મખાના ગોળમટોળ સુકા જેવા લાગે છે. ઘણા ઔષધીય ગુણોથી ભરેલા હોય છે. આપણા સવાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. મખાનાનો ઉપયોગ ભોજનમાં પણ કરી શકીએ છીએ. મખાનામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ખુબ જ પ્રમાણમાં મળી આવે છે. મખાનાથી બનેલી ખીર ખુબ સ્વાદિષ્ઠ હોય છે. શાકભાજી અને ભજીયામાં પણ નાખવામાં આવે છે. મખાના ખાવાથી શરીરના ઘણા રોગોમાંથી છુટકારો મળે છે.
મખાના માં ઔષધીય ગુણ પણ હોય છે. જેથી શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે. મખાના માં પ્રોટીન, વિટામીન, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક જેવા ખનીજ તેમ જ પોષક તત્વો મળી આવે છે. મખાના નો નિયમિત સેવન કરવાથી શરીરની નબળાઈ દુર થઇ જાય છે. અને આપણું શરીર તંદુરસ્ત રહે છે મખાનામાં રહેલા પ્રોટીનના લીધે તે મસલ્સ બનાવવામાં અને ફીટ રાખવામાં મદદ કરે છે.
મખાના કીડની અને હ્રદય માટે ફાયદાકારક છે. ફૂલ મખાનામાં મીઠું ઓછું હોવાને લીધે તે સ્પ્લીનને ડીટોકસીફાઈ કરીને કીડનીને મજબુત બનાવવા અને લોહીને પોષણ કરવામાં મદદ કરે છે. સાથે જ મખાના નું નિયમિત સેવન કેવાથી શરીરમાં નબળાઈ દુર થાય છે. અને શરીર તંદુરસ્ત રહે છે
મખાના કેલ્શિયમથી ભરપુર હોય છે. માટે સાંધાના દુઃખાવા ખાસ કરીને આર્થરાઈટીસના દર્દીઓ માટે તેનું સેવન ખુબ ફાયદાકારક હોય છે. સાથે જ તેના સેવન થી શરીરના કોપણ અંગમાં થઇ રહેલા દુઃખાવા જેમ કે કમરનો દુઃખાવો અને ગોઠણનો દુઃખાવાથી સરળતાથી રાહત મળે છે. મખાનાના સેવનથી તનાવ ઓછો થાય છે. અને ઊંઘ સારી આવે છે. રાત્રે સુતી વખતે દૂધ સાથે મખાનાનું સેવન કરવાથી ઊંઘ ન આવવાની તકલીફ દુર થઇ જાય છે.
ડાયાબીટીસ ચયાપચય વિકાર છે જે ઉચું સાકર નું સ્તરની સાથે હોય છે. ઇન્સુલીન હાર્મોનનો સ્ત્રાવ કરનાર અગ્નાશયના કાર્યમાં વિઘ્ન ઉભો થાય છે પણ મખાના ગળ્યા અને ખાટ્ટા બીજ હોય છે. અને તેના બીજ માં સ્ટાર્ચ અને પ્રોટીન હોવાને લીધે તે ડાયાબીટીસ માટે ખુબ સારું હોય છે.
મખાના એક એન્ટી-ઓક્સીડેંટ થી ભરપુર હોવાને લીધે બધી ઉંમરના લોકો દ્વારા સરળતાથી પચાવી શકાય છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ તેને સરળતા થી પચાવી શકે છે. તેનું પાચન સરળ છે. માટે જ તેને સુપાચ્ય કહી શકાય છે. ફૂલ મખાનામાં એસ્ટરીજન ગુણ પણ હોય છે. તે દસ્તમાં રાહત આપે છે. અને ભૂખમાં સુધારો કરવામાં મદદ કરે છે.
ગર્ભવતી મહિલાઓ અને શિશુના જન્મબાદ કમજોરી દૂર કરવા મખાણાનું સેવન કરવાથી ફાયદો થયા છે. મખાણાને રાતના દૂધમાં નાખીને ખાવાથી ઊંઘ સારી આવે છે. શરીરની કમજોરી દૂર કરે છે. તેમજ તાણને પણ દૂર કરે છે કોફી પીવાની લતને ઓછી અથવા તો દૂર કરવા મખાણા ખાવા. મખાના બનાવવાની રીત. મખાનાના ક્ષુપ કમળ જેવા હોય છે.
પાણી વાળા તળાવ અને સરોવરોમાં મળી આવે છે. મખાના ની ખેતી માટે તાપમાન 20 થી 25 ડીગ્રી સે તથા જરૂરી ફળદ્રુપતા 50 થી 90 ટકા હોવી જોઈએ. ઘણી વખત ઠંડીના કારણે કે પેટમાં સમસ્યા હોવાના કારણે ઝાડા થઇ જાય છે. એવામાં મખાના એકદમ દેશી ઈલાજ છે. મખાનાને થોડાક ઘી માં સેકી લેવા અને પછી આનું સેવન કરો.
ઝાડા બંધ થઇ જશે અને પેટ સારું થઇ જશે. આ ઝાડામાં તો આરામ દાયક છે. સાથે જ ભૂખ વધારે છે જેનાથી તમે ભોજનને આનંદ લઈને સેવન કરી શકો છો. મખાનામાં ફ્લોવોનોઈન્ડ્સ એન્ટી ઓક્સીડેન્ટ જોવા મળે છે. એ ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે. અને સ્વાસ્થ્યમાં સુધારો લાગે છે. આના સેવનથી કરચલીઓથી છુટકારો મળે છે.
ત્વચા ઢીલી થતી જઈ રહી છે, કે વાળ ઉંમરના પહેલા જ સફેદ થઇ રહ્યા છે. મખાનાનું સેવન કરવાથી તે હલ થાય છે. સાથે જ આ વજન ઓછું કરવામાં પણ લાભદાયક છે. આને ખાવાથી પેટ ભરાઈ જાય છે, વજન વધતું નથી અને શરીરમાં પ્રોટીન મળે છે.