આ નાનકડા બીજ છે ધરતી પરની સંજીવની, લોહી શુદ્ધ કરી વજન અને કોલેસ્ટ્રોલને કરી દેશે જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તકમરીયાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય તકમરીયાનું મધ સાથે સેવન કર્યું છે? તકમરીયા અને મધનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય ખૂબ ફાયદાકારક છે. કારણ કે તકમરીયા અને મધ બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. તકમરીયા અને મધનું એક સાથે ખાલી પેટ સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે.

તકમરીયામાં ફાઇબર, એમિનો એસિડ, વિટામિન બી, વિટામિન બી 12, નિયાસિન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ પ્રોટીન, વિટામિન એ, બી, સી, ઝીંક, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ જેવા ઘણા પોષક તત્વો પણ મધમાં જોવા મળે છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે,

સાંધામાં દુખાવો અને સાંધામાં સોજાની ફરિયાદ હોય ત્યારે ખાલી પેટે તકમરીયા અને મધનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પીડા અને બળતરા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. ઉનાળામાં તકમરિયાનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. ઉનાળા તકમરીયાનું જ્યુસ બનાવીને પી શકાય છે. તકમરિયાના બીજને પલાળીને તેનો જ્યુસ બનાવીને પીવાથી શરીરને ઠંડક મળે છે, તેમજ લૂ પણ લાગતી નથી. તકમરિયાનું જ્યુસ પીવાથી નસકોરી ફૂટવાની સમસ્યા પણ અટકે છે.

 દરરોજ સવારે 1 ગ્લાસ હુંફાળા પાણીમાં 1 ટેબલસ્પુન બી નાખી વાપરવાથી પાચન સુધરે છે.તકમરિયા નું સેવન કરવાથી 18 ટકા કેલ્શિયમ ની ઉણપ પૂરી થાય છે, જે દાંત અને હાડકાને મજબુત કરવામાં મદદ કરે છે.

તકમરિયા પૌષ્ટિક હોવાથી  તે યકૃતની મંદતા, પ્લીહા તથા મૂત્રાશયની વ્યાધિમાં તકમરિયા ગુણકારી છે. તકમરિયાના બીજને વાટીને ખાંડીને બાવળના ગુંદર સાથે તેનો ઉપયોગ કરવાથી મરડો મટે છે. તકમરિયાના મુળિયા નાના બાળકોને કબજિયાત મટાડવા માટે ઉપયોગી છે. ગ્લાસ પાણીમાં તકમરિયાના બીજ પલાળી તેમાં સાકર નાખીને પીવાથી એસીડીટી મટે છે. શરીરમાંના લોહીને તકમરિયાના બીજ શુદ્ધ કરે છે જેના લીધે તે શરીરમાં ચામડીના રોગો થતા નથી. સાથે તે શારીરિક ક્ષમતામાં પણ વધારો કરે છે. તેનાથી શરીર સ્વસ્થ રહે છે

વધતા કોલેસ્ટ્રોલ હૃદયરોગનું સૌથી મોટું કારણ છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ખાલી પેટ કાલોંજી અને મધનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ખાલી પેટે કલોંજી અને મધનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે.

તકમરીયા અને મધ બંનેમાં વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે, તેથી જો તમે ખાલી પેટે કલોંજી અને મધનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના દ્વારા તમે અનેક પ્રકારની બીમારીઓનો શિકાર થવાથી બચી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top