કબજિયાત એ એક એવી સ્થિતિ છે જ્યારે આંતરડા સંપૂર્ણપણે અથવા નિયમિતપણે ખાલી કરવામાં અસમર્થ હોય છે. જો આંતરડાની ગતિ દર અઠવાડિયે ત્રણ વખત કરતા ઓછી હોય તો વ્યક્તિને સામાન્ય રીતે કબજિયાતની મુશ્કેલી માનવામાં આવે છે. આ સમસ્યા દરેકને કોઈક સમયે થઈ શકે છે. કબજિયાતના ચિહ્નોમાં પેટમાં ગરબડ અથવા ખેંચાણ, પેટનું ફૂલવું અને ભૂખ ન લાગવી વગેરેનો સમાવેશ થાય છે.
કબજિયાત થવાનાં ઘણાં કારણો છે, જેમાં પાચનતંત્રના રોગો અને દવાઓની આડઅસરોનો સમાવેશ થાય છે, પરંતુ મોટાભાગના લોકો માટે ફાઇબરનું ઓછું પ્રમાણ ધરાવતો આહાર તેનું કારણ બની શકે છે. કબજિયાતને રોકવા માટે, તેને વધુ ખરાબ કરી શકે તેવા આહારને ટાળો, ઉદાહરણ તરીકે – કેળા, ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય, કેફીન, આલ્કોહોલ અને ચ્યુઇંગમ.
સમયસર ભોજન નહી કરવાથી, વજન ઘટાડવા માટે ડાયટ કરવાથી, પેન કિલરના વધારે પડતા ઉપયોગથી, મેંદાથી બનેલા અને મસાલાથી ભરપુર ખોરાક ખાવાથી, ભોજનમાં રેસાવાળો ખોરાક નહિવત પ્રમાણમાં ખાવાથી, ઓછું પાણી કે તરસ છીપાઈ નહી તેવા પ્રવાહીની ઉણપથી, રાત્રે મોડું ભોજન કરવાથી,વધારે પ્રમાણમાં તમાકુ, ચા, કોફી, અને સિગારેટ વગેરે વસ્તુઓનું સેવન કરવાથી, પહેલા લીધેલું ભોજન પચ્યા પહેલા બીજી વખત ભોજન કરવાથી. ચિંતા અને તનાવયુક્ત જીવન જીવવાથી.
જેમને કફ શરદીનો કોઠો હોય તેને ઝાડો ખાસ ચીકણો આવતો હોય તેમણે ઝાડો સાફ લાવવા માટે સૂંઠ, સંચળ, હરડે અને મીંઢી આવળની ફાકી 1 ચમચી સવારે નવશેકા પાણી સાથે લેવાથી કબજિયાતમાં રાહત રહે છે. આ સમયે ત્રીફ્ળાનું ચૂર્ણ 1 ચમચી અથવા ગરમાળાનો ગોળ 10 ગ્રામ, પાણીમાં ઓગળીને પીવાથી ઝાડો ખુલીને આવે છે. આ સમયે દુધમાં ઘી નાખીને પણ પી શકાય છે.
રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દુધમાં 1 થી 2 ગ્લાસ ગરમ દુધમાં 1 થી 2 ચમચી એરંડાનું તેલ નાખીને પીવાથી કબજિયાત દુર થાય છે. એરંડાનું તેલ શરીરના આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. સવારે પલાખનુ જુઈસ પીવાથી પણ કબજિયાતથી છુટકારો મળે છે. બાફેલા શાકભાજી કબજિયાત ને રાહત આપી શકે છે. ડોકટરો લીલા કઠોળ, બટાકા અને ગાજર જેવા બાફેલા શાકભાજીની પસંદગી કરવાની ભલામણ કરે છે.
કબજીયાતમાં કીવીનું સેવન ફાયદાકારક છે. મધ્યમ કિવીમાં લગભગ 2.5 ગ્રામ ફાઇબર અને પુષ્કળ વિટામિન્સ અને પોષક તત્વો હોય છે જે આંતરડા સહિત સારા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. શક્કરિયાની ત્વચામાં મોટા ભાગનું ફાઇબર હોય છે જે આવી સ્થિતિમાં મદદરૂપ સાબિત થાય છે.