મોંઘી દવા અને ઓપરેશન વગર કમરના દુખાવાનો 100% અસરકારક ઉપચાર છે આ, આજે જ અજમાવી મેળવો સચોટ પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ ઝડપી જીવનમાં આપણને શરીરને લગતી એટલી નાની-મોટી સમસ્યા થઈ જાય છે, જેની તેજ સમયે સારવાર ન કરાવતા આ સમસ્યા વધતી જ જાય છે. ખભાનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે પ્રકારની સમસ્યાઓ આપણને સંપૂર્ણ રીતે ઘેરી લે છે. જેના લીધે આપણને રોજિંદા જીવનમાં ઘણી તકલીફોને સામનો પણ કરવો પડી શકે છે.

તો ચાલો આજે અમે તમને જણાવીશું કમરનો દુખાવો દૂર કરવાના ઘરેલુ ઉપચારો.  કૌચાના બીજ એક કિલો લઈ સાંજે પાણીમાં પલાળો. સવારે તેનાં ફોતરાં ઉખાડીને તેનો ગર્ભ તડકામાં સૂકવી દો. સુકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી, ત્રણ ગ્રામ ચૂર્ણ સાથે એક ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ મેળવી, રોજ સવારે અને રાત્રે જમ્યા પહેલા ગરમ દૂધ સાથે પીવાથી કમરના દુખવાના રોગીને ફાયદો થાય છે. જો કમરનો દુખાવો વધારે હોઈ તો તમારે આ ઉપાય અજમાવો જોઈએ, પીઠનો દુખાવો કાળા મીઠાના દબાણથી પણ મટાડી શકાય છે.

મિત્રો તમારે આમાં કાળું એટલે કે આખું મીઠું બજાર માંથી લઇ ને તેમાંથી શેકવી જોઈએ, તમારે કાળા મીઠાને બરાબર ગરમ કરવું જોઈએ. ત્યારબાદ આ મીઠું કાપડમાં બાંધી દો અને તમારી પીઠના તે ભાગ પર રાખો જ્યાં તમને દુખાવો થાય છે. મીઠું નાખવાથી સ્નાયુઓ હળવા થાય છે અને પીડા મટે છે.

બે નાળિયેરનું કોપરું કાઢીને તેના નાના ટુકડા કરી, ખાંડી નાખવું. ખાંડેલા કોપરાને ધીમેધીમે ગરમ કરવું. આમ કરવાથી તેલ છૂટું પડશે ને તે તેલ ઠર્યા પછી કપડાથી ગાળી લેવું. બે નાળિયેરના નીકળેલા તેલમાં ત્રણથી ચાર મરીનું ચૂર્ણ અને ત્રણ લસણની કળી વાટીને નાખવી. આ તેલથી કમરના ભાગ પર હળવા હાથે સવારે અને રાત્રે માલિશ કરવી અને તે પછી ગરમ રેતીનો શેક કરવાથી ખૂબ આરામ થાય છે.

કમર ના દુખાવાની સ્થિતિમાં, દશમૂલનો ઉકાળો સવારે અને સાંજે પાણી માં મિક્સ કરીને પીવો જોઈએ. ઘઉંના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે દૂધમાં ખસખસ અને કોથમીર નાખો અને ચટણી બનાવો અને અઠવાડિયામાં બે વાર આ ચટણી ખાવાથી પીઠનો દુખાવો ઘટે છે, અને શરીરમાં શક્તિ પણ વધે છે. મેથીના તેલથી રોજ કમર પર માલિશ કરવી.

આ ઉપાય કરવાથી ધીરે ધીરે કમરના દુખાવાની સમસ્યા દૂર થઈ જશે. કમરના દુખાવામાં અજમો પણ રામબાણ સાબિત થાય છે. અજમાને શેકી અને તેને ચાવીને ખાવો. આ ઉપાય કમરના દુખાવાને ઝડપથી દુર કરે છે. તલનું તેલ ગરમ કરી અને રોજ કમર પર માલિસ કરવી. માલિસ ઉપરાંત યોગાસન પણ ફાયદાકારક હોય છે. કમરના દુખાવાને દુર કરવા માટે મકરાસન કરવું જોઈએ.

કમરના દર્દ માટે અજમાને એક અસરકારક ઔષધી માનવામા આવે છે. અડધી ચમચી અજમ ને તાવડીમા શેકો. ઠંડો થયા બાદ તેને મુખવાસની જેમ ખાઈ જાવ. અને તેના પર એક પ્યાલો પાણીનો પીવો. માત્ર એક જ અઠવાડિયા સુધી આ નુસ્ખો અપનાવવાથી કમરના દર્દ માથી છૂટકારો મળે છે. 100 ગ્રામ કમળ કાકડીનું ચૂર્ણ લો. પછી એક વાસણમાં દૂધ નાખો અને તેને ઉકાળીને તેમાં કમળ કાકડીના ચૂર્ણને નાખો. પછી તે દૂધનું સેવન કરો અને રાહત મેળવો.

પીઠનો દુખાવો પણ કાળા મીઠાના દબાણથી મટાડવામાં આવે છે. તમારે કાળા મીઠાને બરાબર ગરમ કરવું જોઈએ. ત્યારબાદ આ મીઠાને કપડામાં બાંધી દો અને પીઠના ભાગ પર રાખો જ્યાં તમને દુખાવો થાય છે. મીઠું નાખવાથી સ્નાયુઓ હળવા થાય છે અને પીડા મટે છે. જે લોકો પીઠના દુખાવાની ફરિયાદ કરે છે, તેઓએ ધૂમ્રપાન કરવાનું બંધ કરવું જોઈએ.

કારણ કે ધૂમ્રપાન કરવાથી હાડકા નબળા પડે છે અને તેઓ પીડાની ફરિયાદ કરવાનું શરૂ કરે છે. લેમનગ્રાસના ઓઈલમાં તેનાથી બમણી માત્રામાં કોકોનટ ઓઇલ મિક્સ કરીને તેની માલિશ કરવાથી કમરના દુખાવા રાહત મળે છે. લસણની પેસ્ટ ને આશરે અડધો કલાક સુધી પોતાની કમર પર લગાવી દો પછી તેને ગરમ પાણીથી ધોઇ નાખો. લસણનું તેલ બનાવીને એની કમર પર માલિશ પણ કરી શકાય છે.

કમરના દુખાવામાં ગરમ પાણી વડે શેક કરવાથી ખૂબ રાહત મળે છે. 5 મિનિટ સુધી ગરમ પાણી વડે શેક કર્યા પછી 2 મિનિટ બાદ ઠંડા પાણી વડે શેક કરવો જોઇએ.સૂંઠ અને ગોખરૂને બરાબર માત્રામાં લો અને તેને મિક્સ કરી દિવસમાં બે વખત પાણી સાથે પીવો. કમરના દુખાવા પર 500 ગ્રામ ધતૂરના પત્તાના રસમાં 15 ગ્રામ, અફીણ, 5 ગ્રામ સીંધા લૂણ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. પછી તેના વડે દિવસમાં 4 વખત માલિશ કરો અને આરામ મેળવો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top