રાત્રે સુતા પહેલા રૂમ બંઘ કરીને માત્ર પાંચ મિનિટ આ નામનું ઉચ્ચારણ કર્યા પછી ફક્ત 150 સેકન્ડમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશેરાત્રે સુતા પહેલા રૂમ બંઘ કરીને માત્ર પાંચ મિનિટ આ નામનું ઉચ્ચારણ કર્યા પછી ફક્ત 150 સેકન્ડમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે. જો તમને સરખી ઊંઘ ના આવતી હોય તો તે સમસ્યા એક એવી બીમારી છે જે ઘણી બીમારીઓને આમંત્રણ આપી શકે છે. જો તમને અનિદ્રાની સમસ્યા હોય તો તેની અસર મગજ પર થઈ શકે છે. માટે સમયસર તેનું નિરાકરણ લાવવું ખુબ જ જરૂરી છે. જેથી ઘણી સમસ્યામાંથી બચી શકાય છે.
ઘણા લોકો ઊંઘ ના આવતી હોય તો ઊંઘ ની ગોળીઓ ખાતા હોય છે. પરંતુ ગોળીઓનું સેવન કરવાથી આપણા શરીર પર ખરાબ અસર પડી શકે છે. ઘણા લોકોને જમ્યાં પછી અને સુતા પહેલા પણ બીડી, સિગરેટ, કોફી ચા, વગેરની ટેવ હોય છે. જેના કારણે તે લોકોને રાત્રે ઊંઘ આવતી નથી. માટે રાત્રે સુવાના એક – બે કલાક પહેલા કોઈ પણ પ્રકારના વ્યસન ના કરવા જોઈએ. જેથી તમને અનિંદ્રા ની સમસ્યા માં રાહત મળે છે.
લોકો ને વઘારે પડતા તણાવ, ચિંતા, ગુસ્સો, વિચારો આવવા, ભૂખ્યા રહેવું, ખાટું ખાવું જેવી અનેક સમસ્યા હોવાથી અનિદ્રા થવાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત અનિયમિત આહાર લેવો અથવા પેટ ભરીને ખાઈ લેવાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે.
અત્યાર ના સમય માં લોકોને રાત્રીના સમયે મોડા સુઘી જાગવાની આદત હોય છે. ઘણા લોકો લાઈટ બંઘ રાખીને મોબાઈલ વાપરતા હોય છે. જેના કારણે તેમને આંખો પણ ખેંચાય છે જેના કારણે જલ્દી થી ઊંઘ આવતી નથી. જો તમને પણ રાત્રીના સમયે ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય તો માત્ર 5 મિનિટ રૂમ બંઘ કરીને ઘ્યાન કરવાની સ્થિતિમાં બેસીને માત્ર ૐ નામનું ઉચ્ચારણ કરવું જોઈએ જેથી તમને માત્ર 150 સેકન્ડમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે.
જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય તો રાત્રે હળદર વાળા દૂધનું સેવન કરવું જોઈએ. આ માટે એક ગ્લાસ દૂધને ગરમ કરીને તેમાં એક ચમચી હળદર મિક્સ કરીને રાતે સુતા પહેલા પી જવાથી સારી ઊંઘ આવે છે. હળદર વાળા દૂધનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય છે.
જે લોકો ને અનિંદ્રા ની સમસ્યા હોય તે લોકો વરિયાળી નો ઉપયોગ કરીને તેમાં રાહત મેળવી શકે છે. એક ચમચી જેટલી વરિયાળી લઈને તેને પીસીને પાવડર બનાવી લો, હવે એક ગ્લાસ પાણીને ગરમ કરીને એ પાવડર ને મિક્સ કરીને પીવાથી પણ સારી ઊંઘ આવશે. વરિયાળી ના પાણી નું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થશે અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.
જો તમને ઊંઘ ના આવતી હોય તો બદામનું તેલ અને જાયફળ ના તેલને પગના તળિયામાં માલિશ કરવાથી માત્ર 5 મિનિટ માં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે. ત્રણથી ચાર બદામ ને છીણીને એક કપ ગરમ દૂઘ માં મિક્સ કરીને પીવાથી અનિદ્રાની સમસ્યા દૂર થશે અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.
દૂધ માં જાયફળ મિક્સ કરીને પીવાથી પણ સારી ઊંઘ આવે છે. સારી ઊંઘ લાવવા માટે રાત્રીના સમયે હળવું ભોજન કરવું જોઈએ. આ ઉપરાંત ભૂખ્યા ક્યારેય સૂવું ના જોઈએ. રાત્રીના સમયે ખાટા ફળોનું સેવન ના કરવું જોઈએ.