આયુર્વેદની આ શક્તિશાળી ઔષધિ સંધિવા, ભગંદર, કરોળિયા, ધાધર અને ખરતા વાળ જેવા રોગોમાં છે દવા કરતાં પણ 100% વધુ અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારતમાં કણજી બધી જ જગ્યાએ જોવા મળે છે. આ વૃક્ષ દેખાવમાં સાધારણ હોય છે. પરંતુ તે અનેક ઔષધિય ગુણ ધરાવે છે. કણજી મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. વૃક્ષ કણજી, પુટી કણજી, લતા કણજી. આ બધી જ કણજી માંથી પ્રાપ્ત તેલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે. કણજીના બીજમાંથી જે તેલ નીકળે છે જેને કરંજીયું તેલ કહે છે.

આ તેલ ચોપડવાથી ચામડીના ઘણા બધાં રોગો મટે છે. તેનો  ઉપયોગ ચામડીના રોગોમાં ચોપડવામાં વિશેષ પ્રમાણમાં થાય છે. ઔષધી તરીકે કણજીના બી, તેલ, છાલ અને પાનનો ઉપયોગ થાય છે. તો ચાલો સૌપ્રથમ આપણે જાણીએ કણજીનું તેલ બનાવવાની રીત વિશે.

કણજી નું તેલ બનાવવાની સામગ્રી : કણજી ના બી- 1 મોટી ચમચી, નારિયેળનું તેલ- 200 મિલી, કેસ્ટર ઓઈલ- 50 મિલી, મેથી દાણા- 1 મોટી ચમચી. તેલ બનાવવા માટે કણજીના બી અને મેથી દાણાને પીસી પાઉડર બનાવી લો. હવે આ પાઉડરને કાંચની બોટલમાં નાખી દો. તેમાં નારિયેળનું તેલ અને કેસ્ટર ઓયલને સારી રીતે મિક્સ કરો.

હવે બોટલને બંધ કરો અને તેને તડકામાં સૂકવી દો. હવે તેને 2 થી 3 અઠવાડિયા સુધી દરરોજ તડકામાં સૂકવો. દર 2 થી 3 દિવસમાં તેલને હલાવતા રહો અને 2-3 અઠવાડિયા બાદ તેને સારી રીતે ગાળી લો. વાળ માટે કણજીનું તેલ ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે. વાળના ગ્રોથ માટે કણજીનું તેલ રામબાણ ઉપાય સાબિત થઈ શકે છે.

જો તમે દરરોજ વાળમાં કણજીના તેલની માલિશ કરો છો તો તમને કમાલના ફાયદા મળી શકે છે. જેનાથી ન માત્ર વાળને વધારવામાં મદદ મળે છે, પરંતુ ખરતા વાળથી પણ છુટકારો મળી શકે છે. કણજીનું તેલ લીંબુના રસમાં મેળવીને ખુબ જ હલાવી, એકરસ કરીને ચોપડવાથી ધાધર મટે છે. કણજીનું તેલ, લીંબુનો રસ અને કપૂર મિક્સ કરીને ચોપડવાથી પણ ધાધર મટે છે. કણજીનું તેલ ચોપડવાથી કરોળિયા અને શ્વેત કોઢ મટે છે.

કણજીનું તેલ, ગંધક, કપૂર અને લીંબુનો રસ સરખે ભાગે એકત્ર કરીને ચોપડવાથી ભયંકર ફેલાયેલી ખસ ટૂંક સમયમાં મટે છે. કણજીનું તેલ, લીંબુનો રસ અને કપૂર એકત્ર કરીને ચોપડવાથી ખસ મટે છે. હવે અમે તમને જણાવીશું કણજીના ફાયદાઓ વિશે. કણજીના બી પાણી સાથે ગરમ કરીને લેપ લગાડવાથી વા ના કારણે વૃષ્ણ કોથળીમાં થયેલી શુક્ર કોષની વૃદ્ધિ અટકે છે. કણજીના મૂળ ચોખાના ધોવાણમાં કે ચોખાના ઓસામણમાં ઘસીને લેપ કરવાથી શુક્રપિંડની સાઈઝમાં ઘટાડો થાય છે.

કણજીની છાલ પાણીમાં વાટી, ગરમ કરીને લેપ કરવાથી સંધિવા મટે છે. કણજીના મૂળની છાલ છૂંદીને સંધિવાના સોજા પર લેપ કરવાથી સંધિવાનો દુખાવો મટી જાય છે. કણજીના પાન પાણીમાં ઉકાળીને સ્નાન કરવાથી સંધીવાને કારણે ઝલાઈ ગયેલા સાંધા છુટા પડી જાય છે. કણજીના પાનને તેલ ચોપડીને બાંધવાથી પણ સંધિવાથી ઝલાઈ ગયેલા સાંધામાં ફાયદો થાય છે. માથામાં ખોડો થયો હોય તો અરીઠા કે અરીઠાના કુમળા પાન વાટી તેનાથી માથું ધોવું. ત્યારબાદ કણજીનું તેલ, કડવી કોઠીના બીનું ચૂર્ણ અને લીંબુનો રસ એકત્ર કરીને માથાના ખોડા પર ચોપડવાથી માથા પરનો ખોડો મટે છે.

કણજીના મૂળની છાલનો રસ નાસૂર અને ભગંદર પર રેડવાથી જલ્દી રૂઝ વળે છે. કણજીના પાન અથવા છાલ પાણી સાથે વાટીને પીવાથી અર્શ મટે છે. તેના કુમળા પાન વાટીને લોહી સાથે નીકળતા દુઝતા મસા મટે છે. કપડામાં કણજીના ફૂલની પોટલી બાંધી, એ પોટલી આંખે લગાડવાથી આંખનો સોજો મટે છે. કણજીનું બી ઘસીને આંખમાં આંજવાથી ફૂલું મટે છે. કણજીના બીજના ચૂર્ણને ખાખરાના ફૂલના રસના પુટ આપી, બારીક ખરલ કરી, પાતળી સોગઠી બનાવી, પાણીમાં ઘસી, તેને આંખમાં આંજવાથી પણ ફૂલું મટે છે.

કણજીના મૂળના રસમાં કે તેની છાલના ઉકાળામાં નારીયેળનું પાણી અથવા ચૂનાનું નીતર્યું પાણી મેળવીને સવાર અને સાંજે પીવાથી પરમિયામાં થતી પેશાબની બળતરા શાંત થાય છે, મૂત્રનલિકા માં આવેલો સોજો મટે છે અને પરું નીકળી જાય છે. કણજીના પાનના રસમાં દહી, ચિત્રક મૂળ, મરી અને સિંધવમીઠું મેળવીને સવારે અને સાંજે ત્રણથી ચાર માસ સુધી પીવાથી કોઢ મટે છે.

કણજીના પાન અને ચિત્રકના પાન વાટીને તેમાં દહી તથા મીઠું મેળવીને ખાવાથી કોઢ મટે છે. કણજીના પાન, ચિત્રકના પાનને મરી સાથે વાટીને દહી સાથે ખાવાથી પણ ગળત કોઢનો રોગ મટે છે. 1થી ૩ ગ્રામ કણજીના બીજના ચૂર્ણમાં મધ તથા ઘી ભેળવી દો. તેનું સેવન કરવાથી નાક-કાન વગેરે જગ્યાએ થી લોહી નીકળવાની સમસ્યા ઠીક થાય છે.

સિંધવ મીઠા યુક્ત કણજીના બીજના ચૂર્ણમાં દહીનું પાણી ભેળવી દો. સિંધવ મીઠાયુક્ત કરંજના બીજના ચૂર્ણ 1 થી ૩ ગ્રામ દહીંનું પાણી ભેળવી દો. તેને ગરમ કરીને ત્રણ દિવસ સુધી પીવાથી નાક-કાન વગેરે જગ્યાએથી લોહી નીકળવાની સમસ્યા દુર થાય છે. કણજીના ફળનો ગર્ભ 1 થી 2 ગ્રામ શેકી લો. તેમાં સિંધવ મીઠું ભેળવીને તેનું સેવન કરવાથી પેટના દર્દથી આરામ મળે છે.

કણજીના બીજોની છાલો ઉતારીને સાફ કરી લીધા બાદ તેમાં થોરના પાંદડાનું દૂધ નાખો. આ પછી તેને તડકામાં સુકાવીને તેલ કાઢી લો. તેનો પ્રયોગ કરવાથી પેટના ફોડા નાશ પામે છે. આ સિવાય કણજીનો ઉપયોગ કરવાથી માથાની ટાલ, દાંતની બીમારી, ખાંસીનો ઈલાજ, ઉલ્ટી, ભૂખમાં વધારો, બરોળ વધવી, ઝાડા, મૂત્ર રોગ, સિફિલિસ, ગઠીયો, લકવો, સોરાયસીસ, ફોલ્લાઓ, ઘાવ સુકાવા, સાઈનસ, મસ, ચામડીનો વિકાર, ચહેરાના નિખાર, તાવ, વીંછીનું ઝેર વગેરેમાં પણ ખુબ જ ઉપયોગી થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top