્ટની બીમારીઓમાં રાહત જણાશે. જૂનામાં જૂનો મરડો મટી જશે. આ ગરમ ચા પીવાથી મોઢાના તેમજ ગળાના ચાંદા મટે છે. આનાથી દાંતના મસુઢા-પેઢામાંથી નીકળતું લોહી અને પરૂ બંધ થશે. આવી રીતે મેથી લાખ દુ:ખોની એક દવા છે.

ખૂબ ઝડપી વજન ઘટાડવું હોય તો મેથીની ચા કામ કરે છે.  તે વજન તે ઝડપથી ઘટાડે છે અને તમને કોઈ પ્રકારની બીમારી નહી થવા દે અને તમને અનેક રોગોથી મુક્ત રાખે છે. નિયમિત સવારે ભૂખ્યા પેટે મેથીની ચા પીવાથી પાચનક્રિયા સારી રહે છે. જેનાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. રોજ સવાર-સાંજ મેથી દાણા ગળવાથી સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓથી બચી શકાય છે

હવે આપણે મેથીની ચા ના ફાયદાઓની સાથે તેનાથી થતાં નુકશાન પણ જાણીશું તજા ગરમીવાળા તેમજ ગરમ પ્રકૃતિવાળા લોકો તેમજ જેમને ગરમ વસ્તુઓ માફક નથી આવતી અથવા જેમના શરીરમાં દાહ બળતી હશે એવા લોકોએ મેથીની ચા પીવી નહીં, જયુસ પીવું.

પિત્ત પ્રકૃતિવાળા લોકો, રક્તપિત્ત, રક્તપ્રદર (લાલ પાણી) લોહીવાળા મસા, નસકોરી ફૂટતી હોય એવા લોકો, પેશાબમાં લોહી આવતું હોય અથવા શરીરના કોઈપણ ભાગમાંથી લોહી નીકળતું હોય એવા લોકોએ આ ચા પીવી નહીં. મેથીનું   જ્યુસ પીવો.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top