Breaking News

શું તમે પણ સફેદ અને ખરતા વાળથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ તેલનો સરળ ઉપાય…

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

દેખાવમાં ખૂબ જ સુંદર એવા જાસૂદના ફૂલ વાળ માટે ખૂબ ઉપયોગી છે. તેના ઉપયોગથી તમે ખરતા વાળ અટકાવવા ઉપરાંત તેના ગ્રોથને વધારવા, ડેન્ડ્રફને દૂર કરવા માટે પણ આ ફૂલ વાપરી શકો છે. તેનાથી ટાલિયાપણું રોકવામાં પણ મદદ મળે છે.

જાસૂદનું તેલ બનાવવા માટે તમારે થોડું નારિયેળનું તેલ, જાસૂદના ફૂલ, તેને કૂટવા માટે મિક્ષર અને એક કન્ટેનર લઈ લો. સૌથી પહેલા જાસૂદની કળીઓને પીસી લો. હવે એક સાફ કન્ટેનરને અડધે સુધી નારિયેળ તેલથી ભરી લો, હવે તેમાં ફૂલની કળીઓને ડૂબાડી લગભગ 4-5 મિનિટ સુધી રહેવા દો. થોડા સમય માટે તેને ઠંડુ દવા મૂકી દો.

ગેસ ચાલુ કરી તેલ ઓગળતા ની સાથે તેમાં જાસુદ ના ફૂલ ઉમેરો અને ગેસ એકદમ ધીમો રાખવો જેથી તેલ વધુ ઉડે નહિ. જેમ-જેમ ફૂલ આની સાથે ઓગળવા લાગશે તેમ-તેમ તેલ નો રંગ માં ફેરફાર આવતો જાશે. આશરે સાત થી આઠ મિનીટ સુધી આ ફૂલ ને તળવા.આ લાલ કલર ના ફૂલ જ્યાં સુધી સાવ કાળા ના થાય ત્યાં સુધી પકાવતા રેહવું તેમજ આ મિશ્રણ ને હલાવતા રેહવું જેથી તે તળિયે ચોટે નહી અને પછી ગેસ બંધ કરી આ ફૂલ તેલ ની અંદર જ રહેવા દેવા.

આ વાસણ હજુ ગરમ હશે તેથી તેને ત્રણ થી ચાર કલાક માટે મૂકી રાખવું અને તેને પાકતાં રેહવા દેવું આનાથી ફૂલનો બધો રસ તેમાં સાવ ભળી જાશે અને ત્યારબાદ તેને સાવ નીચોવીને ગરણી વડે ગાળી લેવું. આ તેલ નો રંગ ઘાટો થઇ ગયો હશે જેથી તેનો ઉપયોગ કરવા ગેસ નો ઉપયોગ ના કરતા ગરમ પાણી માં રાખી ઉપયોગ માં લેવું.

આ તેલને ઉપયોગમાં લેવાની એક ખાસ પદ્ધતિ છે. જ્યારે તેલ ઠંડુ થઈ જાય ત્યારે તેને માથામાં લગાવી શકાય છે. જ્યારે પણ આ તેલ માથામાં લગાવો ત્યારે અડધો કલાક સુધી માલિશ કરો અને વાળના મૂળ સુધી પહોંચાડો. આનાથી વાળને સારા પ્રમાણમાં પોષણ મળશે.

જાસૂદમાંથી બનાવવામાં આવેલી હેર ડાઈ વાળને સફેદ થતા રોકે છે. જાસૂદના ફૂલ અને પાંદડાઓમાં ઉચ્ચ પોષક તત્વોના કારણે તેનું મહત્વ ખૂબ જ છે. તેમાં એમિનો એસિડ, વિટામિન એ, વિટામિન સી અને અલ્ફા હાઈડ્રોક્સી એસિડ પણ હોય છે. બજારમાં જાસૂદના ફૂલ અને પાઉડર તમને સરળતાથી મળી રહેશે.

જાસૂદમાં વિટામિન સી અને એમિનો એસિડ હોવાને કારણે તે વાળ ઘણા બધા લાભ પહોંચાડે છે. તે વાળને ખરતા અટકાવે છે. આ ફૂલથી તમામ પ્રકારની સ્કિન ધરાવતા લોકો ઉપયોગમાં લઈ શકે છે. જાસૂદના ઉપયોગથી વાળના મૂળ મજબૂત બને છે અને વાળની ચમક વધે છે.

જાસૂસના 60-70 લાલ કે પીળા બન્નેમાંથી એક સાથ ધ્યાન રહે કે કનેરના ઝાડનાં એક પીળો  બન્નેમાંથી કોઈ પણ કે બન્ને એક સાથે , ધ્યાન રાખો જાસૂદના ઝડમાં એક પીળો ફૂલ ફૂલે છે. અને બીજો ગુલાબી પણ ઝાડ એક જેવું હોય છે. તેના  પાંદળા તોડી લાવો. પાનને સારી રીતે સુકા કપડાથી સાફ કરી લો.. જેથી પાન પર જે માટી ધૂળ જમા છે તે નિકળી જાય. ત્યારબાદ સરસવ નારિયેળ કે જેતૂનમાંથી કોઈ એક લીટર તેલ લો. તેલમાં કનેરના પાનના નાના ટુકડા કરી નાખવું. ત્યારબાદ તેલને ગરમ કરવા મૂકી દો. જ્યારે બધા પાન બળીને કાળા પડી જાય તો તેને કાઢી ફેંકવું અને તેલને ઠંડા કરી ગાળી લો. અને કોઈ બોટલમાં ભરીને રાખી લો.

રોજ જ્યાં વાળ નહી છે ત્યાં ત્યાં થોડા તેલ લઈને બસ 2 મિનિટ માલિશ કરવી છે. ત્યારબાદ બીજા દિવસ સુધી તેલનો પ્રયોગ ન કરવું. આ તમે રાત્રે સૂતા પણ લગાવી શકો છો. અને દિવસમાં કામ પર જતા પહેલા પણ . તે સિવાય વાળ ખરવાની સ્થિતિમાં તમે આ તેલનો પ્રયોગ વાળના મૂળ પર કરવું. આંગળીમાં તેલ લઈ અંદર સુધી લગાવો.

 

આંમળાના અચૂક ગુણોને દરેક વ્યક્તિ જાણે છે પરંતુ તેનું જાસૂદની સાથે કોમ્બો લાજવાબ છે. આંમળા અને જાસૂદના પાન અને ફૂલને એક સાથે પીસીને લગાવવાથી વાળમાં ચમક, નમી આવી જાય છે. બસ તેને તમારે ૪૦ મિનીટ જ વાળ પર લાગવીને રાખવાનું હોય છે.

જો તમારા વાળ ખૂબ શુષ્ક છે તો જાસૂદના ફૂલ, નારિયેળ તેલ, એલોવેરા જેલ, દહીને મેળવીને પીસી લો અને તેમાં મધ પણ નાંખો. આ લેપને વાળ પર ૪૦ મિનીટ સુધી લગાવો અને તેના પછી હળવા ગરમપાણીથી ધોઇ લો.

જાસૂદના ફુલમાં આદુનો રસ નીકાળીને મિક્સ કરોઅને તેને સામાન્ય વાટી લો. તેને તમારા વાળની ત્વચા પર લગાવો. તેને ૨૦ મિનીટ માટે લગાવીને રાખો. પછી વાળ ધોઈ લો. આ લેપનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરો.

મેથીના દાણાના ગુણોવિશે આપણે બધા જાણીએ છીએ પરંતુ તેને તમે પલાળીને રાખી દો અને તેના પછી જાસૂદના પાન, ના કે ફૂલ, ની સાથે પીસીને વાળમાં લગાવો તેનાથી ખોડો દૂર થઈ જશે. જો ઘરમાં છાશ હોય તો તમે તેને આ મિશ્રણમાં મેળવીને લગાવી શકો છો તેનાથી વાળને પૂરું પોષણ મળી રહે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

આ સામાન્ય લાગતું શાકભાજી પગથી લઇ માથા સુધીના ભલભલા રોગને જીવનભર ઉખાડી ફેંકશે, કોલેસ્ટ્રોલ માટે તો છે બેસ્ટ દવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. ખીજડો અથવા શમડી અથવા શમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!