Breaking News

કેલ્શિયમથી ભરપૂર આ ફળનું રોજ કરી લ્યો સેવન, 55 વર્ષે પણ હાડકા લોખંડી બનાવી ગોઠણ દુખાવા કરી દેશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

આજકાલ દરેક લોકોની એક સમસ્યા છે હાડકાની નબળાઈ અને સાંધાના દુખાવા, મોટી ઉમરના લોકોની મુખ્ય સમસ્યા છે ગોઠણના દુખાવા જેની માટે તેઓ અવનવા અખતરાઓ કરતા હોય છે અને અનેક મોંઘી દવાઓ પણ લે છે પરંતુ તેનાથી કાયમી છુટકારો મળતો નથી. પરંતુ આજે અમે તમને એક એવો ઈલાજ જણાવવા જય રહ્યા છીએ જેનાથી કોઈપણ ખર્ચ અને દવા વગર ગોઠણ અને સાંધાના દુખાવાથી છુટકારો મળી જશે.

50 થી વધુ ઉમરના વડીલોને પગ અને ગોઠણના દુખાવાની સમસ્યા હોય તો તેમના માટે કેળા બેસ્ટ છે દરરોજ 2 કેળા 15 દિવસ સુધી ખાવાથી ગોઠણના દુખાવામાં રાહત જોવા મળશે અને આજ રીતે કેળા ખાવાનું થોડા સમસ્ય સુધી શરુ રાખવાથી ગોઠણના અને સાંધાના દુખાવા માંથી કાયમી છુટકારો મળી જશે.

પાકાં અને કાચાં બંને પ્રકારનાં કેળાંનો ઉપયોગ થાય છે. પાકાં કેળાંને છાલ છોલીને સીધાં જ ખાઈ શકાય છે, જયારે કાચાં કેળાંનું શાક બનાવવામાં આવે છે. કેળના ડોડાનું (કૂલનું) પણ શાક થાય છે. ડૈસૂર અને મદ્રાસ(તામિલનાડુ)માં શાક ઉપરાંત કાચાં કેળાંની ભાખરી પણ થાય છે. કેળાંનાં ભજિયાં, રાયતું વગેરે પણ થાય છે.

કેળામાં ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે, જે હાડકાને જરૂરી પોષક પૂરું પાડે છે, જેથી નાની ઉમર હાડકાને લગતી સમસ્યા હોય તો કેળા ખાઈ શકો છો, આ ઉપરાંત જો તમારે 55 વર્ષની ઉમર પછી પણ હાડકાને એકદમ મજબૂત બનાવી રાખવા હોય તો પણ કેળાને રોજે આહારમાં સમાવેશ કરવો જોઈએ.

કેટલાક લોકોનું એવું માનવું છે કે રાત્રે કેળાં ખાવાથી પચતાં નથી, પરંતુ આ માન્યતા ભૂલભરેલી છે. પાકાં કેળાં સહેલાઈથી પચે છે. તદ્દન પીળાં થયાં હોય અને ઉપર તપખીરિયા કે બદામી રંગની છાંટ કે કણીઓ પડી હોય તે જ કેળાં પાકાં થયેલાં સમજવાં. એ કેળાંમાં સાકર-ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોવાથી તે લીધા પછી બીજે દિવસે દસ્ત સાફ લાવે છે. બાળકોને અને મોટી ઉંમરના, કબજિયાતથી પીડાતા લોકોને રાત્રે પાકાં કેળાં ખાવાથી ફાયદો થાય છે. તેમને જુલાબ કે રેચ લેવાની જરૂર પડતી નથી.

પાકાં કેળાં અને ધી ખાવાથી પિત્તરોગ મટે છે. કેળાં લીંબુ સાથે ખાવાથી મરડો મટે છે અને ખોરાક જલદી પચે છે. કેળાંમાં દહીં મેળવીને ખાવાથી પણ મરડો અને ઝાડા મટે છે. કેળાં ખાઈને તરત જ ઉપર પાણી ન પીવું. તેનાથી શરદી થાય છે. કેળાંની છાલ ગળા ઉપર (બહાર) બાંધવાથી ગળાનો સોજો મટે છે અને કાકડા ફૂલ્યા હોય તો ફાયદો થાય છે.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!