ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ખરતા વાળની સમસ્યા જેવા 20થી વધુ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જાસુદ જે એકદમ સરળતાથી મળે છે.  તેમાં ઘણાબધા ઐષધીય ગુણ રહેલા છે. જાસુદનું ફૂલ અનેક બીમારીઓમાં રામબાણ ઈલાજ સાબિત થાય છે. જાસુદના ફૂલમાં વિટામીન સીની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ, આયર્ન શરીરની અનેક બીમારી ઓ માંથી રાહત અપાવવામાં મદદ કરે છે. જાસુદનું સેવન ત્વચા સંબંધિત રોગમાંથી છુટકારો આપે છે.

આ ઉપરાંત કરચલીની સમસ્યાં પણ દૂર કરે છે. જાસુદના ફૂલનો પ્રયોગ ઘાવ ભરવામાં પણ કરવામાં આવે છે. જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ ગુણ ના લીધે શરીરમાં રહેલા ફ્રી રેડિકલને નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે. જેથી ઘણી બધી બીમારીઓ જેવી કે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ તેમજ વાળને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

જાસૂદના ફૂલનું શરબત અને ચા પણ બનાવીને પી શકાય છે. ચા શરદી તેમજ ઉધરસમાં રાહત આપે છે. ફૂલની હર્બલ ટી પીવાથી બ્લડપ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે. ફૂલને સૂકવીને તેના પાવડરને પિત્ત તેમજ પથરી દૂર કરવા ઉપયોગમાં લેવાય છે.

ચહેરા પર જો ખીલ ની સમસ્યા હોય તો જાસૂદના ફૂલને પાણીમાં પલાળીને મધ મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર થી ખીલની સમસ્યા દૂર થાય છે. જાસૂદ ના ફૂલ ને ગરમ પાણી માં થોડી વાર ઉકાળવા. ત્યારબાદ તેને સુતરાઉ કાપડ ની મદદ થી ગાળી લેવું. હવે થોડી ઠંડી થાય પછી તેને પીવાથી ઘણા બધા લાભ થાય છે.

જાસૂદ માથી બનતી આ ચા રોજ સવાર અને સાંજે પીવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે. એમ કરવાથી શરીર ને જરૂરી તત્વો પણ મળી રહે છે. અને શરીર માં તાકાત પણ બની રહે છે.

આજકાલ હદય રોગ ની સમસ્યા ખૂબ છે.  તેમાં પણ જો જાસૂદ નો અર્ક કાઢી રોજ સેવન કરવામાં આવે તો તાજગી બની રહે છે, અને અકસીર ઈલાજ છે. જાસૂદ ના ફૂલ અને પાંદડા ને સૂકવી લો. પછી તેનો પાવડર બનાવીને બરણી માં ભરી લો. આ 1 ચમચી પાવડર રોજ 1 ચમચી મિસરી સાથે લેવાં આવે તો યાદશક્તિ માં વધારો થાય છે.

જે લોકો ને હિમોગ્લોબિન ની ખામી હોય તે આ જાસૂદ નો પાવડર રોજ 1 ચમચી દૂધ સાથે લેવામાં આવે તો લોહી બનવાની શરૂઆત થાય છે. અને લોહી ની માત્રા માં વધારો થાય છે. જાસૂદની અનેક જાતો છે પરંતુ ઔષધરૂપ લાલ જાસૂદ જ વપરાય છે. જાસૂદ ને વાળ માટે ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે. ટાલમાં વાળ ઉગાડવા માટે, ખોડો મટાડવા, સફેદવાળને કાળા કરવા માટે જાસૂદ ઉત્તમ ફૂલ છે.

સૌપ્રથમ જાસૂદ ના પાંદડા અને ફૂલ ને સૂકવીને પાવડર તૈયાર કરી લો. આ પાવડર માથી 2ચમચી પાવડર, અને 1 ચમચી મધ સાથે મિશ્રણ બનાવી આ લેપ ને ચહેરા પર લગાવી દો. તેને 10 મિનિટ સુધી લગાવી રાખો. પછી ઠંડા પાણી થી ફેસ ને ધોઈ લો. મુલાયમ કાપડ થી મો લૂછી લો. આ ફેસપેક નો ફાયદો એ છે, કે તે ત્વચા ને ટાઈટ બનાવે છે. જેથી વધારે યુવાન લાગો છો. કારણકે જાસૂદ પાસે એંટી એજિંગ લાક્ષણિકતા છે.

આ સાથે જાસૂદ ગરમી શાંત કરે છે.  તેથી બળતરા, દુઝતા હરસ, નસકોરી ફૂટવી, વધુ બ્લીડીંગ થવું, સફેદ વાળ, શરીર પર તજા ગરમી કે ફોડલા થવા, અળાઈ, પરસેવો વગેરેમાં વપરાય છે. તો જાણી લો જાસૂદના ફૂલ હેર પેક, જાસૂદ ફૂલ, લીમડાના પાન વાટી લેપ કરવો,  જાસૂદ ફૂલ, સરસવના દાણા, આકડાનાં પાન વાટી બાફી તેનો રસ, હળદર મીક્સ કરી વાળમાં લગાડવું,  જાસૂદ ફૂલ, પારિજાતક ફૂલ તથા લીમડાપાનને દહીંમાં વાટીને લેપ કરવો અથવા જાસૂદ ફૂલના ઉકાળામાં લીંબુ રસ નાંખી વાળ ધોવા. જાસૂદના પુષ્પ કલિકા, પુષ્પ વગેરે ઔષધ તરીકે ઉપયોગમાં આવે છે.

વાળ કાળા કરવા માટે ભાંગરા અને જાસૂદનાં ફૂલ ઘેટીના દૂધમાં વાટીને તેને લોઢાના વાસણમાં ભરવું. સાત દિવસ પછી કાઢી લેવું. ત્યાર પછી ભાંગરાના રસમાં ઠાલવીને માથા ઉપર રાત્રે સૂતી વખતે ચોપડવું અને માથું બાંધી રાખવું. સવારમાં ઉઠીને માથું ધોઈ નાખવું. વાળનો રંગ કાળો થાય છે. જાસૂદનાં ફૂલ, લીલાં આમળાં, ભાંગરો, કાળા તલ વાટી તેના લેપથી ખોડો તથા ઉંદરી મટે છે.

માથા માં ટાલ દૂર કરવા માટે જાસૂદનાં ફૂલ કાળી ગાયના મૂત્રમાં વાટીને ટાલ ઉપર લગાવવાથી ટાલ મટે છે. જો પ્રદર ની સમસ્યા હોય તો  ૧૦થી ૧૨ જાસુદનાં ફૂલની કળીઓ દૂધમાં વાટીને સ્ત્રી પીએ તો પ્રદર અવશ્ય મટે છે.

જાસૂદ શીતળ, પૌષ્ટિક, ગર્ભવૃદ્ધિકર અને પ્રમેહદન છે. એનું શરબત છાતીનો દુઃખાવો, ખાંસી, લોહીવા, મૂત્રદાહ વગેરેમાં ઉપયોગી છે. મૂળ અને ફૂલનો ક્વાથ સગર્ભા સ્ત્રીને  આપવાથી ગર્ભનું પોષણ થાય છે. જાસૂદની કળીઓ વીર્યસ્ત્રાવમાં, ધાતુની નબળાઈમાં, મૂત્રદાહ વગેરે ઉપયોગી છે. મૂળદાહ વગેરે ઉપયોગી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top