આજે અમે તમને જણાવીશું એવી વસ્તુઓ વિશે જે ઈંડા કરતાં પણ વધારે શક્તિ શરીરને પૂરી પડે છે. આ વસ્તુઓના સેવનથી અનેક સમસ્યાઓ દૂર થશે. તો ચાલો આપણે જાણીએ એવી વસ્તુઓ વિશે જે ઈંડા કરતાં પણ વધારે શક્તિ પૂરી પડે છે.
મગફળી : સ્વાસ્થ્ય સુધારવા માટે માસ અને ઈંડાને પ્રોટીનનો સૌથી ઉતમ સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો મગફળી ની અંદર ઇંડા કરતાં પણ વધુ માત્રામાં પ્રોટીન અને અન્ય પોષક તત્વો હોય છે? મગફળી ની અંદર અનેક પ્રકારના પોષક તત્વો અને પ્રોટીન હોય છે જે માંસ અને ઇંડા કરતાં પણ વધુ પૌષ્ટિક હોય છે.
જેટલું પ્રોટીન દૂધ કે પછી ઈંડા માંથી મળે છે તેના કરતાં ચાર ગણું પ્રોટીન ૫૦ ગ્રામ મગફળી માંથી મળે છે. મગફળીનું સેવન હૃદય માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેનાથી હૃદય રોગ નાશ પામે છે. ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં પણ મગફળી ખુબજ લાભદાયક છે. મગફળી ની અંદર ભરપૂર માત્રામાં વનસ્પતિ પ્રોટીન હોય છે, જે શરીરને જરૂરી એવું પ્રોટીન પૂરું પાડે છે.
મગની દાળ : મગની દાળના સેવનથી આપણા સ્વાસ્થ્યને કેટલાક ફાયદા પણ થાય છે. મગની દાળમાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ ફોલેટ, કોપર, ઝિંક અને વિટામિન જેવા પોષક તત્ત્વો હોય છે. આ દાળના સેવનથી શરીર માટે જરૂરી પોષક તત્ત્વોની ઉણપને દૂર કરી શકાય છે. મગની દાળ ડેન્ગ્યુ જેવી ખતરનાક બીમારીઓથી પણ બચાવી શકાય છે. મગની દાળ ને ખાવાથી ચહેરા ની સુંદરતા વધી જાય છે અને શરીર ને ઘણા બધા પોષક તત્વો પણ મળી જાય છે.
દૂધ : દૂધ ને ઈંડા કરતાં પણ વધારે કેલ્શિયમ યુક્ત ગણવામાં આવે છે. શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે દૂધનું સેવન કરવું બહુ જરૂરી છે. પોષક આહારમાં સામેલ દૂધ સ્વાસ્થ્ય માટે બહુ લાભકારી છે. દૂધ પીવાથી એસિડિટી, સ્થૂળતા, વારંવાર ભૂખ લાગવી વગેરે જેવી નાની બીમારીઓ દૂર કરી શકાય છે. રાતે દૂધ પીવાથી પેટ ભરેલું લાગશે અને સૂતી વખતે ભૂખ પણ ના લાગવાથી ઉંઘ સારી આવશે. આ ઉપરાંત રાતે દૂધ પીવાથી શરીરની માંસપેશીઓને પણ આરામ મળે છે. જેનાથી માણસનો થાક ઉતરે છે. જો ત્વચા સારી રાખવી હોય તો રાતે સૂતા પહેલાં દૂધ પીવું જોઈએ.
ચણા : ઈંડા ની તુલનામાં ચણા વધુ ફાયદો આપે છે. શાકાહારી માટે ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત છે. પ્રોટીન સિવાય પણ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, અને ફ્લેટ જેવા ન્યુટ્રીએન્ટ હોય છે જે હ્રદયની સમસ્યા અને બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. તેના સેવનને કારણે પેશાબ સરળતાથી આવે છે. તેને પાણીમાં પલાળીને ચાવવાથી શરીરમાં તાકાત આવે છે.
ચણા શરીરને ખૂબ સ્ફૂર્તિવાન અને શક્તિશાળી બનાવે છે. ચણામાં આવતા આયર્ન પ્રોટીનથી શરીરને એનર્જી અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. જેનાથી કમજોરી દૂર થાય છે. ચણામાં આવતા અલ્ફા લીનોલેનીક એસિડ અને ઓમેગા 3 ફેટી એસિડ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હાર્ટએટેકથી બચાવે છે. સારી ઊંઘ આવે છે, ચણામાં આવતા એમોનિયા એસિડ ટ્રીપટોફાન અને સેરોટોનિન સારી ઊંઘ લાવામાં મદદ કરે છે.
સોયાબીન : સોયાબીન ને ઈંડા કરતાં વધુ શક્તિશાળી ગણવામાં આવે છે કારણ કે સોયાબીન માં કેલ્શિયમ, ફાઈબર, થાયમીન, રિબોફ્લેવિન, અમીનો, વિટામીન ઈ, સહિત ઘણા પ્રકારના પોષક તત્વો મળે છે. સોયાબીનની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જેના કારણે તેને ખાવાથી શરીરમાં લોહીનું સ્તર બરાબર રહે છે.
સોયાબીન ખાવાથી બ્લડપ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. સોયાબીન માં વિટામિન ઇ હાજર હોય છે જે ત્વચા માટે સારું સાબિત થાય છે. સોયાબીન નું દૂધ પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. સોયાબીન ના દૂધમાં ઓછી કેલરી હોય છે.
બદામ : બદામમાં ખુબ જ સારા ફેટની સાથે સાથે ભરપુર પ્રોટીન હોય છે. 100 ગ્રામ બદામમાં લગભગ 21 ગ્રામ પ્રોટીન હોય છે અને બદામ શરીરને વધારવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. બદામમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. બદામ વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે.
બદામના સેવનથી બ્લડ પ્રેશર, વજન વધવું, બ્લડ શુગર અને હૃદયના રોગનો ખતરો ઓછો થાય છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે. બદામ હાડકા અને દાંત માટે ફાયદાકારક છે. બદામ ખાવાથી દિમાગ તેજ, ડાયાબિટીસ કંટ્રોલ અને હાડકાં મજબૂત થાય છે. બદામનું સેવન તણાવ દૂર કરવામાં મદદ કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.