શરીર ના ગમે તેવા દુખાવા અને મચકોડ થી છુટકારો મેળવવા માટે વાંચવા અને શેર કરવા જેવો લેખ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણીવખત પગ ખાડામાં પડવો અથવા તો સીડી પરથી ત્રાસો મુકાઇ જવાથી પગમાં મોચ આવી જાય છે અને ચાલતા ચાલતા હાથ-પગ મરડાઈ જાય કે ઈજા ને કારણે મોચ આવી જવી સામાન્ય વાત છે. અને એના લીધે મોચ પરના ભાગે સોજો આવી જાય છે અને ઘણો દુ:ખાવો થવા લાગે છે.

આજકાલ  જીવનશૈલી એવા પ્રકારની થઇ ગઇ છે કે સ્નાયુ જકડાઇ જવા કે તેમાં દુ:ખાવો થવા જેવી તકલીફો સાવ કોમન થઇ ગઇ છે. પહેલાંના સમયમાં શારીરિક હલનચલન વધુ હતું. આજે જકડન વધુ છે. લોકોની બેસવા-ઊઠવાની પદ્ધતિમાં ફેરફાર આવી ગયો છે. અગાઉના સમયમાં લોકોની હલનચલન શારીરિક શ્રમ થાય એવા પ્રકારની હતી. આજે બેઠાડુ થઇ ગઇ છે.

‘સગવડ એટલી અગવડ’ એવી હાલત થઇ છે. બેઠાડુ શૈલીને કારણે આજે લોકોમાં સ્નાયુના દુ:ખાવાનું પ્રમાણ વધ્યું છે.તો ચાલો જાણીએ મોચ અને સોજો દુર કરવાના અનુરૂપ ઘરેલું ઉપાયો.

દુખાવા અને સોજા ના ઈલાજ :

જો અજમાને તવા પર સેકી અને પછી તેને ઠંડો થયા પછી ચાવીને ગળી જાવ છો તો  ઘણો ફાયદો પહોંચશે. આ પ્રયોગ  7 દિવસ સુધી કરવાનો છે. આ પ્રયોગ થી કમરના દુખાવામાં ઘણી રાહતમળે છ.  અરણીના પાંદડાને ઉકાળેલી કોઈ પણ પ્રકારના સોજા ઉપર બાંધવાથી અને હાથથી વાટેલી 1-2 ગ્રામ હળદરને સવારે પાણી સાથે લેવાથી સોજા દુર થઇ શકે છે.

પૂરતો આરામ લેવો અને દુખાવો વધારતી પ્રવૃત્તિઓ જેવી કે વજન ઊંચકવું વગેરેને ટાળવી. બરફ લગાડવો. સૌ પ્રથમ દર કલાકે 15 મિનીટ સુધી અને બીજા દિવસથી દરરોજ ઓછામાં ઓછું દિવસમાં ચાર વખત. ગળાના સોજ માટે જાંબુના ઝાડની છાલના રાબના કોગળા કરવાથી ગળાના સોજામાં ફાયદો થાય છે.

લાકડું-પથ્થર વગેરે લાગવાથી આવેલ સોજા ઉપર હળદર અને ખાવાનો ચૂનો એક સાથે વાટીને ગરમ લેપ કરવાથી અથવા આંબલીના પાંદડા ઉકાળીને બાંધવાથી સોજો ઉતરી જાય છે.

મચકોડ નો ઈલાજ :

અજમો અને લસણ બાળીને કડવા તેલમાં નાખી તે તેલનું માલીશ કરવાથી દરેક પ્રકારની મોચ અને શરીરનો દુ:ખાવો દુર કરી શકાઈ છે. મોંચ વાળી જગ્યા પર સરસવનું તેલ અને હળદરને ગરમ કરીને લગાવો અને તેની ઉપર એરંડિયાના પાંદડા મુકીને પાટો બાંધી દો મોંચ ઉતરી જશે.

મોચ અથવા ચોટને લીધે લોહી જામી જવાથી અને ગાંઠ પડી જવા ઉપર વડ ના કુણા પાંદડા અને મધ લગાવીને બાંધવાથી ફાયદો થાય છે. મોચ વાળી જગ્યાએ ચણા બાંધવા અને તેને પાણીથી પલાળતા રહો. જેમ જેમ ચણા ફૂલશે તેમ તેમ મોચ દૂર થતી જશે, આ ખુબ અસરકારક ઉપચાર માનવામાં આવે છે.

જો શરીર ના કોઇ વિશેષ ભાગ અથવા માંસપેશીઓ માં દુખાવો થઈ રહ્યો છે તો તમે ત્યાં હૂંફાળા પાણી થી શેક કરી શકો છો. પરંતુ આ દુખાવો આખા શરીર માં થાય તો હૂંફાળું પાણી થી સ્નાન કરી લેવું એક સારો આઈડિયા છે. હૂંફાળા પાણી મસલ્સ ને રિલેક્સ કરવા નું કામ કરે છે. આનાથી દુખાવા માં જલ્દી રાહત મળી જાય છે. વાસ્તવ માં ગરમ પાણી થી મસલ્સ ઢીલા થાય છે. આ એમની વચ્ચે નો તણાવ ઓછો કરી દે છે, જેનાથી રાહત મળે છે.

અથવા  સૌપ્રથમ મચકોડવાળી જગ્યા પર  બરફ ઘસવામાં આવે છે અને એ ભાગ પર પટ્ટો બાંધવામાં આવે છે. છેલ્લા તબક્કામાં સ્નાયુની  મજબૂતાઈ વધારવા અમુક કસરતો  કરવામાં આવે છે. ફટકડીનું ૩ ગ્રામ ચૂર્ણ ને અડધો કિલો ગરમ દૂધ સાથે લેવાથી મોચ અને અંદરના ઘાવ વહેલા ઠીક થઇ જાય છે.

મોચ વાળી જગ્યા ઉપર મધ અને ચૂનો ભેળવીને તેનાથી દિવસમાં ૨-૩ વખત હળવું માલીશ કરવાથી તરત રાહત થાય છે. કડવા તેલમાં અજમો અને લસણ બાળીને તે તેલનું માલીશ કરવાથી દરેક પ્રકારની મોચ અને શરીરના દુખાવો દુર થઇ જાય છે.

મોચ આવી જવા ઉપર આંબલીના પાંદડા ને વાટીને તેને હુંફાળું કરીને તેનો લેપ લગાવવાથી તરત જ રાહત મળે છે. મીઠાને ધીમા તાપ ઉપર વધુ શેકીને ગરમ ગરમ જ કોઈ મોટા કપડામાં બાંધીને મોચ વાળી જગ્યા ઉપર સેક કરવાથી રાહત થાય છે.

નાના બાળકોના દુખવાના ઈલાજ :

બાળકોને મૂઢ માર વાગે ત્યારે એના પર બરફ દબાવવો. આમાં બરફ ડાયરેક્ટ સ્કિન પર લગાવવાને કે રૂમાલમાં રાખીને દબાવવાને બદલે આઇસ પૅકનો ઉપયોગ કરવો. ગરમ પાણીની કોથળી આવે છે એવી જ આ એક પ્રકારની કોથળી છે. જેમાં એવું મટીરિયલ હોય છે જે પોતે જ ઠંડું થાય અને જે ભાગમાં દબાવતા હો એ મુજબનો શેપ પણ એ પકડી લે છે. માટે એ ઘરમાં રાખવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top