આજની લાઈફસ્ટાઈલ અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીનો શિકાર બનતા હોય છે. તેમાંથી એક છે લો બ્લડ પ્રેશર. આજકાલ મોટાભાગના લોકોમાં લો બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. જેમ હાઈ બ્લડ પ્રેશર સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે, તેવી જ રીતે લો બ્લડ પ્રેશર પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
બ્લડ પ્રેશર ઓછું હોય તો ચક્કર આવવા, નબળાઈ, ઊલટી, બેભાન થવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માટે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું જરૂરી છે. જ્યારે લો બ્લડ પ્રેશર હોય ત્યારે કયા પ્રિસ્ક્રિપ્શન્સ અપનાવવા જોઈએ. જરૂર અપનાવો આ ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર
લો બ્લડપ્રેશરના ઉપાય:
જે લોકોને બ્લડ પ્રેશર ઓછું હોય તેમણે તરત જ મીઠાનું સેવન કરવું જોઈએ. આ માટે લીંબુના શરબતમાં ચપટી મીઠું મિક્સ કરીને પીવો. આ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. જો કોઇનું બ્લડપ્રેશર અચાનક ઘટી જાય તો તેમને કોફી પીવરાવવી જોઈએ . કારણ કે તરત કોફીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર તરત જ નોર્મલ થઇ જાય છે.
જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે તુલસીના પાનનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તુલસીમાં પોટેશિયમ, વિટામિન સી, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે, તેથી જો તમે બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે તુલસીના પાનનું સેવન કરો છો, તો બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. જ્યારે લો બ્લડ પ્રેશર હોય ત્યારે આમળાનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, આમળાના રસમાં મધ મિક્સ કરીને પીવાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.
લો બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આદુના ટુકડામાં લીંબુનો રસ અને રોક સોલ્ટ મિક્સ કરીને ખાઓ. કારણ કે તેના સેવનથી બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે. શરીરમાં પાણીની કમી હોય તો પણ લો બ્લડ પ્રેશરની ફરિયાદ થઈ શકે છે. તેથી બ્લડપ્રેશર અચાનક ઓછું થઇ ગયું હોય તો તરત જ પાણી પીવું જોઇએ.
જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે નાળિયેર પાણીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર તરત જ નોર્મલ થઇ જાય છે. જ્યારે બ્લડપ્રેશર ઓછું હોય, ત્યારે તમારે તમારી બેસવાની સ્થિતિ બદલવી જોઈએ.