શું તમે વાળની સમસ્યા થી પરેશાન છો? તો આજ થી જ શરૂ કરો આ ઈલાજ જે વાળને ખરતા, ટૂટતા અને પાતળા થવાથી રોકવા માટે છે રામબાણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે વાળ સંબધિત ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે જેવી કે ખરતા વાળ અને નબળા વાળ. પહેલાના સમયની સરખામણીમાં આજના સમયમાં લોકોમાં વાળને લગતી સમસ્યાઓમાં વધારો થયો છે. તેમજ વધારે ટેન્શન લેવાને કારણે અને ભોજનમાં જરૂરી ખનીજોની કમીને કારણે, આજકાલ સમય પહેલા જ લોકોના વાળ ખરવા લાગે છે.

વાળ ખરવા બહુ સામાન્ય બાબત છે, પણ જરૂર કરતા વધુ વાળ ખરવા લાગે તો સમજી જજો કે તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઇ રહ્યાં છો, વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે વાળની યોગ્ય દેખરેખ કરવી જરૂરીછે. તમારા વાળને યોગ્ય પોષણ આપવાની. વાળ ખરતા રોકવા માટે ઘરેલું નુસખા અપનાવી શકાય છે.

વાળ ખરતા રોકવા માટે સૌ-પ્રથમ તો સ્વસ્થ જીવનશૈલી અપનાવો. વધારે માત્રામાં પાણી પી અને અન્ય પોષણક્ષમ પ્રવાહી પદાર્થોનું સેવન વધુ કરીને પણ તમે ખરતા વાળ અટકાવી શકો છો. વાળને મજબૂત કરવા અને તેને તૂટતા અટકાવવા તમારે વાળને ભરપુર પોષણ આપવું જોઇએ અને આ માટે તમારે વાળમાં મહેંદી લગાવવી જોઇએ. તમે ઇચ્છો તો મહેંદીમાં ઈંડું પણ ઉમેરી શકો છો.

વાળને પોષણ આપવા માટે દહીંનો ઉપયોગ પણ ઉત્તમ માર્ગ છે. આ માટે વાળ ધોતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું. તમે ઇચ્છો તો તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. દહીંને વાળમાં સારી રીતે લગાવી સૂકાવા દો. આનાથી વાળમાં ચમક આવશે અને તેમાં જીવ જળવાઇ રહેશે. ઈંડા ખાવાથી જ તમારા સ્વાસ્થ્યને લાભ મળે છે એ જ રીતે ઈંડુ વાળને પણ પોષણ આપે છે.

વાળ ધોવાના એક કલાક પહેલા તમે ઈંડાને વાળમાં લગાવો. તમે ઇચ્છો તો ઈંડામાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો કે ઉપર જણાવ્યું તે પ્રમાણે મહેંદી ઉમેરી શકો છો.વાળમાં જીવ ફૂંકવા માટે તેમાં તેલની માલિશ કરવી પણ જરૂરી છે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર એક કલાક સુધી વાળની સારી રીતે માલિશ કરો અને સ્કાલ્પ પર હલકા હાથે તેલ લગાવો જેથી વાળના મૂળ સુધી તેલ પહોંચી શકે.

આ સિવાય તમારે તમારા આહારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ખાવા-પીવાની ઉણપથી પણ તમારા વાળ ખરી શકે છે. તણાવથી દૂર રહો અને ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન પણ ન કરો. વિટામિનન ડી ભરપુર માત્રામાં લો.

આ ઉપરાંત તમે નીચે જણાવેલ ઉપાય પણ અપનાવી શકો છો.

આ ખરતા વાળને ત્રણ દિવસમાં રોકી શકે છે. મૂળમાંથી નવા વાળ ઉગાડી દે છે. સફેદ  વાળ પણ વાળા કાળા થઈ  જાય છે. ઘડપણ સુધી વાળને બચાવવા હોય તો આને અઠવાડિયામાં ત્રણથી ચાર વખત લગાવો . વાળના ઘરગથ્થુ ઉપયોગ થી તમે તમારા વાળ સંબંધિત બધી સમસ્યાઓ દૂર કરી શકો છો અને અને ઉપયોગથી તમારા વાળ સ્વસ્થ અને મજબૂત બની જાય છે અને આના નિયમિત ઉપયોગથી તમારા માથા પર નવા વાળ ઉત્પન્ન  થવા લાગે છે.

આમળાનો પાવડર, દહીં, જેતુનનું તેલ , એલોવેરા આ દરેક સામગ્રી ની  પેસ્ટ બનાવવાની રીત  માં બધી સામગ્રીને સમાન માત્રામાં લઈને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે . તમારો ઘરગથ્થુ ઉપચાર તૈયાર છે આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણથી ચાર વખત પોતાના વાળ અને વાળના મૂળ પર સારી રીતે લગાવવાની છે અને આને 20 મિનિટ માટે લગાવી રાખવાની છે ત્યારબાદ તમારે પાણીથી વાળ સાફ કરવાના છે .

આવું કરવાથી તમારા વાળ માત્ર ત્રણ વખત ઉપયોગ કરવાથી જ સ્વસ્થ અને મજબૂત બની જાય છે . અને  જેના માથા પર વાળ નથી તેના માથા પર નવા વાળ ઉત્પન્ન થવા લાગે છે .આના ઉપયોગથી વાળ સંબંધિત બધી સમસ્યાઓ માં ફાયદો થાય છે , પછી તે મહિલા હોય કે પુરુષ બધાને એકવાર આનો ઉપયોગ કરીને જરૂર જોવો જોઈએ કારણકે આ ઘરે બનતો સરળ ઉપચાર છે.

આ ઉપચાર એટલો કારગર છે કે ખરતા વાળને થોડા સમયમાં જ રોકી દે છે .અને મૂળમાંથી નવા વાળ ઉગાડે છે સફેદ વાળ પણ કાળા થઇ જાય છે , ઘડપણ સુધી વાળની બચાવવા માટે આ ઉપચાર દૂર કરો જરૂર આંબળાને બીટના રસમાં વાટીને પછી માથામાં લગાવવાથી વાળ ખરવાના બંધ થઈને ઘાટા અને કાળા થવા લાગે છે. તમ સતત બે મહિના સુધી આ પ્રયોગ કરો.

તમે ઉપર જણાવેલા પ્રયોગો માંથી કોઈપણ પ્રયોગ કરી શકો છો. તેની સાથે તમે ખાવા માટે આ દવા બનાવો. સૌથી પહેલા ૧૦૦ ગ્રામ ત્રિફળા ચૂર્ણ બનાવી લો એને કપડાથી ચાળી લો. પછી આ ત્રિફળા ચૂર્ણમાં એટલો ગોળ ભેળવો, કે જેથી તેની ગોળીઓ બની શકે. ત્યારબાદ તેની મોટી મોટી ગોળીઓ બનાવી લો. તમે રોજ સવારે વાસી મોઢે આની એક ગોળી ચાવીને ખાઈ લો.

થોડા જ દિવસમાં સફેદ વાળની જગ્યાએ કાળા વાળ આવવાના શરુ થઇ જશે.જાણકારી માટે જણાવી દઈએ કે, આ ઉપાયો સફેદ વાળને કાળા કરવાની સાથે સાથે વાળને ખરતા પણ અટકાવે છે, અને એને જરૂરી પોષણ પણ આપે છે. જેથી વાળ પાતળા થતા નથી. તેમજ ટાલિયા માથા વાળા પણ આ ઉપાય અજમાવે એનાથી તમને સારા પરિણામ મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top