લીમડા ની લીંબોળી નું આ રીતે સેવન કરવાથી થાય છે ઘણી બીમારીઓ દૂર, જાણી ને થઈ જશો તમે પણ હેરાન..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણી ભારતીય સંસ્કૃતિ માં લીમડા ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું  છે. દરેક લોકોએ લીમડા અને તેનું ફળ લીંબોળી વિશે તો સાંભળ્યું જ હશે. લીમડો સામાન્ય રીતે પુરા ભારત મળી આવતું વૃક્ષ છે.ઉનાળા માં લીમડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે .આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લીમડાના પાણીથી નહાવાથી ખંજવાળ અને અનેક ચામડીના રોગો દૂર થાય છે. ચૈત્ર મહિનામાં લીમડાના પાન અને કુણી કુપળો નો ઉકાળો પીવાથી આખુ વર્ષ નિરોગી રહેવાય છે, એટલે કે આખું વર્ષ તાવ આવતો નથી. લીમડાના ઝાડ નીચે ગરમીમાં બેસવાથી શીતળતા મળે છે.મોટાભાગના લોકો લીમડા ના ઉપયોગ વિશે જાણતા હોય છે .પરંતુ તેનું ફળ એટલે કે લીંબોળીના ફાયદા વિશે નથી જાણતા લીમડાના ફળથી પણ શરીર મા અનેક ફાયદાઓ થતાં હોય છે. લીંબોળી થી આંખ થી લઈને કિડની સુધીના રોગો માટે ઉપયોગી છે . વાળ ની કોઇ પણ સમસ્યામાં લીંબોળી ઉપયોગી છે .

લીંબોળી ના ફાયદા:

ખરતા વાળ, ખોડો જેવી તકલીફોમાં લીંબોળીના તેલનો ઉપયોગ કરવો જોઈએ. લીંબોળી ને પાણીમાં ઉકાળી ઉકાળેલા આ પાણી પીવાથી કિડની અને પ્રોસ્ટેટની સમસ્યાઓ દૂર થાય છે . લીબોળી ને પીસી લઈને ઘરની આસપાસ અને રૂમમાં રાખવાથી ઘરમાં મરછરો પ્રવેશતા નથી. લીંબોળી માંથી નીકળતું તેલ મચ્છર ને ઈંડા મુક્રતા રોકે છે. જેના લીધે મેલેરિયા અને ડેન્ગ્યું જેવા રોગો થી શરીર ને બચાવી શકાય છે. કૉલેરાના દરદીને પિંડીઓ પર તથા પગે લીંબોળીનું તેલ ચોળવાથી ઘણો જ ફાયદો થાય છે.

દુખતા હરસ-મસા માટે લીંબોળીને  લીંબોળી ના તેલમાં કે તલ તેલમાં બાળી, ખરલ કરી તેમાં સહેજ મોરથૂથું મેળવીને તૈયાર કરેલો મલમ મસા પર લગાડવાથી તે ખરી જાય છે. દૂઝતા હરસમાં લીંબોળીને મોળી છાશમાં વાટીને પીવરવવી. કાનમાંથી લોહી નીકળવું, પરુ નીકળવું કે ખજવાળ આવવી વગેરેમાં લીંબોળીનું તેલ કાનમાં ૪-૬ ટીપાં રાત્રે નાખવાથી રાહત મળે છે.

લીબોળી ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી વધતી ઉંમરના લક્ષણો દૂર થાય છે .લીંબોળીમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીએજીંગ ગુણ હોય છે. તેના ઉપયોગ કરવાથી ત્વચા માં રહેલા દાગ ધબ્બા દુર થઇ જાય છે  અને  ત્વચાને યુવાન રાખે છે . દાંતને મજબૂત અને પેઢાની સમસ્યાને દૂર કરવામાં પણ કામ આપે છે .તેની પેસ્ટ દાંત સાફ કરવામાં, પેઢાના ના સોજો ,મો ની દુર્ગંધ દુર કરવામાં વપરાય છે. વારંવાર નાક બંધ થઈ જતું હોય તો લીંબોળીના તેલનું નસ્ય આપવાથી ઘણો ફાયદો થાય છે.

લીમડા ના ફળ એટલે કે લીંબોળી મેલેરિયા ના રોગ માટે રામબાણ ઈલાજ છે. આ શિવાય શરીર ના મેલેરિયા જેવા રોગો થી બચાવવા માટે પણ લીંબોળી ખુબ જ ફાયદાકારક છે. એન્ટીબેકેટેરિલ અને એન્ટીએલર્જી જેવા ગુણો હોય છે.આ ગુણો ના લીધે ઘાવ,ચોટ,દાદ, ખુજલી વગેરે ને ઠીક કરવા લાભકારી સાબિત થાય છે. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં લીમડાના દાંતણ નો ઉપયોગ કરવામાં આવે છે. લીમડાનો ઉપયોગ કેટલીક ટૂથપેસ્ટ બનાવામાં થાય છે.મોંઢા ને લગતા અનેક પ્રકાર ની સમસ્યાઓ ને દૂર કરવા માટે સિધ્ધ સાબિત થાય છે.એના ઉપયોગ થી મસુડો નો સોજો, મોંઢા ની દુર્ગંધ વગેરે આસાનીથી દૂર થાઈ છે.

લીંબોળી નો રસ રોજ પીવાથી ડાયાબિટીસ જેવી બીમારી થી દૂર થઈ શકે છે.ડાયાબિટીસ કે વાયરસ ને વધતા અટકાવે છે અને ઇન્સ્યુલિન બનાવે છે. પેટ ના કરમિયા થી છુટકારો મેળવવા ૨ થી ૪ લીંબોળી રોજ ખવડાવવી. બાળકોના કરમિયામાં ૨ થી ૪ વાવડિંગ અને ૧ થી ૨ લીંબોળી વાટીને પાવી. અથવા બકરીને લીમડાના પાનનો ચારો ખવરાવવો અને તેનું દૂધ વાવડિંગ નાખીને પાવાના ઉપયોગમાં લેવું. કૃમિના કારણે પેટમાં ગોળો ચડે ત્યારે લીંબોળી ખવરાવવી અથવા લીંબોળીના કલ્કમાં પકવેલ દિવેલ એક ચમચી પાવું.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top