શું તમે ઘુંટણ, માથું અને ચામડીને લગતા રોગોથી પરેશાન છો? તો હોય શકે છે તમારા શરીરમાં આ ઉણપ, અહી ક્લિક કરી જરૂર જાણો તેને દૂર કરવાના ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હાડકાંની તંદુરસ્તી માટે જીવનભર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામીન ‘D’ લેવામાં આવે તે જરૂરી છે.પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ જીવન માટે જરૂરી એવું એક કુદરતી ખનીજ દવ્ય છે. હાડકાના વિકાસમાં અને તેને તંદુરસ્ત રાખવામાં કેલ્શિયમ મહત્વની ભૂમિકા ભજવે છે. તેનાથી આપના દાંતની તંદુરસ્તી પણ સારી રહે છે. લોહી ગંઠાઈ જવાની પ્રકિયામાં, મજજાતતુંઓ પણ સારી રહે છે. લોહી ગંઠાઈ જવાની પ્રકિયામાં, સ્નાયુઓના સંકોચનમાં અને શરીરમાં થતી અનેક મહત્વની ક્રિયાઓ કરવામાં કેલ્શિયમ મદદરૂપ બનેછે.

કેલ્શયિમનું લેવલ નોર્મલ રહે તો આપનું હૃદય પણ નોર્મલ રીતે જ કામ કરેછે. બીજા શબ્દોમાં કહીએ તો કેલ્શિયમનાં ઘટકો શરીરમાં શોષાઈ જાય અને દરેક અવયવ પહોંચે તે માટે વિટામીન ‘ડી’ નું પ્રમાણ પણ શરીરમાં પૂરતું હોવું જોઇએ. બાળકોનાં હાડકાંના ઘડતરમાં વિટામીન ‘D’ મહત્વનું છે. વિટામીન-ડીના અભાવથી પણ હાડકાંની મજબૂતાઇ ઓછી થાય છે.

કેલ્શિયમના અભાવથી હૃદયના ધબકારાની રિધમને અસર પડે છે અને હૃદયની કામગીરી નબળી પડેછે. કેલ્શિયમની ઉણપથી મજજાસેતુઓ થકી શરીરના એક અવયવથી બીજા અવયવ સુધી સંદેશાઓની આપ-લે કરવાની કામગીરી નબળી પડે છે.

કેલ્શિયમની અછતથી શરીર માટે ઉપયોગી હોર્મોન્સ અને એન્ઝાઇમ્સના સ્રાવ પર તેની વિપરીત અસર થાય છે. કેલ્શિયમની અછતને કારણે આંગળીઓમાં કે અંગૂઠામાં ખાલી ચડવાની, સ્નાયુ ખેંચાઈ જવાની કે આંચકી આવવાની સમસ્યા થાય છે.

કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં ન લેવામાં આવે તો શરીરમાં સુસ્તી વધે છે. ભૂખ લાગતી નથી. માનવશરીરમાં રહેલા કેલ્શિયમની ઉણપનું પોષણ હાડકાંમાંથી મળે છે, માટે ખરતા વાળ એ કેલ્શિયમની ઉણપની નિશાની છે. તમારી ત્વચાના મૃત્યુ પામતા કોષો, વાળના ખરવાથી, નખ કપાવાથી, નખ બટકાઈ જવાથી, પરસેવામાં, પેશાબ અને નખના માધ્યમથી કેલ્શિયમ શરીરમાંથી નીકળતું જ રહે છે. આપણા શરીરમાં કેલ્શિયમ બનતું જ નથી.

આડેધડ લેવાતી કેલ્શિયમની ગોળીઓ કરતાં આહાર દ્વારા કેલ્શિયમ લેવામાં આવે તો જઠરના ખાસ પ્રકારના એસિડ પેદા થાયછે. જેનાથી કેલ્શિયમનું શરીરમાં અવશોષણ થાય છે. આ માત્ર હાડકાઓને જ મજબૂત નથી બનાવતુ.  પણ હાઈ બલ્ડપ્રેશર , ડાયાબિટીસ  અને કેંસર જેવી ગંભીર સમસ્યાઓથી દૂર રાખવામાં પણ મદદગાર સિદ્ધ થાય  છે.

કેલ્શિયમ આપણા શરીરનુંં મહ્ત્વપૂર્ણ ઘટક છે. કાર્બન , હાઈડ્રોજન અને નાઈટ્રોજન પછી શરીરમાં કેલ્શિયમની માત્રા સૌથી વધારે હોય છે.  હાડકાઓ અને દાંતોની સંરચના ઉપરાંત  કેલ્શિયમનો થોડા ભાગ લોહીમાં પણ ભળે છે. જે શરીરની પ્રક્રિયાઓને યોગ્ય રીતે ચલાવવામાં મુખ્ય કામગીરી  નિભાવે છે.

લોહીમાં ભળેલુ  કેલ્શિયમ નર્વસ સિસ્ટમના માધ્યમથી આપણી  માંસપેસીઓને ગતિશીલ અને કોશિકાઓને સક્રિય બનાવવામાં મહ્તવપૂર્ણ યોગદાન આપે છે.  ખાસકરીને ગર્ભાવસ્થા સમયે ગર્ભસ્થ શિશુના હાડકાઓને વિકાસમાં એની મહ્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

જો શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય તો હાડકાઓ નબળા અને નાજુક થઈ જાય છે. આથી હાડકાઓ તૂટવાના ખતરો વધારે રહે છે. આજે અમે તમને એવા પ્રાકૃતિક ઘરેલૂ ઉપાય બતાવી રહ્યા છે જે શરીરમાં કેલ્શિયમના સ્તરને વધારવા માટે ઉત્તમ હોય છે.

આમળામાં એંટીઓક્સીડેંટના ગુણ હોય છે. આમળામાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે જે શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે એને ફળ રૂપમાં પણ ખાઈ શકાય છે કે પાણીમાં ઉકાળીને પણ એનું સેવન કરી શકાય છે.

કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે તલ  એક સારો  ઉપચાર છે. એક ટી -સ્પૂનમાં આશરે 88 મિગ્રા  કેલ્શિયમ હોય છે. અને  એ વાટીને પાવડરના રૂપમાં પણ ખાઈ શકાય છે કે એને સૂપ સીરિયલ્સ કે સલાદમાં  મિક્સ કરી પણ ખાઈ શકાય છે.

દૂધ કેલ્શિયમનો  સૌથી ઉત્તમ સ્ત્રોત છે. એક કપ દૂધ લો અને એમાં એક ચમચી તલનો પાવડર મિક્સ કરો અને પી જાવ. દિવસમાં ત્રણ વાર આ પીવાથી સારું  પરિણમા મળશે. દહીં માં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે દરરોજ એક કપ દહીંનું  સેવન કરવાથી શરીરને જરૂરી કેલ્શિયમની પૂર્તિ થઈ જાય છે. એક કપ દહીંમાં 250-300 ગ્રામ કેલ્શિયમ હોય છે.

એક ગ્લાસ પાણી ઉકાળો અને એમાં એક ટીસ્પૂન જીરુ  મિક્સ કરો. એ ઠંડું થયા પછી આ પાણીને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીવો. આનાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થશે. એક પ્રાચીન જડી બૂટી  છે. આ એમના  એંટીઓક્સીડેંટ ગુણો માટે ઓળખાય છે અને શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવામાં સહાયક છે.

કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત એટલે દૂધ, પનિર, દહી, અને ઇંડા આ ચાર વસ્તુને ગણવામાં આવે છે. જો તમે આ ચાર વસ્તુનું સેવન યોગ્ય રીતે કરશો તો કેલ્શિયમની કમી પુરી કરી શકો છો. આ સિવાય ફળ અને શાકભાજીમાં પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે.

ખાસ કરીને સીતાફળ, દાડમ, નાશપતી, દ્રાક્ષ, કેળા, જાંબુ, કેરી, સંતરા, લીચી, પાપૈયુ, અને સફરજન જેવા ફળોમાં કેલ્શિયમ ઘણા પ્રામણમાં જોવા મળતું હોય છે. તેમજ શાકભાજીમાં લીંબુ, પાલક, રીંગણા, ગાજર, ભીંડા, ટમેટા, ફુદીનો, કોથમીર, કારેલા, કાકડી અને કોબી આ બધાંમાં કેલ્શિયમનું પ્રમાણ ઘણું હોય છે. ખાસ કરીને પાલકનું જ્યુસ, ગાજરનું જ્યુસ પણ ઘણુ ફાયદાકારક સાબિત થાય છે.

તમામ શાકભાજીને મિક્સ કરીને તેનો જ્યૂસ બનાવીને પી શકો છો. શકભાજીનું જ્યુસ કેલ્શિયમની કમીને તો પુરી કરશે જ સાથે સાથે તમારા હાડકાં મજબૂત રાખવામાં, હિમોગ્લોબીન વધારવામાં પણ ઉપયોગી સાબિત થશે. તેથી તમે કેલ્શિયમયુક્ત ફળફળાદી તેમજ શાકભાજીનું સેવન કરી શકો છો. વળી અનાજમાં ચોખા, મગ અને ઘઉંમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે, તેથી આ પ્રકારના ખોરાકનું સેવન કરવાથી શરીરમાં વર્તાતી કેલ્શિયમની કમી પુરી થઇ જશે.

રોજીંદા આહારમાં સુકામેવાનો સમાવેશ પણ કેલ્શિયમની કમીને પુરી કરવામાં ઘણું મદદરૂપ થાય છે. ઘણીબધી શોધમાં એ વાત સાબિત થઇ ચુકી છે કે બદામ, સુકી દ્રાક્ષ, કાજૂ, પિસ્તા અને ખજૂરને જો રોજે થોડા પ્રમાણમાં ખાવામાં આવે તો તેનાથી શરીરને ખૂબ ફાયદો થાય છે. આનાથી માત્ર કેલ્શિયમની કમી જ નથી પુરી થતી પણ સાથે સાથે બીજી રીતે પણ સુકોમેવો શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. સુકામેવાથી શરીરમાં કેલ્શિયમ તો જળવાઇ જ રહે છે સાથે સાથે માણસના મગજનો પણ સુંદર વિકાસ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top