મળી ગયો ચિકનગુનીયા થી છુટકારો મેળવવાનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનમાં ક્યારેય નહીં થાય સાંધાના દુખાવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અત્યારે  માત્ર ડેન્ગ્યુ જ નહી પરંતુ ચિકગુનિયા પણ સામાન્ય બની ગયું છે. દર વર્ષે ચિકુનગુનિયા થી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થાય છે. ચિકુનગુનિયા એક વાયરલ રોગ છે, જે મચ્છર કરડવાથી ફેલાય છે. એડીસ મચ્છરના કરડવાથી ચિકનગુનીયા વાયરસ વ્યક્તિને લાગુ પડે છે. અને બીમાર બનાવે છે. ચિકુનગુનિયા ના લક્ષણો ડેન્ગ્યુ જેવા જ હોય છે. આથી આ બે રોગો ઓળખવામાં ઘણી વાર મુશ્કેલી પડે છે.

ચિકનગુનિયા ના કિસ્સામાં ખૂબ મોટા પ્રમાણમા વધારો થયો છે. ચિકુનગુનીયા માટે કોઈ રસી અથવા સારવાર નથી, તેથી તે રોગના નિવારણ માટે યોગ્ય સાવચેતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચિકુનગુનીયાના લક્ષણો સામાન્ય રીતે સંક્રમિત મચ્છરના કરડવાના ૨ થી ૧૨ દિવસની અંદર દેખાય છે. ચિકુનગુનીયાના મચ્છર મોટે ભાગે દિવસ દરમિયાન કરડે છે. ચિકુનગુનિયાના ખતરનાક વાયરસનો ફેલાવો કરવા માટે આ મચ્છર સંચિત થયેલા સ્વચ્છ પાણીમાં પ્રજનન કરે છે.

તાવ આવવો. ચેપ સામે લડવાના પ્રયાસરૂપે શરીરના તાપમાનમાં વધારો થાય છે. આ જ કારણ છે. કે ચિકુનગુનિયાના રોગમાં પગ, હાથ અને કાંડામાં તીવ્ર દુખાવો થતો હોય છે, તેમજ તીવ્ર સોજો ચડતો હોય છે. આદુની ચા અને ગ્રીન ટી ઘણી લાભદાયક છે.બરફ ભરેલી થેલી અથવા તો બરફ ના ટુકડા શરીરના સુજી ગયેલા ભાગ ઉપર ઘસવાથી દુખાવો ઓછો થાય છે.ગિલોય નો જ્યુસ ચિકનગુનિયા ઉપરાંત ડેન્ગ્યુ,મલેરિયા જેવા રોગો ના તાવ સામે લાડવામાં મદદ કરે છે. પપૈયાનો જ્યુસ લોહીના પ્લેટલેટ વધારવા ખુબજ લાભકારી સિદ્ધ થયો છે.

તુલસીના પાન,ચા અથવા પાણી માં ઉકાળી ને પીવાથી આપણા શરીર ની ઇમ્યુનીટીમાં વધારો થાય છે. નારિયેળ પાણી શરીરમાંથી નકામાં કચરાનો નિકાલ કરવા અને શરીરમાં ભેજ (ભીનાશ) જાળવી રાખવા મદદ કરે છે. ચિકુનગુનીયા માટે કોઈ સારવાર ઉપલબ્ધ નથી, તેથી આ વાયરસ સામે લડવા માટે યોગ્ય સંભાળ અને ડૉક્ટરની સલાહ મહત્વપૂર્ણ છે. ચિકુનગુનિયા સામે લડવા કેટલીક બાબતોની સંભાળ રાખવી એ મહત્વનું છે.

દર્દીને ડિહાઈડ્રેશનથી બચાવવા આખા દિવસમાં પાણી તેમજ ફલોનો રસ પીવડાવતા રહેવું ખૂબ જ જરૂરી છે.સમયસર દવા લેવી. ચિકનગુનિયામાં દર્દીને વધુ નબળાય લાગે છે. તેથી જરૂરી તત્વોથી ભરપૂર એવું ભોજન ખૂબ જ આવશ્યક છે. ચિકનગુનિયાના દર્દીએ સંપૂર્ણ આરામ, પૂરતો આહાર અને પૂરતા પ્રવાહી પદાર્થો લેવા જરૂરી છે.આના દર્દીઓ આરામ કરવાથી અને દવાઓથી સાજા થઈ જાય છે, પણ જો લક્ષણોમાં વૃદ્ધિ થાય તો પછી હોસ્પિટલમાં એડમિટ કરવા જરૂરી છે. એના લક્ષણ નજરે ચડતાં જ ડોક્ટરની સલાહ અનુસાર જ દવા લેવી.

આપના ઘરની આસપાસ કે અંદર પાણી જમા ન થવા દો. વાસણોને ઊલટા અને ખાલી કરીને રાખો. પાણી ભરેલાં વાસણોનું પાણી ખાલી કરી ડિટરજન્ટથી સાફ કરી નાખો. જેથી જો મચ્છરે એમાં ઈંડાં મૂકી દીધાં હોય તો નાશ પામે. ઘરમાં કિટાણુનાશક દવાનો છંટકાવ કરાવો. કૂલરનું કામ ન હોય તો તેમાં એકઠું થયેલું પાણી ખાલી કરીને સૂકવી દો. કૂલર ચલાવી રહ્યા હોવ તો તેનું પાણી રોજેરોજ બદલો. આસપાસ પાણી ભરેલાં ખાડા હોય તો તેને ખાલી કરી પૂરી દો.

ચિકનગુનિયા એ મચ્છરના કરડાવાથી થાય છે. પાણીથી ભરેલા નાના નાના ખાબોચિયાને માટીથી ભરી દેવા.ખાલી વાસણો, નકામાં ટાયર ખાલી પડેલા નકામાં કુંડા વગેરેમાં પાણી જમાના થવા ના દો. તેમજ તેનો યોગ્ય નિકાલ કરવો.કુલરનું પાણી અઠવાડિયામાં બે વખત બદલાવું.મચ્છર મારવાની દવાનો છંટકાવ કરવો.ઘરની બહાર જતી વખતે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.ઘરના બારી બારણાં ને મચ્છરદાની લગાવવી.

ચારે તરફ ચોખ્ખાઈ રહે તેની તકેદારી રાખવી.સામાન્ય તાવ આવે તો પણ તરત જ ડોકટોરનો સંપર્ક કરવો અને નિયમિત દવા લેવી.તો આવી રીતે ખતરનાક બીમારીઓ સામે લડી પણ શકાય છે. અને એને થતી રોકવાના સંભવિત પ્રયાસ પણ કરી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top