શું તમે પણ આ ભૂલ કરી રહ્યા છો? તો આપી રહ્યા છો હદય અને મગજની અનેક બીમારીઓને આમંત્રણ, અહી ક્લિક કરી જરૂર જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ વધી ગયો છે, લોકો મોટાભાગના કામ સ્માર્ટફોનથી કરવા લાગ્યા છે. આમાં ઇયરફોન મહત્વનો ભાગ ભજવે છે. આજકાલ નાના છોકરાઓથી માંડીને કૉલજીયન્સ અને ધંધાદારીઓ ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે. પરંતુ  ખબર છે ઇયરફોનથી સ્વાસ્થ્યને મોટુ નુકશાન થઇ શકે છે. ઇયરફોનના યૂઝથી ફાયદાની સાથે ગેરફાયદાઓ વધુ છે.

ઊંચા અવાજમાં ઇયરફોન કે હેડફોનમાં ગીત સાંભળવાની તમારી આદત તમારી સાંભળવાની ક્ષમતા ઓછી કરે છે, ઉપરાંત તે મોટી દુર્ઘટનાનું પણ કારણ બની શકે છે. અવારનવાર આવી ઘટનાઓ બને છે, જેમાં ઇયરફોન ભરાવીને ટીનેજર્સ એક્સિડન્ટનો શિકાર બને છે.

ઇયરફોનનો સતત ઉપયોગ કરવાથી સાંભળવાની ક્ષમતા પર ખરાબ અસર પડી શકે છે. તેનાથી સાંભળવાની ક્ષમતા 40થી 50 ડિસેબલ ઓછી થઈ જાય છે. તેથી વધુ લાઉડ મ્યુઝિક સાંભળવું ન જોઈએ. તેનાથી  કાનના પરદામાં કંપન થાય છે, જેને કારણે ધીમે ધીમે દૂરના અવાજો સાંભળવાનું બંધ થઈ જાય છે.  બધિર પણ બની શકો છો.

લાઉડ મ્યુઝિક કાનની અંદરના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડે છે, જેનાથી બ્રેઇનને યોગ્ય સિગ્નલ મળવાનું ધીમે ધીમે બંધ થઈ જાય છે. લાંબા સમય સુધી ઊંચા અવાજે ગીતો સાંભળવાની આદતથી કાનની અંદરનું કવરિંગ પણ ડેમેજ થઈ જાય છે અને સાંભળવાની ક્ષમતા ઓછી થવા લાગે છે.

ઉચા અવાજમાં ગીત સાંભળ્યા પછી, હૃદયની ધબકારા તમારી સામાન્ય ગતિ કરતા ઝડપથી ચાલવાનું શરૂ કરે છે. જ્યારે આવું થાય છે, ત્યારે દિનચર્યા કામ કરતી વખતે તમારું હૃદય ધીમું થઈ જાય છે. હૃદયનું ધીમું કામ કરવું, તે હૃદય સંબંધિત રોગોને આમંત્રણ આપે છે.

60:60 ફોર્મ્યુલા અનુસરવાની આદત પાડો. જો મ્યુઝિક સાંભળતા હોવ તો સાઉન્ડ લેવલને 60 ટકાથી વધુ ન રાખો અને દિવસરાતમાં 60 મિનિટથી વધુ સમય ઇયરફોનનો ઉપયોગ ન કરો.

ઇયરફોનનો ઉપયોગ કરવાથી માથામાં દુખાવો, ઊંઘ ન આવવાની સમસ્યા, કાનમાં દુખાવો અને ડોકના કોઇ ભાગમાં દુખાવો થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે બંને કાનથી સંભળાતું ઓછું થઈ જાય અને કાનમાં સીટીનો અવાજ સંભળાવા લાગે ત્યારે તુરંત હોસ્પિટલ જઈને ઇલાજ કરાવો, નહિતર સંભળાતું સંપૂર્ણ બંધશકે છે.

ઇયરફોનનો ઉપયોગ વખતે તેમાં રહેલા બેક્ટેરિયા તમને નુકશાન પહોંચાડી શકે છે. જ્યારે  તેને પોતાના કાનમાં લગાઓ છો ત્યારે આ બેક્ટેરિયાના કારણે કાનમાં સંક્રમણ થવાની શક્યતા પણ વધી જાય છે.

મોટે ભાગે રાતે કાનમાં હેડફોન લગાવીને ગીત સાંભળતાં સાંભળતાં લોકો સૂઈ જાય છે. આ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી લાંબો સમય કાનમાં ડિસ્ટર્બન્સ રહે છે. આ સિવાય જો ઘરની બહાર કે રસ્તા પર ચાલી રહ્યા હોવ ત્યારે હાઈ સાઉન્ડ લેવલને કારણે બહારનો અવાજ અંદર આવતો નથી અને પાછળથી આવતા વાહનનો શિકાર બની જવાય છે.

જો લાંબા સમય સુધી ગીત સાંભળ્યા પછી, એક ઉમર પછી, તો કેન્સર જેવા ગંભીર રોગ પણ થઈ શકે છે. જો  ખુબ ઉચા અવાજ થી ગીત સાંભળશો તો શરીરના આંતરિક વાળ ના કોષોને ઇજા થાય છે અને  આ ગંભીર રોગનો ભોગ બની શકો છો.

આટલું જ નહીં, તે ચક્કર આવવા, કાન માં સનસનાટી થવી, કાન ના પડદા ને નુકશાન પોહ્ચવું અને કાન માંથી છન છન જેવા અવાજ આવવા, જેવી વધુ સમસ્યાઓ પણ પેદા કરી શકે છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top