શું તમે આ જીવલેણ વસ્તુ નો ક્યાંક વધારે તો ઉપયોગ નથી કરતાં ને ? ? ? આજ થી જ ચેતી જાજો. . .

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શેરડીમાંથી ગોળ અને તેને રિફાઈન કરીને (બધા જ પોષક તત્ત્વો કાઢી નાખીને) સફેદ ખાંડ બનાવાયા છે. તેને ‘સિમ્પલ કાર્બોહાયડ્રેટ’ કહે છે. આ સફેદ ખાંડમાં ફક્ત કેલરી છે એટલે તેને ‘એમ્ટિ કૅલરી’ કહે છે. હિસાબ ગણીએ તો એક ગ્રામ સુગર એટલે પાંચ કેલરી અને એક ચમચી એટલે પાંચ ગ્રામ આનો અર્થ એક ચમચી ખાંડ એટલે ૨૫ કેલરી ગણાય.

આને લીધે કોઈપણ ખોરાકની વસ્તુમાં જેટલી વધારે ખાંડ નાખો એટલી કેલરી શરીરમાં જાય પણ તેમાં કોઈ પણ પ્રકારના પોષક તત્ત્વો નથી.ખોરાકમાં ખાંડનું પ્રમાણ વધારે થવાથી શરીરમાં વધારે કેલરી જાય આ વધારાની કેલરીથી વજન વધે, આ ઉપરાંત ખાંડવાળા ખોરાક અને પીણાંનું પાચન જલ્દી થઇ જાય છે. એટલે  થોડી વારે ભુખ લાગે એટલે વારે ખાઓ તેથી પણ વજન વધે.

એક વધારાનું કારણ પણ છે. શરીરમાં ‘લેપ્ટીન’ નામનો હોર્મોન નીકળે છે. જે  શરીરને કેટલી કેલરી જોઇએ તેનું નિયંત્રણ કરે છે.ખાંડવાળા પદાર્થો વધારે ખાવામાં આવે ત્યારે ‘લેપ્ટીન’ના કામમાં ગરબડ થઇ જાય છે. ખાંડ વધારે ખાવાથી ‘ટાઈપ-૨’ ડાયાબિટીસ થાય છે: મોટી ઉમ્મરે થનારો ‘ટાઈપ-૨’ ડાયાબિટીસ પણ ખાંડવાળા ખોરાક અને ગળ્યા પીણાં વધારે પ્રમાણમાં લેવાથી થાય છે.

પેંક્રિયાસમાં રહેલા ‘આયલેટ્સ ઓફ લેન્જરહાન’ નામના કોષમાંથી ‘ઇન્સ્યુલીન’ નામનો હોર્મોન નીકળે છે. જેનાથી ખોરાકમાં લીધેલી ખાંડ ઉપર નિયંત્રણ રહે છે. રોજે રોજ વધારે ખાંડ ખાઓ ત્યારે પેંક્રિયાસમાંથી એટલા જ પ્રમાણમાં ઇન્સ્યુલીન બહાર નીકળી શક્તું નથી ઊલટું વધારે ખાંડવાળા પદાર્થો ખાવાને કારણે પેંક્રિયાસમાં રહેલા ‘આયલેટ્સ ઓફ લેન્જરહાન’ નબળા પડી જાય છે. અને તેમાંથી ધીરે ધીરે ઇન્સ્યુલીન નીકળવાનું પ્રમાણ ઓછું થાય છે અથવા સાવ બંધ થઇ જાય છે. પરિણામે મોટી ઉંમરે થનારો ટાઈપ-૨ ડાયાબિટીસ થાય છે.

ડાયાબિટીસ ખતરનાક રોગ છે. જેને માટે આખી જિંદગી નિયમિત બ્લડ સુગર મપાવું પડે છે અને તેને માટે ડાયાબિટોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે દવા કે ઇન્જેકશન લેવા પડે છે.  આ રોગ માટે બેદરકાર રહો તો બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવા રોગો અને કેન્સર  જેવી જાન લેવા બીમારી પણ થઇ શકે છે. ખાંડ આવે તેવા ખોરાક વધારે ખાવા કેટલું ખતરનાક છે.

ટૂથ કેવિટીસ (દાંતમાં ખાડા પડવા અને દાંતમાં સડો થવો) જ્યારે ખાંડવાળા પદાર્થો વધારે ખાવામાં આવે ત્યારે મોંમા રહેલા બેક્ટેરિયા દાંત ઉપર પાતળું પડ (પ્લેક) બનાવે અને તે ખોરાકમાં લીધેલી ખાંડ સાથે મળીને એસિડ બનાવે જેનાથી દાતમાં ખાડા પડે અને દાંત સડી જાય. મોટી ઉમ્મરે દાંત પડી જવાનું મુખ્ય કારણ ગળ્યું વધારે ખાવાની ટેવ છે.

ખાંડ અને ખાંડવાળા પદાર્થો વધારે ખાઓ છો ત્યારે લોહીમાં સારા કોલેસ્ટ્રોલ (એચ.ડી.એલ.)નું પ્રમાણ ઘટે છે. અને ખરાબ કોલેસ્ટ્રોલ (એલ.ડી.એલ.)નું પ્રમાણ વધે છે.  આની સાથે બ્લડપ્રેશર, ટાઈપ-૨ ડાયાબિટીસ અને વજન વધારે હોય સાથે કોઈપણ પ્રકારના શ્રમ કે કસરતનો અભાવ હોય ત્યારે હાર્ટ એટેક પણ ચોક્કસ આવી શકે છે.

એક વધારાનું કારણ પણ જાણી લો. જ્યારે ખોરાકમાં લીધેલા ‘ફ્રુક્ટોઝ’ (ખાંડ)નું લિવરમાં વિભાજન થાય છે ત્યારે લોહીમાં ‘ટ્રાઇગ્લિસરાઇડ્સ’નું પ્રમાણ વધે છે જેને લીધે હાર્ટ એટેક આવવાની શક્યતા વધે છે.ખીલ (એકની) તેમજ ચામડીના પ્રોબ્લેમ થવાની શક્યતા વધે છે.

ખોરાકમાં ખાંડ વધારે લેવાથી લોહીમાં સુગર વધે, ઇન્સ્યુલીનનું પ્રમાણ વધે સોજા આવે, એન્ડ્રોજન નામના હોર્મોનનું પ્રમાણ વધે. આને કારણે શરીરમાં તૈલી પદાર્થોનું પ્રમાણ વધે જેનાથી ખીલ (એકની) થાય એટલું જ નહીં પણ તેને લીધે હાઈપરપીગ્મેંટેશન થાય અને ચામડી કાળી, કરચલીવાળી (વૃદ્ધ વ્યક્તિઓ જેવી) થઇ જાય.

કેન્સર થવાની શક્યતા ખૂબ વધે. કેન્સરના કોષ લોહીમાં સુગર વધારે હોય ત્યારે ઝડપથી વધે. ‘સ્કવેમોસ સેલ કારસીનોમાં’ નામના ભયાનક કેન્સર થવાનું મુખ્ય કારણ ખોરાકમાં સુગરનું પ્રમાણ વધારે ગણાય છે. આ ઉપરાંત ખાંડવાળા ખોરાક ખાવાથી વજન વધે. વધારે વજન પણ કેન્સર થવા માટેનું કારણ ગણાય છે.

ડિપ્રેશન આવે છે. જે સ્ત્રીઓ પ્રોસેસ કરેલો ખોરાક જેવો કે કેક, પેસ્ટ્રી, મીઠા શરબતો ચોકલેટ મીઠાઈઓ વગેરેનો ઉપયોગ કરતા હોય છે.  તેમના શરીરમાંથી નીકળતા ‘ન્યૂરોટ્રાન્સમીટર્સ’ના પ્રમાણમાં ગરબડ થઇ જાય છે અને જેને કારણે મગજ ઉપર અસર થાય અને ‘ડીપ્રેશન’ આવે.

થાક બહુ લાગે છે . જે ખોરાકમાં પ્રોટીન અને કોમ્પ્લેક્સ કાર્બોડાયડ્રેટ (અનાજ, કઠોળ, સુકોમેવો, ફાઈબર અને તેલીબિયા)નું પ્રમાણ ઓછું હોય પણ ખાંડનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક લેવાથી તાત્કાલિક શક્તિ આવે પણ પછી સખત થાક લાગે અને કંઇ કામ થાય નહીં.

વધુ ખાંડનો વપરાશ રક્તના દબાણ ને અસર કરે છે. જે હાઈ બી.પી.નું કારણ છે.લોહીમાં કોઇ અસંતુલન હોય તો, તેની અસરો મગજ પર પડવા લાગે છે. અને વ્યક્તિને મગજનો હુમલો અથવા બ્રેઈન હેમરેજ થઇ શકે છે. થોડીક પણ બેદરકારીનું પરિણામ જીવલેણ બની શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top