લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જેમાથી એક લીલી ડુંગળી છે. જોકે લોકો લીલી ડુંગળીને સલાડ અને શાકમાં મિક્સ કરીને સેવન કરે છે. લીલી ડુંગળીમાં વિટામીન સી, એ અને કે વધારે પ્રમાણમાં હોય છે.
લીલી ડુંગળી ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે તેમા ઘણા પોષકતત્વો પણ હોય છે. તે સિવાય તેમા સલ્ફર પણ વધારે પ્રમાણમાં હોય છે, જે શરીર માટે ગુણકારી છે. આવો જોઇએ લીલી ડુંગળીના સેવનથી સ્વાસ્થ્યને શુ લાભ થાય છે.
લીલી ડુંગળી ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 100 ગ્રામ લીલી ડુંગળીમાં 32 ગ્રામ કેલરી હોય છે. જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમના માટે લીલી ડુંગળી ખૂબ જ લાભકારી છે. સાથે જ લીલી ડુંગળી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે જેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
વિટામીન સી અને ફાઈબરથી ભરપૂર આ ડુંગળીનો ઉપયોગ આપણે વિવિધ વાનગીઓ બનાવમાં કરીએ છીએ. રીંગણનો ઓળો બનાવવામાં, કોઈ પણ ચાઇનીઝ વાનગી બનાવવામાં, સલાડમાં, ગાર્નીશિંગ કરવામાં વગેરેમાં લીલી ડુંગળીનો ઉપયોગ થાય છે.
શરદી, તાવ, ઠંડીની સમસ્યા, ગળામાં કફ થવો, ઉધરસ થઇ જવી, આવી સમસ્યાઓથી શિયાળામાં પરેશાન રહેતા હોઈએ છીએ, લીલી ડુંગળી ખાવાથી આ બધી સમસ્યાઓથી તમે છુટકારો મેળવી શકો છો. તે કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે.
લીલી ડુંગળીમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે. જેનાથી નબળાઈ દૂર થાય છે અને ભરપૂર એનર્જી મળે છે. લીલી ડુંગળીમાં રહેલું મેક્રોન્યુટ્રીએન્ટસ તમારી ચામડીને ચમકદાર તો બનાવે જ છે સાથે સાથે કરચલીઓ પણ દૂર કરે છે. લીલી ડુંગળીના સેવન ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ માટે લાભકારી છે. તે પાચન સરળ બનાવે છે. લીલી ડુંગળી શરીરમાં કેન્સરના સેલને વધવાથી રોકે છે. તેને ખાવાથી તમે કેન્સર થવાના ખતરાને ઓછો કરી શકો છો.
જીવનના પ્રારંભિક તબક્કાઓમાં જ્યારે સેલનું વિભાજન થાય, નર્વસનેસ, રુધિરાભિસરણ તંત્ર, અંગો અને ગર્ભના પેશીઓનું નિર્માણ થાય ત્યારે લીલી ડુંગળીમાં રહેલું વિટામિન બી 9 ખૂબ જરૂરી હોય છે. આ પદાર્થની ઉણપ ગર્ભપાત તરફ દોરી શકે છે, તેમજ બાળકના વિકાસમાં વિવિધ અસામાન્યતાને પરિણમી શકે છે. તેથી ગર્ભાવસ્થા પહેલા, તેમજ પ્રથમ ત્રિમાસિક ગાળા પહેલા સ્ત્રીઓને લીલી ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ.
આપણે સૌ જાણીએ છીએ કે હૃદય રોગથી બચવા માટે આપણે ફાઈબરયુક્ત ખોરાક ખાવો જોઈએ. લીલી ડુંગળીમાં ફાઈબર ભરપુર માત્રામાં મળી રહે છે. જે શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
જે લોકોને ડાયાબિટીસની બીમારી છે તે લોકો માટે લીલી ડુંગળીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમા પૂરતા પ્રમાણમાં સલ્ફર હોય છે. જે ઇંસુલિનના સ્તરને સંતુલિત રાખે છે. લીલી ડુંગળીમાં સલ્ફરની માત્રા ઓછી હોય છે. જેથી તેને ખાવાથી બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
વિટામીન સી અને કે જેવા તત્વોથી ભરપૂર લીલી ડુંગળી હાડકાઓની ક્રિયાશીલતા બનાવી રાખવાનું કામ પણ કરે છે. તેનાથી હાડકાઓ મજબૂત રહે છે.
લીલી ડુંગળીના સેવનથી તમે પેટની બિમારીઓથી દૂર રહી શકો છો સાથે જ તેમા પેક્ટિન નામના તત્વ હોય છે. જે પેટના કેન્સરથી બચાવે છે. લીલી ડુંગળીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આર્થ્રાઈટિસથી બચાવવામાં મદદ કરે છે.
લીલી ડુંગળી ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને આજના આ મહામારીના કાળમા રોગપ્રતિકારક શક્તિ વધારવાની ખાસ જરૂર છે. દરરોજ બે થી ત્રણ લીલી ડુંગળી ખાવી જ જોઈએ.