લાંબા, કાળા અને ચમકદાર વાળ માટે જરૂર કરો આનો ઉપયોગ, 100% રિજલ્ટ મળશે ,જાણી લ્યો અહી ક્લિક કરી ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મેથી સ્વાસ્થ્યની સાથે તમારી સ્કિન અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેનો ઉપયોગ વાળની દેખરેખ માટે દરેક ઉંમરમાં કરી શકાય છે મેથી નો ઉપયોગ કરી તમે તમારા વાળ સંબંધિત દરેક સમસ્યાથી છુટકારો મેળવી શકો છો તમારા ખરતા વાળને અટકાવવા માટે ખૂબ જ ઝડપથી લાંબા વાળ કરવા માટે પણ મદદ કરે છે તેની સાથે જ વાળને રેશમ અને મજબૂત બનાવે છે.

મેથી દાણામાં ભરપૂર પ્રમાણમાં ફ્ઓલિક એસિડ, વિટામિન-A અને વિટામિન-Cનું પ્રમાણ રહેલું છે. જેમાં પ્રોટીન અને નિકોટીન એસિડ પણ ઉપલબ્ધ હોય છે. જેથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. અને વાળ ખરાબ થવાની સમસ્યામાંથી છુટકારો મળે છે. વાળની ચમકને વધારવા માટે તમારે મેથી દાણાનું સેવન કરવું જોઈએ. સાથે જ રાત્રે 2 ચમચી મેથીને પાણીમાં પલાળી બીજે દિવસે સવારે તે પાણીને પી લેવાથી હેલ્થ પણ સારી રહે છે. વધેલા મેથી દાણાને વાટીને પેસ્ટ બનાવી વાળમાં લગાવી 20 મીનિટ બાદ તેને શેમ્પુથી ધોઈ નાખો. આ રીત અપનાવવાથી તમારા વાળ કાળા, લાંબા અને મજબૂત બનશે.

જો તમે અત્યંત સરળ પદ્ધતિ થી કોઈપણ મગજમારી કર્યા વગર તમારા ખરતા વાળ ને અટકાવવા માગતા હોવ તો નિયમિત રાત્રે સુતા પૂર્વે એક નાના વાટકા મા મેથી ના દાણા પલાળી મુકી દેવા. ત્યારબાદ સવારે આ પલળેલા મેથી ના દાણા ની પેસ્ટ તૈયાર કરી લેવી. હવે આ પેસ્ટ ને માથા પર લગાવતા પૂર્વે તમારે તમારા વાળ ને વ્યવસ્થિત રીતે વોશ કરી લેવા અને ભીના વાળ માં જ મેથી ની તૈયાર કરેલી પેસ્ટ વ્યવસ્થિત રીતે લગાવી લેવી.

વાળ ના મૂળિયા સુધી પહોંચે તેવી રીતે આ પેસ્ટ લગાવવી. તે લગાવ્યા બાદ એક કલાક સુધી તેમજ રાખી મૂકવું અને ત્યાર બાદ તમે રાબેતા મુજબ જે રીતે શેમ્પુ થી વાળ વોશ કરતાં હોવ તે રીતે વાળ વોશ કરી લેવા. પરંતુ, અહીં એક વિશેષ સલાહ આપવામાં આવે છે કે તમારે શેમ્પુ ક્યારેય ડાયરેક્ટ વાળ પર ન લગાવવું. શેમ્પુ ને પાણી માં ભેળવીને ત્યાર બાદ તેના થી વાળ વોશ કરવા. આમ કરવાથી શેમ્પુ માં રહેલા કેમિકલ ની અસર ઘટી જશે અને તમારા વાળ પણ સ્વચ્છ થઈ જશે અને સાથે સાથે શેમ્પુ નો બગાડ પણ નહીં થાય.

જો તમે ઇચ્છતા હોવ કે તમારા વાળ સ્ટ્રોંગ બને અને વધુ પડતાં કાળા અને લાંબા થાય તો તેના માટે આ ઉપાય એકદમ લાભદાયી છે. જો તમારા માથા મા ટાલ પડવાનો પ્રારંભ થઈ ગયો હશે તો આ પ્રયોગ થી ટાલ પડતી અટકી જશે અને ધીમે ધીમે વાળ ની પણ વૃદ્ધિ થશે. તેના માટે તમારે રાત્રે સુતા પૂર્વે ત્રણ ચમચી મેથી ના દાણા પલળવા મુકી દેવા અને પરોઢે ઉઠીને આ દાણા ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લેવી.

હવે તે પેસ્ટ મા એક ચમચી લીંબુ નો રસ નાખવો. અને સાથે જ ૧/૨ વાટકી નાળીયેર નું દૂધ એડ કરવું. હવે તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને એકરસ કરી લેવું. ત્યાર બાદ આ તૈયાર થયેલી પેસ્ટ ને વાળ ની પાંથીએ પાંથી એ લગાવી લેવી. હવે આ પેસ્ટ ને માથા પર અડધો થી એક કલાક સુધી લગાવી રાખવું. ત્યાર બાદ માથુ ધોઈ લેવું. જો તમે જલદી જ વાળ માં સુધારો જોવા માગતા હોવ તો વીક માં ૨-૩ વાર આ પ્રયોગ અવશ્ય અજમાવો.

જો તમને વાળ ખરવાની સમસ્યા ની સાથોસાથ વાળ મા ખોડો થવા ની સમસ્યા પણ ઉદ્ભવતી હોય તો આ પ્રયોગ થી તે કાયમી ધોરણે દૂર થઈ જશે. આ પ્રયોગ મા તમે મેથી ની ભાજી નો પણ ઉપયોગ કરી શકો છો અને જો તે ન હોય તો મેથી ના દાણા નો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે મેથી ના દાણા નો ઉપયોગ કરવા માગતા હોવ તો તેનો પાવડર બનાવી લેવો અને જો ભાજી નો ઉપયોગ કરવા માગતા હોવ તો તેના પર્ણો ને ઉકાળીને તેમાંથી મેથીના પાન તારવીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી.

હવે પાઉડર કે ભાજી ની પેસ્ટ ને તમારે દહીં માં મિક્સ કરી લેવી. હવે આ તૈયાર થેયલા પેસ્ટ ને વાળ ના મૂળિયા સુધી પહોંચે તેમ વ્યવસ્થિત રીતે લગાવી લેવી. હવે તેને અડધા થી પોણા કલાક સુધી તેમજ લગાવી રાખવું અને ત્યાર બાદ શેમ્પુ થી વોશ કરી લેવા. આ પ્રયોગ અજમાવવા થી તમે ખોડા ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો છો. વાળ મા વૃદ્ધિ થશે, અને વાળ પણ ખરતા બંધ થઈ જશે.

મેથી નો વાળ માટે નો આ સૌથી શ્રેષ્ઠ પ્રયોગ છે આમાં તમારા હાથ નહીં બગડે. તેના માટે તમારે એક નાની તપેલી માં એક ગ્લાસ પાણી લઈ અને તેમાં બે ચમચી મેથી ના દાણા ઉમેરી તેને ઉકાળી લેવા. પાણી વ્યવસ્થિત રીતે ઉકળી જાય ત્યાર બાદ તેને ઠંડુ થવા માટે મૂકી દયો ત્યાર બાદ તે પાણી થી વાળ માં મસાજ કરવું. મસાજ કર્યા બાદ ૧૫-૨૦ મિનિટ તેમજ રહેવા દેવું અને ત્યાર બાદ વાળ ધોઈ લેવા આ પ્રયોગથી વાળ સ્ટ્રોંગ બનશે.

મેથી વાળ માટે અત્યંત ગુણકારી સાબિત થાય છે. તમે સરસિયુ, ઓલિવ ઓઇલ, કોપરેલ તેલ ગમે તે ઓઈલ યુઝ કરી શકો છો. હવે આ તૈયાર થયેલા પેક ને વાળ ના મુળિયા સુધી પહોંચે તે રીતે ઘસીને લગાવો. ત્યાર બાદ તેને અડધી-પોણી કલાક સુધી તેમજ રાખી મુકો અને ત્યાર બાદ માઇલ્ડ શેમ્પુ થી હેર વોશ કરી લો. આ પ્રયોગ તમે વીક માં બે વખત અજમાવી શકો છો.

મેથી અને કોપરેલ ઓઈલ તમારા વાળને એકદમ ચળકાટ વાળ બનાવશે. જો તમારા વાળ હંમેશા ડલ તથા શુષ્ક રહેતા હોય તો તમારે આ પ્રયોગ અવશ્યપણે અપનાવવો જોઈએ. મેથી અને કોપરેલ ઓઈલ ને એકત્રિત કરીને તેનો ઉપયોગ કરવાથી તમારા વાળ શુષ્ક કે ડલ નહીં રહે પરંતુ, ચમકીલા બનશે. તેના માટે સૌ પ્રથમ તમારે મેથી ના દાણા નો ભુક્કો તૈયાર કરી લેવો. હવે આ ભુક્કા મા કોપરેલ ઓઈલ ને ઉમેરી દો અને ત્યાર બાદ તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.

હવે આ તૈયાર થયેલા મેથીના ભુક્કા અને કોપરેલ ઓઈલ ની પેસ્ટ ને ખાસ કરીને વાળ ના તળિયા માં મસાજ કરો. આમ કરવાથી સીધું જ તમારા વાળ ના મૂળિયા ની અંદર પોષણ મળશે અને તમારા વાળ શાઈન, મજબૂત તથા સ્વસ્થ બનશે અને વાળ ખરવા ની સમસ્યા પણ દૂર થશે. મેથી ના આ પ્રયોગ થી તમે ઉંમર થી પૂર્વે થતાં ધોળા વાળ થી પણ રક્ષણ મેળવી શકો છો. હાલ ના વર્તમાન સમય માં પરિવર્તિત થતી જીવનશૈલી કે પછી હવા માં આવેલા દૂષણ ના કારણે કિશોરાવસ્થામાં જ સફેદ વાળ થવાની સમસ્યા ઉદભવે છે.

જો તમે કે તમારા કુટુંબ મા કોઈને પણ આ સમસ્યા સતાવી રહી હોય તો તેને દૂર કરવા માટે મેથી નો આ પ્રયોગ તમને સહાયરૂપ થશે.તેના માટે તમારે બે ચમચી મેથી ના દાણા અને એક મુઠ્ઠી મીઠા લીંમડા ના પર્ણો લેવા. ત્યાર બાદ રાત્રે સુતી વખતે મેથીના દાણા પલાળીને પરોઢે ઉઠીને તે દાણા ને મીઠા લીંમડાના પર્ણો સાથે ક્રશ કરી લેવા. જો આવશ્યક્તા જણાય તો તેમાં મેથી પલાળેલું પાણી વધ્યુ હોય તો તે ઉમેરીને તેની પેસ્ટ બનાવી લેવી.

હવે તૈયાર થયેલી પેસ્ટને વાળના મુળિયા સુધી પહોંચે તે રીતે વ્યવસ્થિત લગાવી લેવી અને અડધી કલાક તેમ જ રાખ્યા બાદ તેને માઇલ્ડ શેમ્પુથી અથવા તો તમે જે રેગ્યુલર શેમ્પુ યુઝ કરતાં હોવ તેને પાણીમાં ભેળવીને વોશ કરી લેવા. નિયમિત આ પ્રયોગ અજમાવવાથી તમે સફેદવાળની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો. મેથીમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ સમાવિષ્ટ હોય છે અને આ પોટેશિયમના કારણે અકાળે થતાં સફેદ વાળથી રક્ષણ મેળવી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top