લાલ કોબી એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શાકભાજી છે જે ઘણાં કારણોસર વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત થઈ છે. તેને જાંબલી કોબી અથવા લાલ કરુત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ હંમેશા સલાડમાં થાય છે. દરેક શાકભાજી ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તમે તમામ શાકભાજી ખાધા હશે. પરંતુ તમે ક્યારેય લાલ કોબીનું શાક ખાધું છે.
મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં લાલ કોબી નો વિવિધ રીતે ઉપયોગ કરે છે. ઘણા લોકો તેના પકોડા બનાવે છે. ચાલો આપણે લાલ કોબી વિશે વિગતવાર માહિતી મેળવીએ : લાલ કોબી હંમેશા લીલી કોબી કરતાં વધુ ફાયદાકારક હોય છે. તેમાં પુષ્કળ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સર જેવા જીવલેણ રોગથી બચવા માટે કામ કરે છે. તેમાં કેરોટીનોઇડ, ફ્લેવેનોઈડ જેવા પોષક ગુણધર્મો છે.
સાંધાના દુખાવામાં પણ કોબી ખાવાથી ફાયદો થાય છે. જો ઈચ્છો તો, સંધિવાની પીડામાં, સાંધા પર કોબી લપેટીને રાખવાથી પીડાથી થોડી રાહત મળશે. જો કે, તેનો ઉપયોગ દવા કરતા ઓછો અસરકારક છે. દરરોજ લાલ કોબીનું સેવન કરવાથી વજન ઓછું થશે. તેમાં ખૂબ ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબર નું પ્રમાણ છે.
લાલ કોબીમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે. એટલે જ લાલ કોબી નો સમાવેશ હમેશા સલાડ માં કરવામાં આવે છે. લાલ કોબી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા પૌષ્ટિક તત્વો છે. તેને સલાડમાં ખાવાથી સારા બેક્ટેરિયા વધે છે. સાથે જ પાચન શક્તિ પણ મજબૂત બનાવે છે. લાલ કોબી માં વિટામિન એ ભરપૂર માત્રામાં મળે છે.
વિટામિન એ નું ઉચ્ચ સ્તર ફક્ત તમારી ત્વચા માટે જ નહીં, પરંતુ તમારી આંખો માટે પણ સારું છે. વિટામિન એ આંખોની દ્રષ્ટિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને મોતિયાને અટકાવે છે. તેને બીટા કેરોટિનમાં પણ ફેરવી શકાય છે, જે ઉંમર અનુસાર આંખના સ્વાસ્થ્ય જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લાલ કોબીમાં વિપુલ પ્રમાણમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટિકોલિનેસ્ટેરેઝ ગુણધર્મો છે. જે અલ્ઝાઇમર રોગને રોકવામાં મદદ કરી શકે છે. કોબીના રસના સેવનથી ઘા મટાડવામાં આવે છે. ઘા પર કોબીના રસ નો પાટો બાંધવાથી રાહત મળે છે. લાલ કોબીમાં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચા માટે મોટુ કામ કરે છે. જેનાથી ત્વચાને લાભ થાય છે. તેના સેવનથી ચહેરા પર ગ્લો આવે છે અને તે ખીલ પણ દુર કરવામાં મદદરૂપ છે.
લાલ કોબી નું સૌથી મહત્વપૂર્ણ કાર્ય એ કેન્સર ના ઉપાયમાં તેની મહત્વની ભૂમિકા છે. લાલ કોબીમાં એન્થોસીયાનિન અને ઇન્ડોલ સહિતના ઉચ્ચ સ્તરના એન્ટીઑકિસડન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ખરેખર જાંબુડિયા રંગનો હોય છે, કારણ કે આમાંથી કેટલાક ફાયટોકેમિકલ્સ સામાન્ય રીતે આ રંગમાં દેખાય છે. લાલ કોબી હૃદય અને કેન્સર જેવા રોગોથી બચવા માટે કામ કરે છે.
લાલ કોબી વિટામિન નો ખજાનો છે, પરંતુ વિટામિન સી જેટલું મહત્વનું કંઈ નથી. લાલ કોબી સલાડમાં ખાવાથી આપના શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. લાલ કોબી અદ્રાવ્ય ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે. તેમાં વધારે રેસા હોય છે. જેના કારણે પાચન ક્રિયા સારી રીતે થાય છે અને પેટ ઠીક રહે છે. તેનાથી કબજિયાત ની ફરિયાદ પણ નથી રહેતી.
જો પેશાબમાં બળતરા થાય તો લાલ કોબીના પાંદડાનો રસ કાઢીને બે ચમચી પાણી મેળવીને પીવાથી ફાયદો થાય છે. લાલ કોબીના જ્યુસ માંથી મળતું વિટામિન ઇ અને સિલિકોન થી નવા વાળ ઉગી આવે છે. તેના નિયમિત ઉપયોગથી તમે કાળા અને ઘાટા વાળ મેળવી શકો છો.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.