મળી ગયો માત્ર 5 મિનિટમાં ગમેતેવું ગરમ ખાવાથી બળેલી જીભથી છુટકારો મેળવવાનો બેસ્ટ ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જીભ શરીરની સંવેદનશીલ ઇન્દ્રિય છે. આપણે જે ખાઈએ છીએ તેમાં જીભનો મોટો ફાળો હોય છે. જીભ વગર કોઈ પણ વસ્તુનો સ્વાદ ચાખવો અશક્ય છે. સાથે જ ઘણી વખત ઉતાવળમાં આપણે ગરમ ખાવાનું કે પીવાની વસ્તુઓનું સેવન કરીએ છીએ, જેનાથી જીભ બળી જાય છે અને જીભ બળવાના કારણે બળતરા થવા લાગે છે. જીભ દાજી ગયા બાદ કોઈ પણ વસ્તુનો સ્વાદ આવતો નથી અને જીભમાં બળતરા થાય છે. પરંતુ આજે અમે લઈને આવ્યા છીએ જીભની આ બળતરાથી માત્ર ૫ મિનિટમાં છુકારો મેળવવાનો બેસ્ટ ઈલાજ.

જીભ બળે એટલે ખાવા-પીવામાં બહુ તકલીફ પડે છે. આવી સ્થિતિમાં ઘીનો ઉપયોગ કરીને દાઝેલી જીભમાં રાહત મેળવી શકો છો. આ માટે બળી ગયેલી જગ્યા પર ઘી લગાવવું. ઘીમાં એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો હોય છે, જેનો ઉપયોગ કરીને તે સ્થાનની બળતરા મટાડી શકાય છે.

દહીં દરેક ઘરમાં હંમેશા ઉપલબ્ધ હોય છે. જ્યારે પણ જીભ બળે ત્યારે તરત જ એક ચમચી દહીંનું સેવન કરવું તેનાથી તરત રાહત મળશે. દહીં ઠંડુ હોય છે તેથી બળતરા પર તેની ખૂબ જ સારી અસર પડે છે. જીભ બળે ત્યારે મધ પણ ખૂબ જ અસર કરે છે. આ માટે એક ચમચી મધનું સેવન કરવું જોઈએ. જેનાથી દાઝી ગયેલી જીભમાં તાત્કાલિક રાહત મળશે.

ફુદીનો પણ એક સારો વિકલ્પ છે. જ્યારે જીભમાં બળતરા થાય ત્યારે ફુદીનાનો રસ પી શકો છો. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ફુદીનો ઠંડો છે. આવી સ્થિતિમાં, જો તેનો ઉપયોગ કરવામાં આવે, તો તે બળતરા દૂર કરવાનું કામ કરે છે.

જીભ બળે એટલે થોડા સમય માટે મોંમાં ઠંડુ પાણી જરૂર રાખો. આમ કરવાથી જીભમાં બળતરા ઓછી થશે. આ સિવાય તમે બરફનો પણ ઉપયોગ કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top