મોંઘી-મોંઘી દવા કરતાં વધુ અસરકારક અપચો, જલંદર જેવા પાચન ના દરેક રોગોનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જલંદર એ પેટને લગતી સમસ્યા છે. આ સમસ્યા બહારનું જંક ફૂડ ખાવાથી ઉત્પન થાય છે. આજકાલ જલંદર એ લોકોમાં જોવા મળતી સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા દૂર કરવા માટે લોકો મોંઘી દવાઓનું સેવન કરે છે જેની આડઅસર પણ થાય છે.

જલંદરના રોગની સમસ્યા દૂર કરવા માટે આયુર્વેદમાં ઘરેલુ ઉપચારને વધુ મહત્વ આપવામાં આવે છે. માટે અમે તમારા માટે જલંદરની સમસ્યાના ઘરેલુ ઉપચાર લઈ ને આવ્યા છીએ, જેની કોઈ આડઅસર થતી નથી. ચાલો આ લેખ દ્વારા જાણીએ જલંદરના ઉપચાર વિશે.

3 તોલા દિવેલ બકરીના દૂધ સાથે મેળવીને ચાર મહિના સુધી પીવાથી જલંદર, જળોદર, કઠોદર, નારગોળ વગેરે જડમૂળ માંથી મટે છે. એળિયો અને ઇન્દ્રવરણા નું ફળ વાટીને પેટ ઉપર લેપ કરવાથી જલંદર માટે છે. આ ઉપરાંત ઊંટીનું દૂધ ખોરાક તરીકે જ ઉપયોગ કરો તો ઝાડા થઈને જલંદરનું દર્દ મટે છે.

ત્રાયમાણનો ઉકાળો કરી પીવાથી જલંદર માં લાભ મળે છે. સરગવાની છાલને ખૂબ જ ઉકાળી તે ઉકાળો પીવો. ગોમૂત્ર સવાર-સાંજ-બપોર રોજ બે તોલા પીવાથી જલંદર મટે છે તેમજ કાંટાળા થોરને બાફીને તેનો રસ મધ સાથે ઉપયોગમાં લેવાથી ઝાડા થઈને જલંદરનું દર્દ મટે છે.

જલંદરના રોગમાં ખોરાકમાં માત્ર ખીચડી જ ખાવી જોઈએ. કુંવાડિયાનાં બીનો ભૂકો પા તોલા ગોળ સાથે દિવસમાં ત્રણ વાર ખાવાથી જલંદર મટે છે. કાંટાળા થોર નું દૂધ ૩વાલ ભાર જેટલું પીવામાં આવે તો જલંદર મટે છે. જુવાન ઘોડાનું મૂતર નીતારીને તેને કપડાંથી સાત વાર ગાળીને રોજ બે પૈસાભાર દર્દીને પીવડાવવાથી આ રોગમાં લાભ મળે છે.

અજમો ચાર પૈસાભાર અને ખારેકના સત્તર ઠળિયાનું ચૂર્ણ ભેગું કરી બે આની ભારે પાણી સાથે પીવું. ગરમાળાનાં પાન છૂંદી રસ કરીને ગરમ કરી પાંચ તોલા પીવાથી તે જલંદરમાં ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત તેનાં પાન ગરમ કરીને પેટ ઉપર મૂકવાથી લાભ મળે છે. મૂળાનાં પાનનો રસ સવારમાં ચાર તોલા દર્દીને પિવડાવવો.

મૂળાનો રસ મધમાં ભેળવીને પીવાથી જલંદર મટે છે. સમુદ્રફળ દિવેલમાં અથવા ધી સાથે મેળવીને રોજ પીવાથી જલંદર મટે છે. બરુનાં મૂળનું ચૂર્ણ પા તોલો મધ સાથે ઉપયોગમાં લેવાથી લાભ મળે છે. વજ પાણીમાં ઘસીને લગાડવાથી અથવા મકાઈની અંદરના રેસા પા તોલા પાણીમાં વાટીને એ પાણી પીવાથી તે ફાયદાકારક અસર બતાવે છે.

પા શેર સોનામુખી શેર પાણીમાં પલાળીને ત્રણ કલાક પછી સોનામુખીને ચોળવી. એક રાત ઢાંકીને રાખવું ત્યારબાદ એ પાણી કપડાંથી ગાળી લેવું. આ રીતે તૈયાર કરેલું આ પાણી દર્દીને પાવાથી જલંદર ના દર્દમાં લાભ મળે છે. જલંદરના દર્દીએ રાઈને ગાયના મૂત્રમાં વાટીને ખાવાથી લાભ મળે છે.

લસણની કળી પથ્થર પર વાટીને મધમાં ભેળવી દેવી. સાત દિવસ પછી તેમાંથી દરરોજ પા તોલો 40 દિવસ ખાવાથી જલંદરના રોગમાં લાભ મળે છે. અંકોલનાં મૂળનો ઉકાળો પીવાથી જલંદરમાં લાભ મળે છે અથવા તેના મૂળ ઘસીને પેટ ઉપર લગાડવાથી પણ જલંદરના દર્દ મટે છે.

અરણીનાં પાન ગરમ કરીને તેનો લેપ પેટ પર લગાડવાથી લાભ મળે છે. સૂંઠ અને અજમો સમભાગે લઈ તેનું ચૂર્ણ પા તોલો ગોળમાં ભેળવીને દિવસમાં બે વાર રોજ ખાવું અથવા તેની લૂગદી પાણીમાં વાટી પેટ ઉપર લગાવવી. સરગવાનાં મુળ પાણીમાં ઘસીને લગાડવા અથવા કૂતરિયા ઘાસનાં પાન રોજ પા તોલો ખાવાથી જલંદર મટે છે.

નગોડના રસમાં સમુદ્રફળ નવ દિવસ પલાળવા પછી તેને છાંયે સૂકવવા. એ પછી તેનું ચૂર્ણ તૈયાર કરવું અને આ ચૂર્ણ એક વાલ જેટલું રોજ શેર દૂધ સાથે સાત દિવસ સુધી પીવાથી જલંદર ના દર્દ મટે છે. છાણાં ની રાખ (આ ગોબર ગાયનું હોવું જોઈએ) પાણીમાં નાંખીને તે પાણી ૪ કલાક બાદ નીતારીને પીવાથી જલંદરના દર્દ મટે છે.

છીપનો ચૂનો, જવખાર અને સિંધાલૂર્ણ સમભાગે મેળવી પ વાલ જેટલું રોજ દહીં સાથે ખાવાથી લાભ મળે છે. લીંપીપર ૫ તોલા ખરસાણીના (થુવર) દૂધમાં સાત દિવસ પલાળવા, અને પછી રોજ તેમાં ખરસાણીના દૂધનો ઉમેરો કરવો. એ પછી આ રસ તડકે સૂકવીને ચૂર્ણ બનાવવું. ૨ રતી ચુર્ણ પાણી સાથે પીવાથી જલંદરના દર્દમાં આરામ મળે છે.

Scroll to Top