જે મહિલાઓમાં સફેદ પાણી પાડવાની સમસ્યા વધી ગઈ હોય એ અચૂક અપનાવો આ ઘરેલુ ઉપાય, વાંચવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સફેદ પાણી પડવાની સમસ્યા ઘણી બહેનોને હોય છે. સામાન્ય રીતે દરેક સ્ત્રીને કોઈ પણ ઉંમરમાં ચીકાશયુક્ત સ્ત્રાવ થતો હોય છે અને એ જરૂરી પણ હોય છે. કારણ કે એનાથી ગર્ભાશયના રોગો થતા અટકે છે, અને યોનિ માર્ગ સૂકો થઈ જતો નથી, જેથી જીવાણુઓનું સંક્રમણ અટકે છે.

લ્યૂકોરિયા એટલે કે સફેદ પાણી પડવાની સમસ્યા મોટા પ્રમાણમાં મહિલાઓને સતાવે છે. જો સફેડ પાણી પીરિયડ્સ શરૂ થાય ત્યારે પહેલા કે પછી થોડો સમય પડે તો આ ખુબજ સામાન્ય વાત છે આમા ડરવા કે ગભરાવા જેવુ કંઈ નથી પણ જો સતત આ સમસ્યા રહે તો મહિલાનું શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે.

મોટા ભાગે પ્રાઈવેટ પાર્ટની સાફ સફાઈ ન કરવામાં આવે તો આ સમસ્યા થતી હોય છે. ક્યારેક મહિલાઓને જે જરૂરી પોષક તત્વો મળવા જોઈએ તે ન મળે તો પણ આ સમસ્યા સર્જાતી હોય છે. જો આ સમસ્યા વધારે થાય તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે. આ માટે કેટલાક દેશી અને ઘરેલુ અસરકારક નુસ્ખાઓ પણ છે જેનાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે.

પરંતુ કેટલીક સમસ્યાઓ દૂર રાખજે આ પ્રવાહીનું પ્રમાણ તેની જરૂરિયાત કરતા વધવા માંડે ત્યારે એ સ્વયં એક સમસ્યાનું રૂપ ધારણ કરે છે, જેને આધુનિક પરિભાષામાં લ્યુકોરિયા કહે છે.આમ તો, આ સમસ્યા ઘાતક, મારક કે અત્યંત પીડાકારક ન હોવાને કારણે બહેનો ઘણીવાર તેના તરફ બેદરકાર રહે છે.

સફેદ પાણી પડવું તે એક સ્વતંત્ર સમસ્યા છે. આમ છતાં, ક્યારેક તે લક્ષણરૂપે જોવા મળે છે. જેમ કે ગર્ભાશયની ગ્રીવા પર ચાંદી પડે ત્યારે સફેદ પાણી પડવું એ એક લક્ષણ હોય છે.

યોનિમાંથી થતા સ્ત્રાવનું મુખ્ય કારણ ઓવલ્યુશન છે. જો તમે જુઓ કે સ્ત્રાવ પાતળો, ચિકણો અને સફેદ છે તો એનો અર્થ છે કે તમારું ડિમ્બ ઉત્સર્જિત થઈ રહ્યું છે. આ સમયે તમારા ગર્ભવતી થવાની શકયતા વધારે હોય છે

યોનિમાંથી થતા સ્ત્રાવનું  એક બીજું કારણ ગર્ભાવસ્થા છે. જો સ્ત્રાવની માત્રા વધારે છે  અને આ પીળા રંગનો છે તો એનો અર્થ છે કે તમને જલ્દી જ પ્રસવ પીડા શરૂ થવાની છે. જો તમે ગર્ભવતી છો અને સ્ત્રાવ બલગમ જેવો છે અને વધારે માત્રામાં થઈ રહ્યો છે તો એનું અર્થ છે કે તમને જલ્દ જ પ્રસવ પીડા શરૂ થવાની છે. યોનિમાંથી થતાં સ્ત્રાવનું  એક કારણ યીસ્ટ ઈંફેકશન હોઈ શકે છે. આ બેકટીરિયાનું  કારણ હોય છે. જેમાં સ્ત્રાવ ઘટ્ટ, સફેદ હોય છે અને એમાં ગંદી દુર્ગંધ પણ હોય છે.

પ્રેગ્નંસી દરમિયાન હૉર્મોનલ બૅલેંસમાં ઘણા બધા ચેંજિસ આવે છે. મહિલાઓના વજનથી લઈ તેમના ખાન-પાન સુધી બધુ જ બદલાઈ જાય છે. સગર્ભાવસ્તામાં મહિલાઓને દરરોજ કોઈને કોઈ સમસ્યા સામે ઝઝુમવું પડે છે. આ ઉપરાંત સગર્ભાવસ્થામાં એક એવી વસ્તુ છે કે જે મહિલાઓ સાથે થાય છે, તે છે સફેદ પાણીનું નિકળવું.

આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં ગર્ભાશયની ગ્રીવા પર પડેલી ચાંદીને કોટરાઈજેશન  કરાવવાની સલાહ અપાય છે.આ સાથે એન્ટિબાયોટિક્સ અને અન્ય ઔષધો આપવામાં આવે છે. કમરમાં વધારે પડતું દર્દ થવુ. ચક્કર, થાક લાગવો, કમજોરી અનુભવવી, પ્રાઈવેટ પાર્ટમાંથી તીવ્ર વાસ આવવી, ખંજવાળ આવવી, કબજીયાત થવી, માથુ દુખવુ, ચક્કર આવવા જેવા લક્ષણો હોય છે આ રોગ નાં.

આ રોગનું સૌથી મોટો બચાવ એ છે કે હેલ્ઘી ડાયટ અપનાવો. લીલા શાકભાજી, નટ્સ અને દાળ ખાઓ. ભરપુર પાણી પીઓ. અઠવાડિયામાં એકવાર પાલક જરૂરથી ખાઓ. પ્રાઈવેટ પાર્ટની સફાઈ રાખો. હુંફાળા પાણીથી સાફ સફાઈ કરવાથી ફાયદો થાય છે. સુતરાઉ અંડરગાર્મેન્ટ્સ પહેરો.

વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યા ધરાવતી મહિલાઓએ રોજ એક કેળુ ખાવુ જોઈએ અને શેકેલા ચણા અને ગોળ ખાઓ. તમે ગોળ ચણા સાથે ગરમ દૂધ અને દેશી ઘી મેળવીને ખાઓ. રાત્રે પાણીમાં અંજીર પલાળીને ખાલી પેટે ખાઓ. જાંબુની છાલનો પાવડર ચૂર્ણ બનાવી હુંફાળા પાણી સાથે પીઓ.

મિક્ષ વેજીટેબલ જેવા કે બીટ, ગાજર, પાલક, મેથી દરેક ને ક્રસ કરી અને જ્યુસ બનાવી લો અને આ જ્યુસ નું રેગ્યુંલર સેવન કરો આવું કરવાથી તમને ધીમે ધીમે સફેદ પાણી ની સમસ્યા દુર થઇ જશે. આ શિવાય મેથીની ફાકી બનાવી અને પાણી સાથે થોડા દિવસ પીઓ આવું કરવાથી પણ સમસ્યા થી મુક્તિ મળશે.

ઘર માં ફટકડી હોય તો ફટકડી ને ગરમ પાણી માં પલાળી દો અને તેનાથી પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરો આવું કરવાથી તેમાં રહેલા અમુક જીવાણુઓ નો નાંસ થાય છે. અને  ત્જોડા સમય માં તમને એ સમસ્યા થી રાહત મળશે.

આદુ નો ઉપયોગ કરવાથી પણ આ સમસ્યા જળ મૂળ માંથી નીકળી જાય છે. થોડું પાણી લઇ અને તેમાં આદુ નાખો અને એકદમ ઉકળવા દો. પાણી લગભગ અડધું થાય ત્યાં સુધી ઉકળવા દો હવે આ પાણી પીવો  થોડા દિવસ આ પ્રયોગ કરવાથી તમને સફેદ પાણી ની સમસ્યા થી રાહત મળશે. આ શિવાય ચોખા ને ઉકાળી અને તે પાણી દ્વારા સફાઈ કરવાથી પણ આ રોગ માં રાહત થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top