Breaking News

માત્ર બે દિવસ માં કોણી ને ઢીંચણ ની કાળાશ દૂર કરવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગોઠણ અને કોણી કાળી હોવાને કારણે શોર્ટ્સ અને અન્ય ટૂંકા કપડાં પહેરતા પહેલા 100 વાર વિચારીએ છીએ. કારણકે કોણી અને ગોઠણના કાળાપણને દૂર કરવું મુશ્કેલી ભર્યું કામ છે. ચહેરાની ત્વચા પર ઉપાય કરવાથી તેની અસર તુરંત જ દેખાવવા લાગે છે. પરંતુ કોણી અને ગોઠણમાં તુરંત અસર નથી દેખાતી.

લીંબુના રસમાં ચણાનો લોટ ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણએ કોણી અને ગોઠણ પર લગાડો. આ મિશ્રણ સુકાઈ ગયા બાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો. દરરોજ આ ઉપાય કરવાથી થોડા સમયમાં કાળાશ ઓછી થવા લાગશે.  લીંબુના રસમાં મધ પણ ઉમેરીને લગાડી શકો છો. જો સમય ના હોય તો લીંબુના કટકા કરીને પણ કોણી અને ગોઠણ પર લગાડી શકો છો.

ટમેટાના રસને કોણી અને ગોઠણ પર લગાવવાથી પણ કાળાશ દૂર થાય છે. ટમેટામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય જે શરીરમાંથી ગંદકીને બહાર કાઢે છે. બેકિંગ સોડાને દૂધ સાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કોણી અને ગોઠણ પર લગાડી થોડીવાર બાદ ધોઈ લો. આ ઉપાય  ત્યાં સુધી કરી શકો છો જ્યાં સુધી અસર ના દેખાય.

મધ, દૂધ અને હળદરને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કોની અને ગોઠણ પર લગાડી દો. આ 20 મિનિટ બાદ આ પેસ્ટ પર પાણી લગાડી થોડીવાર મસાજ કરો. આ ઉપાયની અસર ટૂંક સમયમાં જ જોવા મળશે. ઓલિવ ઓઇલમાં ખાંડ ઉમેરીને સ્ક્ર્બ તૈયાર કરો. આ સ્ક્ર્બને કોણી અને ગોઠણ પર લગાડી મસાજ કરો.આ મસાજથી જમા થયેલો મેલ દૂર કરી ત્વચાને કોમળ બનાવે છે.

નારિયેળ તેલના ઉપયોગથી કોણી અને ગોઠણની કાળાશને સાફ કરે છે. નારિયેળ તેલમાં વિટામિન ઈ હોય જે સખ્ત ત્વચાને મુલાયમ બનાવવાનું કામ કરે છે. સાથે જ ત્વચા પર ગંદકી પણ જમા નથી થવા દેતા.

સંતરાની છાલના પાવડરમાં થોડું ગુલાબજળ અને દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કોણી અને ગોઠણ પર લગાડો. થોડા દિવસ સુઘી આ ઉપાય કરવાથી કોણી અને ગોઠણની કાળાશ દૂર થાય છે.

કોણી અને ગોઠણની કાળાશ દૂર કરવા માટે બટેટુ એક રામબાણ ઈલાજ છે. બટેટાનો ટુકડો લઇ તેની કોણી અને ગોઠણ પર 5 મિનિટ સુધી ઘસો. ત્યારબાદ ગરમ પાણીથી ધોઈ લો. દિવસમાં એક  વાર આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં જ અસર દેખાવવા લાગશે.

કાકડીનો ઉપયોગ ત્વચાને ચમકદાર બનાવવા માટે થાય છે. કાકડીના ઉપયોગથી કોણી, ગોઠણ અને અંડર આર્મ્સના કાળાશને દૂર કરે છે. કાકડીના જ્યુસમાં હળદર ભેળવી ઘટી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કાળાશવાળી જગ્યા પર લગાડી લગભગ અડધો કલાક રાખીને બાદમાં ધોઈ નાખવાથી ફાયદો થશે.

સિરકા મા એસિટીક એસિડ હોય છે. અને દહીંમાં લોકટિક એસિડ ભરપૂર હોય છે. આ બંને ત્વચા ને ઊંડી સફાઈ કરવા ની સાથે તેને બ્લીચ પણ કરે છે તથા તેમાં પી એચ બેલેન્સ પણ બનાવે છે.ઉપયોગ કરવા ની રીત.એક ચમચી દહીં મા સફરજન ના સિરકા મા ભેળવી તેને પ્રભાવી જગ્યા ઉપર લગાવો 15 મિનિટ સુધી સુકાવવા દો અને પછી ગુણ ગુના પાણી થી ધોઈ નાખો સારા પરિણામ માટે દર બીજા દિવસે ઉપયોગ કરો.

ખીરું એક જગ્યા એ ખૂબ વધારે મોઇશ્ચરાઇજ છે. ત્યાં તેની અંદર એન્ટી ટેનિગ અને બ્લીચિંગ પ્રોપર્ટીજ પણ હોય છે આ કારણ છે કે કુની અને ગુટણ ના ભાગ મા કાળા પન દૂર કરવા મા આ ખૂબ અસરકારક છે.  બીજું એક આ મૃત ત્વચા ને હટાવી ને તેનું કાળા પણ દૂર કરે છે. તેને નમી જોઈને આ ભાગ ને ચીકણો અને કોમળ પણ રાખે છે વિટામિન એ અને સી ત્વચા ની કાતી વધારે છે.

ખીરા ના એક મોટો ભાગ કાપી ને પ્રભાવિત હિસ્સા ઉપર 15 મિનિટ સુધી ઘસો 5 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણી થી ધોઈ નાખો તેના સિવાય બરાબર માત્રા મા ખીરું અને લીંબુ નો રસ ભેળવી ને આ સોલ્યુશન ને લગાવી શકાય છે 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.

એલોવેરા એક ખૂબ વધારે પ્રભાવ કારી મોઇશ્ચરાઇઝર છે. આ સ્કિન ટોન મા પણ સુધાર લાવે છે.  તેના સિવાય તેમાં એન્ટી ફંજલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીજ પણ હોય છે દૂધ મોઇશ્ચરાઇઝર હોવા ની સાથે સાથે સારો ક્લિજર પણ હોય છે. ઉપયોગ ની રીત.સરખા ભાગે એલોવેરા જેલ અને દૂધ ભેળવી ને આ મિશ્રણ ને પ્રભાવિત હિસ્સા ઉપર લગાવો અને આખી રાત સુધી રહેવા દો અને સવારે હલકા હાથ વડે ઘસતા ની સાથે સામન્ય પાણી વડે ધોઈ નાખો.

તેના સિવાય માત્ર એલોવેરા પણ લગાવી શકો છો પન તેને માત્ર 2 મિનિટ સુધી જ રાખવું અને ધોઈ નાખવું આ ઉપયોગ ને દર બીજા દિવસે કરવાથી થીજ અસર જોવા મળશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!