કફ, અપચો, અનિંદ્રા, પેટના દરેક રોગ, માથાના દુખાવામાં તરત જ રાહત મેળવવા જરૂર કરો આ ઘરેલુ ઔષધિનો ઉપયોગ, જરૂર જાણી લ્યો તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જાયફળ મોટાભાગે દરેકના કિચનમાં જોવા મળે છે. જાયફળ ખાલી ભોજનના સ્વાદને જ નથી વધારતો, પરંતુ જાયફળ તેના ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને શિયાળુ પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરીએ છીએ.

જાયફળમાં ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ, વિટામિન્સ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને મિનરલ્સ વગેરે જેવા પોષક તત્વો શામેલ છે જે ઘણા રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. જાયફળ એક બીજ છે જે ઘણા રોગોમાં અસરદાયક સાબિત થાય છે. તો ચાલો જાણીએ કે જાયફળના ફાયદા શું હોઈ શકે છે.

જાયફળમાં એંટીકોન્વલસેંટ ગુણ હોય છે, જે દૌરા પડવાથી બચવામાં મદદ કરી શકે છે. આ તણાવને ઓછો કરીને દિમાગમાં બ્લડસર્ક્યુલેશનને સુધારે છે અને એકાગ્રતાને વ્યવસ્થિત કરી શકે છે. જાયફળમાં એવો ગુણ છે, જે મૂડને સારો કરવામાં મદદ કરે છે.

આજકાલ કેટલાક લોકોને અનિદ્રા કે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થતી હોય છે. આખો દિવસ કામ, ઘર અને અન્ય ઘણી બધી વસ્તુઓના કારણે તનાવની તકલીફ થવા લાગે છે આવામાં જાયફળનું સેવન ખૂબ લાભકારી સાબિત થાય છે.

શરદી અને તાવ માટે જાયફળ શ્રેષ્ઠ આયુર્વેદિક દવા માનવામાં આવે છે.  જાયફળ અને જાવંત્રીને એકસાથે ભેળવીને પીસી લો. હવે તેને કાપડમાં બાંધી અને સૂંઘવાથી તાવમાં રાહત મેળવવામાં મદદ કરે છે. આ મિશ્રણને મધ સાથે મિક્સ કરીને તેને પાણીમાં લેવાથી શરદી તાવ અને ઉધરસ જેવા રોગોથી છુટકારો મેળવી શકાય છે.

આજના વ્યસ્ત જીવનમાં માથાનો દુખાવો એ મોટાભાગના લોકોમાં એક સામાન્ય સમસ્યા છે. માથાનો દુખાવો ટાળવા માટે ઘણા લોકો વિવિધ પ્રકારની કિંમતી દવાઓ વાપરતા હોય છે, પરંતુ છુટકારો મેળવી શકતા નથી. જો જાયફળ ને દૂધમાં ઉમેરી ને તેલ ની જેમ માથામાં લગાવવામાં આવે છે, તો તરત જ માથાના દુખાવામાં રાહત મળે છે.

આજના સમયની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો સમયના અભાવે કે પછી ઘરથી દૂર રહેવાને કારણે ફક્ત બહારનું ભોજન જ ખાય છે. રોજ આમ કરવાથી વધારે તેલ-મસાલાવાળું ખાવાથી પાચનને લગતી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.

આવી પરિસ્થિતિમાં જાયફળનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ જેવી કે ડાયરીયા અને એસિડિટીને મટાડે છે. જાયફળનું સેવન કરવાથી પાચનશક્તિ એટલે કે ડાયજેશનની પ્રક્રિયામાં પણ સુધારો જોવા મળે છે. જાયફળને ટ્રાઈટેરપેનનો સમૃધ્ધ સ્ત્રોત માનવામાં આવે છે, ટ્રાઈટેરપેનમાં એંટીડાયાબિટિક ગુણ હાજર હોય છે. જાયફળ ફક્ત જાડાપણાને જ નહીં પરંતુ ડાયાબિટીસને પણ ઓછું કરી શકે છે.

માતાનું દૂધ પીનાર બાળકને દૂધ છોડાવીને બહારનું દૂધ પચતું ન હોય તો દૂધમાં અડધી ચમચી પાણી મેળવીને, તેમાં એક જાયફળને નાખી ને ઉકાળો. આ દૂધને થોડું ઠંડું કરીને નવશેકા દૂધને ચમચીથી બાળકોને પીવડાવો, આવું દૂધ શિશુની પાચનશક્તિને સારી કરવામાં મદદ કરે છે.

ઘણીવાર શરીરમાં એસિડની માત્રામાં નોંધપાત્ર વધારો થાય છે. જેના લીધે છાતીમાં બળતરા થાય છે એટલે કે એસિડિટીની સમસ્યા થાય છે. આ માટે તમે જાયફળ, સૂંઠ અને જીરાને પીસીને તેનું ચૂરણ તૈયાર કરો. પછી ભોજન કર્યા બાદ આ ચૂર્ણને પાણી સાથે લો. તે તમારા પેટમાં ગેસ અને છાતીના બળતરાની સમસ્યાઓ દૂર કરશે.

શેકેલા જાયફળનું ચૂર્ણ ૧૦ ગ્રામ, સુગંધીનું ચૂર્ણ ૫૦ ગ્રામ અને ચંદનનું ચૂર્ણ ૫૦ ગ્રામ લો. આ બધાનું મિશ્રણ કરો અને સવાર, બપોર અને રાત્રે અડધી ચમચી મધ સાથે આ મિશ્રણ ચાટી જાઓ. તે પછી શક્ય હોય તો રાત્રે હરડેનું અથવા ત્રિફળાના ચૂર્ણનું સેવન કરવું. તેમ કરવાથી પેટ સાફ થાય છે.

મોંની યોગ્ય સફાઇ કર્યાં બાદ પણ ઘણા લોકોનું મોં બહુ દુર્ગંધ મારતું હોય છે. આ સમસ્યાથી તમે પણ પરેશાન છો તો જાયફળને લઇને આ ઉપાય અજમાવો. થોડા દિવસમાં જબરદસ્ત પરીણામ મળે છે. જાયફળ એંટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે અને આ મોંના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક સાબિત થઈ શકે છે. જાયફળ યુક્ત ટૂથપેસ્ટ કે પાવડર મોંના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.

જાયફળનો ઉપયોગ દુખાવો અને મરોડ ની તકલીફ માટે પણ કરી શકાય છે. ખાસ કરીને સાંધા અને માંસપેશીઓના દુખાવા માટે. જાયફળમાં રહેલ એંટીઓક્સિડેંટ, એંટી ઇન્ફ્લેમેટરી અને બીજા ઔષધીય ગુણ દુખાવામાં રાહત આપે છે. કેટલીકવાર ઘરેલુ ઉપચાર પણ કેન્સરના જોખમને ઘણી હદ સુધી ઓછું કરી શકે છે. જાયફળ તેમાંના ઘરેલુ ઉપચાર માંથી એક છે. જાયફળના એસેન્શિયલ ઓઇલ એક એંટી ઓક્સિડેંટના રૂપમાં કામ કરી શકે છે અને કેન્સરને રોકી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top