અગથીયો વૃક્ષ એક ઔષધિ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તે શિયાળામાં જ ઉગે છે. તેના ફૂલોથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. લોકો તેના ફૂલોમાંથી શાકભાજી, પકોડા, અથાણા, ગુલકંદ વગેરે બનાવે છે. શું તમે જાણો છો માથાનો દુખાવો, પેટમાં દુખાવો, આંખની બિમારી અને લ્યુકોરિયા માટે પણ અગથિયો ફાયદાકારક છે.
અગથિયાના બીજ, ફૂલો, પાંદડા, રસ, મૂળ દરેકનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે. અગથિયામાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, બી અને સી વગેરે પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તે અનેક રોગો માટે ફાયદાકારક પણ સાબિત થાય છે. ચાલો આપણે જાણીએ કે કયા રોગમાં અગથિયા નો લાભ લઈ શકાય છે.
બાળકોથી લઈને વૃદ્ધ દરેકને શરદી અને ખાંસીની ફરિયાદ હોય છે. અગથિયાના મૂળ અને પાંદડાના ઉકાળામાં મધ મેળવીને પીવાથી શરદી અને ખાંસી જેવી સમસ્યાથી રાહત મળે છે. જો તમે કામના તણાવ વાળા જીવનને કારણે માથાનો દુખાવો અનુભવી રહ્યા છો, તો અગથિયો ઘરેલું ઉપાય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
માથાનો દુખાવો થતો હોય તો અગથિયા ના પાંદડાઓ અથવા ફૂલોના રસના 2-3 ટીપાં માથાની વિરુદ્ધ બાજુના નાકમાં નાખવાથી આધાશીશીમાં ફાયદો થાય છે. તેના ઉપયોગથી કોઈ વ્યક્તિને માથાનો દુખાવો અને નાકમાં દુખાવો થતો હોય તો રાહત મળે છે.
આંખને લગતા રોગો જેમ કે આંખની સામાન્ય પીડા, રાતનું અંધત્વ, આંખની લાલાશ વગેરે. આ તમામ પ્રકારની સમસ્યાઓમાં અગથિયાના ઘરેલું ઉપાય ખૂબ ઉપયોગી છે. અગથિયાના 250 ગ્રામ પાનને પીસી લો અથવા એનો ઉકાળો બનાવો અને તેને 1 કિલો ઘી માં મિક્સ કરી સારી રીતે ઉકાળી લો. આનું સેવન કરવાથી આંખના રોગોમાં રાહત મળે છે.
મોટે ભાગે મસાલેદાર ખોરાક અથવા બહારના ખોરાક ખાવાથી પેટમાં દુખાવો થાય છે ત્યારે અગથિયાની છાલ(5-10 ગ્રામ)નો ઉકાળો બનાવી 20 થી 30 મિલીલીટર ઉકાળમાં થોડું સિંધવ મીઠું નાંખો અને 2 લવિંગ અથવા હીંગ નાંખીને ઉકાળી લો અને તેને સવાર-સાંજ પીવાથી ઝાડા અને પેટમાં દુખાવામાં રાહત મળે છે.
સ્ત્રીઓમાં સફેદ પાણીનો રોગ સામાન્ય છે. આમાંથી રાહત મેળવવા અગથિયાનું સેવન ખૂબ જ ઉપયોગી છે. અગથિયાના પાંદડાના 10 મિલી રસ સાથે થોડું મધ મેળવીને યોનિમાં લગાવવાથી સફેદ પાણી, યોનિમાર્ગમાં ખંજવાળ વગેરે મટે છે.
મોટે ભાગે સાંધાના દુખાવાની સમસ્યા વૃદ્ધાવસ્થા થી શરૂ થાય છે, પરંતુ અગથિયાનું સેવન કરવાથી તેમા રાહત મળે છે. અગથિયાના મૂળ અને ધતૂરાના મૂળ બંનેને સરખા ભાગે પીસીને તેને દુખાવા વાળ ભાગ પર બાંધવું. તેનાથી સાંધામાં દુખાવો, પીડા અને સોજો માં રાહત મળે છે.
આજના પ્રદૂષણયુક્ત વાતાવરણમાં ચામડીના રોગોનું જોખમ વધી રહ્યું છે. દરેક વ્યક્તિ ત્વચા સંબંધી કેટલીક સમસ્યાઓ જેવી કે ખંજવાળ, ખરજવું, ધાધર વગેરેથી પીડાય છે. અગથિયાના ફૂલના 100 ગ્રામ પાવડરને એક લિટર દૂધમાં નાખી તે દૂધનું દહીં બનાવો, બીજા દિવસે આ દહીંમાંથી માખણ કાઢીને ચામડી પર માલિશ કરવાથી ફાયદો થાય છે.
ઋતુઓના બદલાવને કારણે તાવ અથવા કોઈ ચેપને કારણે તાવ આવ્યો હોય તો અગથિયા નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. બે-ત્રણ ચમચી અગથિયાના પાંદડાના રસમાં અડધી ચમચી મધ મેળવીને સવાર-સાંજ ચાટવાથી તાવ જલ્દીથી ઉતરી જાય છે.
વા ના લક્ષણો દૂર કરવામાં અગથિયો ખૂબ ફાયદાકારક છે. ગૌમૂત્ર સાથે અગથિયા ના પાન અને કાળા મરીનો પાવડર બરાબર પીસી લો અને વા ના દર્દીને સુંઘાડવાથી ફાયદો થાય છે. જો બાળક નાનું હોય તો પછી અગથિયાના બે પાંદડાઓનો રસ અને તેમાં રસથી અડધા ભાગના કાળા મરી નાંખીને બાળકને સૂંઘડવાથી વા શાંત થાય છે.
ઘણીવાર વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ નબળી થવાની સમસ્યા હોય છે. યાદશક્તિ વધારવામાં અગથિયો ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. સવારે થોડા દિવસો માટે ગાયના 250 મિલીલીટર દૂધ સાથે 1-2 ગ્રામ અગથિયાનો પાવડર પીવાથી યાદશક્તિ વધે છે.