કારેલા આપણા આરોગ્ય માટે લાભદાયી છે. ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ કારેલાના સેવનથી આપણું આરોગ્ય સારુ રહે છે. કારેલામાં વિટામિન્સ, આયર્ન, એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ બેક્ટરિયલ ગુણ હોય છે. ભલે તે ખોરાકમાં કડવો સ્વાદ દે, પરંતુ તે સ્વાથ્ય માટે વરદાન છે. કારેલાના રસનો ઉપયોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ઔષધીય ગુણોથી ભરપૂર કારેલા ફક્ત ડાયાબિટીસ જ નહીં, પરંતુ અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે. આથી તેનું સેવન કરવું જોઈએ. તે પેટને સારું રાખીને પાચનતંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે. કારેલાનો ઘણી દવાઓને બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ કારેલાંના બીજા કેટલાક ફાયદાઓ વિશે.
કરેલામાં રહેલા બીટા કેરોટીન આંખો માટે લાભદાયક માનવામાં અવે છે. ટીવી સ્ક્રીન પર કામ કરતા વ્યક્તિને અઠવાડિયા માં 2 વાર કારેલા નુ સેવન અથવા પછી એનું જ્યુસ પીવું જોઈએ. બાળકો ને પણ કારેલાનું જ્યુસ પીવડાવવું જોઈએ. એનાથી યાદ શક્તિમાં વધારો થાય છે. કરેલા ખાવા અથવા પછી એનું જ્યુસ પીવાથી પેટની સમસ્યાઓ, જેમ કે પેટ માં ગેસ, અપચો, કબજિયાત અને મોં ના ચાંદા જેવી સમસ્યા નો ઉકેલ આવે છે.
જે શુગર પેશેન્ટ ને ઇન્સુલિન લગાવવાની જરૂરત પડે છે, એને તો તરત કરેલા નું જ્યુસ પીવાનું શરૂ કરી દેવું જોઈએ. કારેલા શરીરમાં કુદરતી રીતે ઇન્સુલિનનું નિર્માણ કરે છે, જેના કારણે વ્યક્તિ નું શુગર લેવલ કુદરતી રીતે સામાન્ય આવે છે. ભૂખ ન લાગવાથી શરીરને પૂરું પોષણ નથી મળી શકતું, જેનાથી સ્વાસ્થ્યથી સંબંધિત પરેશાની થાય છે. તેથી કારેલાનું જ્યુસને દરરોજ પીવાથી પાચનક્રિયા સરખી કરે છે જેનાથી ભૂખ વધે છે.
લીવર અને પથરી માટે પથરી હોય તો બે કારેલાનો રસ એક કપ છાસ સાથે ભેળવી રોજ બે વાર પીવાથી લાંબા ગાળે પથરી બહાર નીકળી જાય છે. કારેલાનો રસ પીવાથી લીવર સાફ અને સ્વસ્થ રહે છે. એસીડીટી માટે અડધો કપ કારેલાનો રસ ચોથા ભાગ પાણીમાં એક ચમચી આમળાનો પાવડર ભેળવી રોજ પીવાથી એસીડીટી ધીમે ધીમે મૂળ માંથી ખતમ થઇ જાય છે. કારેલાના રસ અને લીંબુનો રસ મેળવી દરરોજ સવારે 2 મહિના સુધી સેવન કરવાથી મોટાપાથી છુટકારો થાય છે.
કફની સમસ્યાને દુર કરવામાં કારેલા બહુ જ અસરદાર હોય છે. કારેલાના અંદર ફોસ્ફોરસ ઉચ્ચ માત્રામાં મળે છે અને આ કફને ઓછુ કરવામાં અને કફને બનવાથી રોકવામાં ઉપયોગી સબિત થાય છે. જે લોકો ને કફ વધારે હોય છે તે લોકો એક મહિના સુધી કારેલાનો જ્યુસ પીવો. કારેલાના જ્યુસને પીવાથી કફથી છુટકારો મળી જશે. ત્યાં કારેલાનો જ્યુસમાં જો કાળા મરી મેળવીને પી જાઓ તો ખાંસી બરાબર થઇ જાય છે.
કારેલામાં બીટર્સે અને એલ્કેલાઇડ તત્વ હોય છે. કારેલાના ટુકડા કરી તેને મિક્સરમાં ક્રશ કરી તેના રાતે સુવાના સમયે હાથ-પગમાં લગાડવાથી ત્વચાના રોગથી બચી શકાય છે. દાઘ , ખુજલી, સિયોરોસીસ જેવા ત્વચાના રોગમાં કારેલાના રસમાં લીંબુનો રસ મેળવી પીવાથી ફાયદાકારક થાય છે. ઝાડામાં પણ ફાયદાકારક છે કારેલા, ઉલ્ટી અને ઝાડની સંશયથી મુક્ત થવા માટે કારેલાના રસમાં થોડું સંચળ નાખીને પીવાથી તુરંત જ ફાયદો થાય છે
એક કપ કારેલાના જ્યુસમાં એક ચમચી લીંબુનું જ્યુસ ભેળવી લો, આ મિશ્રણનું ખાલી પેટે સેવન કરો. 3 થી 6 મહિના સુધી આનું સેવન કરવાથી ચામડી ઉપર સોરાઈસીસના લક્ષણો દૂર થાય છે. આ તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે અને સોરાઈસીસને પ્રાકૃતિક રૂપથી મટાડવામાં મદદ કરે છે.
કુણા કારેલાના ટુકડા કરી, છાયડાંમાં સુકવી, બારીક ખાંડી તેમા 1-10 ભાગે કાળા મરી નાખી સવાર સાંજ પાણી સાથે 5 થી 10 ગ્રામ રોજ લેવાથી પેશાબ માર્ગે સાકરનું પ્રમાણ ઓછુ થઇ જાય છે. તે ઉપરાંત કારેલાનો રસ 20 ગ્રામ, કડાછાણનું ચૂર્ણ 10 ગ્રામ, હળદર 5 ગ્રામ મેળવીને સવાર સાંજ પીવાથી ડાયાબીટીસ ધીમે ધીમે નાશ પામે છે.
કારેલાના બી સહીત તેને સુકવીને તેનો પાઉડર બનાવી લો. તેનો દરરોજ ગરમ પાણી સાથે સેવન કરવું જોઈએ. તેનાથી પેટ સાફ થઈ જશે. કારેલાના સેવનથી શ્વાસ સંબંધી રોગોથી છુટકારો મળે છે.કારેલાનું સેવન કરવાથી હૃદય રોગથી છુટકારો મળે છે અને હાર્ટ એટેકના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.