આંખની પાંપણ વચ્ચે નાની ફોલ્લી જેવું થાય તેને આંજણી કહે છે. આંજણી એક પ્રકારે બેક્ટેરિયાથી થતી બીમારી છે. આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉમરના લોકોને થઈ શકે છે. તેમની આંખની પાંપણનીંચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઈ જાય છે. ભલે આ સમસ્યા જોવામાં નાની લાગે છે. પરંતુ તેના કારણે આંખમાં દુખાવો, જ્વલન, ખંજવાળ, આંખમાંથી પાણી નીકળવાની સમસ્યા થાય છે.
આંજણી થવાના કારણો :
ક્યારેક આંખની પાંપણ પર તેલ ગ્રંથિ વધુ પડતી એક્ટિવ થઈ જાય તો આંજણી થઈ શકે છે. આ માટે સ્ટેફિલોકોરસ બેક્ટેરિયા જવાબદાર છે. આ સિવાય પાંપણમાં કચરો, ઓઈલ કે ડેડ સ્કીન જમા થવાથી પણ આ સમસ્યા થાય છે. આંજણી આમ તો આંખને નુકસાન નથી કરતી પરંતુ ખંજવાળ અને સતત દુઃખાવો થયા કરે છે.
આંજણીના લક્ષણો :
આંજણી થવાના લીધે આંખો લાલ થાય છે, આંખમાં ખંજવાળ આવે છે, આંખો દુખે છે, આંખમાં સોજો આવે છે, આંખમાંથી પાણી નીકળે છે, આંખમાં પોપડી વળી જાય છે, આંખ બળે છે, આંખમાં ચીપડા જામે છે.
આંજણીના ઘરેલુ ઉપચાર:
1 થી 2 લવિંગને વાટીને તેમાં પાણી નાખીને તેની પેસ્ટ બનાવીને આંખોની સંપૂર્ણ પાંપણો પર આંજીને તેને આંજણી પર લગાવવાથી આંજણી મટે છે. આ પેસ્ટને સુકાવા સુધી આંખો પર રહેવા દેવું જરૂરી છે. લવિંગનું તેલ પણ આંજણી પર પણ લગાવી શકાય છે. આ પેસ્ટને દિવસમાં બે વખત કરવાથી આંખોમાં રાહત રહે છે અને આંજણી મટે છે.
એરંડીનું તેલ અને કપાસના રૂને લઈને આ રૂને તેલમાં બોળીને આંજણી પર લગાવવાથી, હળવે હળવે આંજણીને સાફ કરવાથી આંજણી મટે છે. આ ઉપચાર સતત 15 મિનીટ સુધી કર્યા બાદ નવશેકા પાણીથી આંખોને ધોઈ લેવાથી આંજણીની સમસ્યામાં ખુબ જ ફાયદો આપે છે.
આંખની આંજણીથી રાહત મેળવવા માટે એલોવેરા ખૂબ અસરકારક ઉપાય છે. જેના માટે એલોવેરા જેલ નીકાળીને આંખ પર લગાવો અને 20 મિનટ પછી સાફ પાણીથી ધોઇ લો. એલોવેરામાં રહેલા તત્વ બેક્ટેરિયાને ખતમ કરવા અને સંક્રમણને રોકવામાં મદદ કરે છે. દરેક ઘરમાં રસોડામાં મળતી હળદર કેટલાક રોગોની દવા છે. આંખની આંજણીથી રાહત મેળવવા માટે એક પેનમાં 2 કપ પાણી અને એક ચમચી ઉમેરીને તેને બરાબર ગરમ કરી લો. હવે તેને ઠંડુ કરીને આંખ પર સૂકા અને સાફ કપડાથી લગાવી દો. તેનાથી જલદી જ આરામ મળશે.