ઘર પર બનનારી લગભગ બધી જ રસોઈમાં આપણે હિંગનો ઉપયોગ કરીએ છીએ. હિંગનો ઉપયોગ શાકભાજીનો સ્વાદ સુધારવા માટે કરવામાં આવે છે, પરંતુ કદાચ તમે જાણતા નહીં હોવ કે હીંગ માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. તમે હીંગનો ઉપયોગ કરીને અનેક પ્રકારના રોગોનો ઇલાજ કરી શકો છો. આયુર્વેદમાં હિંગના ઘણા ફાયદા વર્ણવવામાં આવ્યા છે. આજે અમે તમને આ લેખ દ્વારા હીંગના ફાયદા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
હીંગમાં કોમરિન્સ નામના તત્વ રહેલા છે. જે લોહીને પાતળું કરીને બ્લડ ફ્લો વધારે છે. તેના કારણથી લોહી જામતું નથી. બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ અને શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ ઘટે છે. જેના કારણથી હાઇપરટેન્શનથી બચાવ થાય છે. આદુ અને હિંગને મધમાં મિક્સ કરીને ખાવાથી કાળી ઉધરસ અને સૂકી ઉધરસમાં આરામ મળે છે અને હિંગનો ઉપયોગ સૌથી સારો ઉપાય છે. હિંગ એક બેસ્ટ ઉપાય છે દરરોજ ભોજનમાં હિંગ ઉમેરવાથી ઘણા ફાયદા મળે છે.
બળતરા વિરોધી ગુણધર્મો મળવાને કારણે હીંગ માથાના દુખાવામાં પણ મદદ કરે છે. તમારા શરીરની ધમનીઓમાં બળતરા સોજો ઓછુ કરવાનુ કામ કરે છે. માથાના દુખાવામાં રાહત માટે હિંગના પાણીનું સેવન કરી શકાય છે. જો દાંતમાં કીડા નીકળ્યા હોય તો દરરોજ સૂતા પહેલા હળવા હળવા ગરમ પાણીમાં એક ચપટી હિંગનું મિશ્રણ પીવાથી દાંતના કૃમિની સમસ્યાથી રાહત મળે છે.જો હીંગ ઘણા ત્વચા રોગ જેવા કે દાંત, ખંજવાળ અથવા ધાધરમાં ખૂબ ફાયદાકારક છે. હીંગને પાણીમાં પીસીને ત્વચાકોપની જગ્યાએ લગાવો.
હીંગ પાચન માટે રામબાણ છે. તેમાં હિંગનું પાણી પાચનશક્તિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ૭ દિવસ સુધી હિંગનું પાણી પીવાથી શરીરમાં જે પહેલો બદલાવ આવે છે તે પાચનશક્તિની મજબૂતી છે. હકીકતમાં હિંગના પાણીનું સેવન કરવાથી શરીરમાં બની રહેલ એસિડ ખતમ થઇ જાય છે અને તેનાથી પેટની ઘણી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે.
જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેને હિંગનું સેવન જરૂર કરવું જોઈએ. રાતે સુતા પહેલા હિંગ, અજમો અને સંચળનું ચૂર્ણ બનાવીને હૂંફાળા પાણી સાથે પીવાથી સમસ્યા દૂર થાય છે. જે લોકોને બાળકો અથવા મોટાને ભૂખની સમસ્યા હોય તો ઘીમાં હિંગ ઉમેરી આદુ સાથે ઉમેરી ઉપર લીંબુ મિક્સ કરી પીવાથી ભૂખ નથી લાગતી.
હિંગનું પાણી હાડકાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેને પીવાથી શ્વાસ સંબંધી બીમારીઓનો અંત થાય છે. રોજ હિંગનું પાણી પીવાથી શરીરમાં પાણીની અછત નથી રહેતી.હીંગને ગરમ પાણી સાથે મિક્સ કરો અને પાંસળી પર માલિશ કરો. તેનાથી પીડામાં રાહત થશે. કૂતરુ કરડે તો હીંગ ફાયદો આપશે. હીંગને પાણીમાં પીસી લો અને કૂતરુ કરડ્યું હોય તે સ્થળે લગાવશો તો ફાયદો થશે.
પીરિયડ્સમાં દુખાવાને કારણે મહિલાઓ ખૂબ જ પરેશાન હોય છે. કેટલીકવાર પીડા એટલી વધી જાય છે કે સહન કરવું મુશ્કેલ થઈ જાય છે. આ સ્થિતિમાં હિંગ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પીરિયડ્સ દરમિયાન અનિયમિત રક્તસ્રાવ અને વધારે રક્તસ્રાવની સમસ્યામાં હિંગ ફાયદાકારક છે. હીંગ કાનના દુખાવામાં પણ રાહત આપી શકે છે. તમે નાના દુઃખાવામાં નાળિયેર તેલ ગરમ કરો, હીંગનો નાનો ટુકડો નાખો અને તેને ઓગળવા દો. આ પછી તેલ ઠંડું થાય ત્યારે આ તેલનો એક ટીપુ કાનમાં નાંખો. આ કરવાથી, તમને જલ્દીથી કાનના દુખાવાથી રાહત મળશે.
હિંગમાં વધારે પ્રમાણમાં એન્ટી ઇનફ્લેમોટરી તત્વ હોય છે. જેના કારણથી હિંગને સ્કિન કેર ઉત્પાદનોને મિક્સ કરવામાં આવે છે. તે ત્વચા પર થતી જ્વલન જેવી સમસ્યાઓ દૂર કરવાની ક્ષમતા રાખે છે. હિંગથી ત્વચા પર ઠંડક થાય છે અને સાથે જ ત્વચાની સમસ્યાઓ માટે બેક્ટેરિયા પણ દૂર કરે છે. હીંગનું પાણી એ ડાયાબિટીઝના દર્દીઓ માટેનો ઉપચાર છે. આ સિવાય જેમની કિડની નબળી છે તેમના માટે હીંગનું પાણી પણ એક સારો ઘરેલું ઉપાય છે. તે ધીમે ધીમે કિડની બગડતા ચેપને કાપી નાખે છે અને તેને પેશાબની નળીઓમાંથી બાકાત રાખે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.