વન હળદરને સૌ જંગલી હળદર કહે છે. તેને હળદર કરતાં મોટી ગાંઠ હોય છે. એ સ્વાદે કડવી તથા તૂરી હોય છે. વન હળદર ગુણમાં શોધક, શીતળ તથા કફન છે. મુખ્યત્વે લેપ તરીકે આ વન હળદરનો ઉપયોગ થાય છે. હવે અમે તમને જણાવીશું વન હળદરથી થતા લાભો વિશે.
મૂઢ માર વાગ્યો હોય કે સોજા થયા હોય ત્યારે વન હળદરને વાટી લેપ કરવામાં આવે છે. એનાથી દુખાવો મટે છે. વન હળદર બીજી દવા સાથે લેવાથી પાચનશક્તિ સુધરે છે. જઠરાગ્નિ સતેજ બને છે. ખોરાક લેવાની રુચિ વધે છે. ખાસ કરીને ઉધરસ, હેડકી, માસ, દમ, વાતરક્ત તથા ખરજ પર એ અકસીર અસર બતાડે છે. કાળીજીરી સાથે વન હળદર લેવાથી પાણી વિકાર તથા તાવ મટે છે.
વન હળદર દમ પર તથા છાતીનાં દુખાવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. હૃદયના ધબકારા ના દર્દ માટે તથા ખાંસી મટાડવા પણ એ ઉપયોગી છે. કમળો, હરસ વગેરેમાં અંકુશ લાવવા માટે પણ વન હળદરનો ઉપયોગ થાય છે. પેશાબમાં અટકાવ આવે એટલે કે અટકતો અટકતો આવે ત્યારે વન હળદરના ઉપયોગથી પેશાબ ખુલાસાથી આવે છે.
વન હળદર ઘસીને સાંધા ઉપર લગાડવાથી સાંધા જકડાઈ ગયેલા હોય તો તે છૂટે છે. પગ તથા ઘૂંટણની અંદરનો પ્રવાહી પદાર્થ સૂકાઈ જાય ત્યારે ખૂબ જ દર્દ થાય છે. આ દર્દ મટાડવા માટે પણ વન હળદર અકસીર ઇલાજ છે. મૂઢ માર વાગ્યો હોય ત્યારે લોહી જામ થઈ જાય છે ત્યારે વન હળદર ઘસીને લગાડતાં ઘણી રાહત થાય છે. ઘણીવાર જીભ આવી જાય ત્યારે અથવા ગળામાં સોજા જેવું જણાય ત્યારે પણ વન હળદરના ઉકાળાથી કોગળા કરવાથી સોજો ઓછો થાય છે.
ક્યારેક આંખ આવી હોય ત્યારે વન હળદરમાં સવંતી મેળવીને આંખ ઉપર લગાડવાથી આંખમાં ઘણી રાહત થાય છે. વન હળદર ગડગૂમડ ઉપર લગાડવાથી તે ગડગૂમડાં ફૂટી જલદી રૂઝાઈ જાય છે. વન હળદરથી કોઢમાં પણ ઘણી રાહત જણાય છે.
ગરમ પાણી અને વન હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને વન હળદર વાળું પાણી પીવાથી ડાયાબિટીસ હંમેશા કન્ટ્રોલમાં રહે છે માટે ડાયાબિટીસ થવા પર વન હળદર વાળું પાણી પીવાનું ચાલુ કરો. મોટાભાગના લોકો ડાયાબીટીસના રોગથી પીડાય છે તો તેઓએ વન હળદરનું સેવન કરવું જોઈએ. વન હળદર ડાયાબીટીસ થી થતા ઘા ને જલ્દી જ ભરી દે છે.
વન હળદર, મેંદો લાકડી, સાજીખાર, અરણી, આમળાના પાન એ બધી વસ્તુ સરખે વજને લઈ તેને વાટી ગરમ કરી લેપ બનાવવો. આ લેપ સાંધાના દુખાવા પર લગાવી શકાય છે. વન હળદર અઢી ગ્રામ, હળદર, દારૂ હળદર, કરિયાતું, તગર, આમળા લીલા અને સુક્કા આ બધી વસ્તુઓ પાંચ પાંચ ગ્રામ લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું. આ રીતે બનાવાયેલું ચૂર્ણ અઢીથી પાંચ ગ્રામ જેટલું લઈ ગળોના રસમાં એક વખત પીવાથી પ્રમેહ, ઊનવા, ગડગૂમડાં, હૃદયરોગ, તાવ તથા રક્તાતિસાર માં ઘણી રાહત આપે છે.
વન હળદરનો લેપ જ્યારે પણ ચક્કર આવે ત્યારે માથા ઉપર લગાડી શકાય. ઉન્માદનાં દર્દને પણ એનો ધુમાડો આપવામાં આવે છે. આ ઉપરાંત સુવાવડી સ્ત્રીને પણ એ ઉપયોગી સાબિત થાય છે. ચામડીના રોગો પર એ અકસીર અસર બતાવે છે.
ગરમ પાણી અને વન હળદર પાચન ક્ષમતાને વધારે છે. નિયમિત રોજ ગરમ પાણી અને વન હળદરને એક સાથે લેવાથી પાચનતંત્ર પર સારી અસર પડે છે અને પાચન તંદુરસ્ત બને છે. જે લોકો ને કમજોર પાચનની ફરિયાદ રહે છે એ લોકોએ પાણી સાથે વનહળદરનું સેવન કરવું જોઈએ.
અળાઈમાં વન હળદર, વરિયાળી, ફટકડી, સુખડ, લીમડો, ગુલાબ પત્તી, ગોપીચંદન પાઉડરને ગુલાબજળમાં ભેળવીને લગાવી ૧૦ મિનિટ પછી તે પાણીથી નહાવાથી અળાઈ, ફોલ્લી, ખંજવાળ મટી ત્વચા ખીલ મુક્ત બને છે.