વિદેશ માં વસતા દીકરા ના ઘર માં શાંતિ લાવવા માં એ ભર્યું આ પગલું દરેકે જરૂર વાંચવા જેવુ સત્ય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રમેશ અને રીના પરણી ને અમેરિકા આવી ને સેટ થઈ ગયા હતા. તેમના મમ્મી અને પપ્પા ઈન્ડિયા રહેતા હતા. પપ્પા ના મરણ પછી રમેશે તેના મમ્મી ને અમેરિકા તેડાવી લીધા. પતિ પત્ની બંને નોકરી કરતાં હતા અને તેના મમ્મી ઘર નું બધુ કામ કરતાં હતા. રીના એ મમ્મી આવ્યા પછી ઘર કામ કરવાનું સદંતર બંધ કરી દીધું હતું.

આ વાત રમેશ ને ગમતી ન હતી . એટલે એમના ઘર માં કાયમ આ બાબતે ઘરકંકાસ રહેતો હતો. ” હું આ તારી બધી કરતૂત ચલાવી લઉં છું કારણ કે એ બહાને પણ મારી મમ્મી મારી સાથે તો છે. એને એકલી ને ત્યાં બરોડા માં રહેવા કેવી રીતે દઉં ? તું મારી કમજોરી જાણે છે એનો લાભ ઉઠાવે છે.” સાંભળતા જ  રીના એ જવાબ આપ્યો ” તો એક કામ કર, મને છોડી દે.”

માયાબેન દિકરા વહુની આરગ્યુમેન્ટ સાંભળી રહ્યા. એ કંઈ કરી શકે એમ નહોતા. મયંક ભાઈ ના મૃત્યુ પછી એ એકલા પડી ગયા હતા. છેલ્લા છ મહિનાથી એ ત્યાં અહીંના વાતાવરણને એડજસ્ટ થવાની કોશિશ કરતાં હતાં, ત્યાં દીકરા વહુ ના બધા જ એડજસ્ટમેન્ટની બાષ્પીભવન થઈ ગયું હતું.

ગુસ્સામાં રૂમમાંથી બહાર આવેલા નીરજને માયાબહેને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘જો બેટા, તું અને રીની આ રીતે રોજ ઝઘડો કરો એ સારી વાત નથી.” ‘પણ મમ્મી, તને આરામ આપવાને બદલે એણે તો ઘરનું કામ જ છોડી દીધું છે. આ ઉંમરે હું આટલું બધું કામ કરે તે મારાથી જવાનું નથી.” જો બેટા, હું ઈન્ડિયા એકલી રહેતી હોય તો કદાચ આનાથી યે વધારે કામ કરવું પડત.

સરસ મમ્મીજી, હવે તમે મારા દીકરાને ચડાવો. મારા માટે તમારે જેટલું ખરાબ બોલવું હોય એટલું બોલી નાખો.” મા-દીકરાને વાત કરતા જોઈ રીનીનું મગજ સાતમા આસમાને પહોંચી ગયું હતું.“ના બેટા, હું નીરજ ને કાંઈ ચડાવી નથી રહી. હું તો ઉલટાની…” જવા દો ને મારે હવે તમારી સાથે કોઈ જીભાજોડી નથી કરતી.’ રીની ઘરની બહાર નીકળી ગઈ અને નીરજ પાછો રૂમમાં ચાલ્યો ગયો.

સવારે નીરજ વહેલા ઉઠી ગયો. પણ રાનીની હજી સવાર પડી નહોતી. માયાબેને ફરી નીરજને સમજાવવાની કોશિશ કરી. “બેટા, મારા લગ્નને હજી પાંચ વરસ થયા છે. ત્યારે આ હાલ છે તો આગળના પચાસ વરસ કેવી રીતે જશે? રીની અહીંની ઉછરેલી છે. એ તો બહુ સારી છોકરી છે. એનો ઉછેર અહીંનો હોય એટલે રીત-ભાત તો જુદી પડે ને બેટા.’

મમ્મી, મને એવું લાગે છે મેં અહીં રહીને ઘણું ગુમાવ્યું છે. સોમથી શુક્ર ગાંડાની જેમ કામ કરો. વીકએન્ડમાં મિત્રો સાથે મોડે સુધી પબમાં બેસો. શનિવારે બપોર સુધી સૂઈ રહો અને પછી આખા વીક માટે ગ્રોસરી નુ શોપિંગ કરો, ઘરે આવી બધું ઠેકાણે પાડો. રાહુલ સાથે તો રમવાનો સમય જ નથી મળતો. આ દેશ ફકત પૈસા કમાવા માટે સારો છે. બાકી આનંદ તો ક્યાંય નથી.

તને સુખી કરવાની મારા સપનાં તો ક્યાંય વિખરાઈ ગયા.’’ નીરજના અવાજમાં ભારોભાર ઉદાસી હતી. “ જો બેટા, હું તો અત્યારે તારી સાથે જ છું અને બહુ ખુશ છું અને માણસને કોઈ ખુશ ન કરી શકે. ખુશી આપણી અંદર હોવી જોઈએ. એ તો મનઃસ્થિતિ છે. ખુશીને અને દેશને કોઈ સંબંધ નથી.”

બહુ વિચાર્યા પછી માયાબેને પોતાનો રવૈયો બદલ્યો. હવે નીરજને ભાવતી વસ્તુ નહીં પણ રીના ને ભાવતા ભોજન બનાવવા લાગ્યા. રીનાની મમ્મી ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા એટલે વર્ષોથી રાની મા ની લાગણી થી વંચિત હતી. માયાબેને ચારે હાથે રીની પર પ્રેમની વર્ષા કરવા માંડી.

સવારે અને લંચ બોક્સ આપવા, સાંજે આવે ત્યારે એની સાથે બેસી ચા નાસ્તો કરતા કરતા ઑફિસની વાત કરી અને પછી સાંજે મને ભાવતું બનાવવું. ભણેલી ગણેલી રીની આમ તો બહુ ડાહી છોકરી હતી. પણ નીરજ ના વધારે પડતા એક્સપેક્ટશનને લીધે બંને વચ્ચે ખૂબ આરગ્યુમેન્ટ થતી.

રીની માયાબેનનાં વાત્સલ્ય ભર્યા વ્યવહારથી ખૂબ ખુશ રહેવા લાગી. હવે રીની અને નીરજ ના ઝગડા નહીંવત્ થઈ ગયા હતા. માયાબેન અને રાની વચ્ચે મા-દીકરી સમા લાગણીના તાર બંધાવા લાગ્યા હતા. માયાબેન, એમના બધા ફ્રેન્ડસને વીકએન્ડમાં ઘરે બોલાવી સારું સારું ભોજન કરાવતા, પબ અને વીકએન્ડ પાર્ટીઓ બંધ થવા લાગ્યા. હવે નીરજ ને પણ નહીં ગમવા લાગ્યું. જીવનમાંથી ‘‘નથી”નો અભાવ દૂર થવા લાગ્યો.

રીના નો સ્વભાવ અને વ્યવહાર તદ્દન બદલાઈ ગયા હતા. માયાબહેનના વહેતાં પ્રેમની સરવાણી ઘરનું વાતાવરણ બદલી નાખ્યું હતું. એની વાત સાચી હતી ‘જીવનમાં આનંદ આવશે નહીં, એને લાવવો પડે.’ રાની અને નીરજ નાં જીવનને બારણે ખુશી દસ્તક દેતી ઊભી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top