મહામારીનો અકસીર ઈલાજ છે આ ઔષધિ, શ્વાસ-ઉધરસ અને પેટના રોગો માટે છે મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ શરદી-ખાંસી, ઉધરસ  ના લીધે આયુર્વેદિક દવાઓનું મહત્વ ખુબજ વધ્યું છે. લોકો આયુર્વેદ તરફ વધારે વળ્યા છે. આવી સ્થિતિમાં ઘણા આયુર્વેદિક ડોકટરો લીંબુનું સેવન વધારે કરવાની સલાહ આપી રહ્યા છે. માટે અમે લીબુના ફાયદા તમને જણાવી રહ્યા છીએ. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

લીંબુને સાઈટ્રિક ફળ માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં અનેક પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ વગેરે જેવા પોષકતત્વો જોવા મળે છે. લીંબુ થી શરીરમાં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે, આ ઉપરાંત લીંબુ બીજા અનેક રોગોનો રામબાણ ઈલાજ છે. ચાલો જાણીએ લીંબુ થી થતાં ફાયદા વિશે.

લીંબુનો રસ-બીજ સાથે એક ગ્લાસમાં કાઢી, ઉપરથી થોડું પાણી ઉમેરવું અને પછી ગ્લાસમાં કપડું ઢાંકી રાત્રે ચાંદનીમાં મૂકી સવારે દાતણ કર્યા પછી આ પાણી પીવામાં આવે તો જૂની કબજિયાત મટે છે. બપોરે અને સાંજે જમ્યા પછી ૧ લીંબુ નીચોવી, એમાં સિંધવ મેળવી પીવાથી કબજિયાત દૂર થાય છે. અને માથાનાં દર્દો પણ મટે છે.

લીંબુ, આદુ અને સિંધવ ચાર દિવસ પાણીમાં પીવું. ત્યારબાદ કેસર અને જાયફ્ળ લીંબુનો રસમાં ઘસીને પીવું. આથી અજીર્ણ દૂર થાય અને મર્દાઈ આવે છે. લીંબુમાં છિદ્ર કરીને તેમાં સિંધવ ભરવો બાદ છિદ્ર બંધ કરી લીંબુને આગ પર ગરમ કરવું એ લીંબુ ચૂસી જવાથી પેટની તમામ બીમારી દૂર થાય છે.

સૂંઠ, શુદ્ધ ગંધક, સિંધવ અને લીંબુનો રસ ખૂબ ઘૂટવો. ત્યારબાદ એની ગોળી બનાવી સવાર સાંજ બે ગોળી ખાવાથી જઠરાગ્નિ તેજ થાય છે. ૧૦૦ ગ્રામ લીંબુનો રસ, ૨૦ તોલા કાળું મીઠું અને ૬ ગ્રામ હિંગ એક શીશીમાં ભરવું રોજ હલાવતા રહેવું અને પછી છ દિવસ બાદ આ ચૂર્ણ ૧૦ ગ્રામ રોજ ખાવું. આથી પેટના દર્દો નાશ પામે છે.

લીંબુના રસમાં અફીણ ઘસીને ચાટવાથી અતિસારના રોગમાં લાભ થાય છે. લીંબુનો રસ અને અફીણ બંને મિક્સ કરી ચાટી જવાં. તેના પર દૂધ પીવાથી રક્તાતિસાર મટે છે. ભોજનના સમયમાં ૨ લીંબુનો રસ લેવાથી અપચાનો ભય રહેતો નથી. ઈસબગુલ અને લીંબુનું શરબત પીવાથી તૃષારોગ મટે છે.

૨૦૦ ગામ ખાટા લીંબુનો રસ ૧ કિલો ખાંડની ચાસણીમાં શરબત બનાવવું. આ શરબત ઊલટી બંધ કરવાનો ગુણ ધરાવે છે. જરાક સૂંઠ અને લીંબુનો રસ ભેગાં ચાટવાથી બાળકોને આવતી હેડકી મટે છે. લીંબુને ચીરીને સિંધવ મેળવી ચૂસવાથી મોઢાંથી પડતું લોહી બંધ થાય છે. જમાલગોટાની જડ, અફીણ અને લીંબુના રસનો લેપ આંખ ઉપર કરવાથી આંખનો દુઃખાવો મટે છે.

ગાયના દૂધમાં લીંબુનો રસ નાંખી પીવાથી મૂત્રકૂચ્છ, પ્રમેહ, દાહ અને સ્ત્રીયોનિના દોષ દૂર થાય છે. લીંબુની બે ફાડ કરવી. ગરમ તવી પર મૂકીને એ ફાડથી માથામાં શેક કરવાથી માથાનું દર્દ મટે છે. સાજીખાર અને કાગજી લીંબુનો રસ મેળવી કાનમાં નાંખવાથી કાનમાંથી વહેતું પરુ, લોહી બંધ થાય છે.

ખસના ભાગ ઉપર લીંબુ-ગોળ સાથે મિલાવી લગાડવાથી ખસ મટે છે. આ દવા લગાડી પાટો બાંધવો. બીજોરા, લીંબુનો રસ, કેરીનો રસ, (કાચી કેરી) અને આદુ – ત્રણ મેળવી તેનાં બે ટીપાં કાનમાં નાંખવાથી કાનના સણકા બંધ થાય છે. લીંબુનો રસ અને સિંધવ પાણી સાથે લેવાથી પથરીના રોગમાં ફાયદો કરે છે. લીંબુનો રસ અને સાકર મેળવી પીવાથી હૃદયની ધડકન ઘટે છે. હિસ્ટિરિયા રોગમાં આ દવા ગુણકારી સાબિત થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Scroll to Top