શું તમને પણ ચડે છે હાથ પગમાં ખાલી? તો થઈ જાવ સાવધાન હોય છે શરીરમાં આ કમી, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લાંબા ગાળા સુધી એક જ પોજિશન માં બેસિ રહેવાથી અથવા તો સુવાથી આપણાં હાથ માં  ખાલી ચડી જતી હોય છે. આ સમયે આપણને એવી ફિલિંગ આવે છે કે જાણે આપણાં હાથ કે પગ ખોટા પડી ગયા હોય. થોડા સમય સુધી હાથ કે પગ ને હલાવી તો સરખા થઈ જાય  છે.

એક જ પોજિશનમાં લાંબા સમય સુધી રહેવાથી અમુક નસો દબાઈ  જતી હોય છે. જેના કારણે હાથ કે પગમાં પૂરતી માત્રા માં ઑક્સીજન મળી શકતો નથી. ઓક્સિજનની ઉણપથી શરીર હાથ કે પગ માં ખાલી ચડી જાય છે. તે સમયે આપણે કોઈ મુમેંટ કરી શકતા નથી.

જો તમને બંને હાથ માં ખાલી ચડી જતી  હોય તો તમારા માં વિટામિન B12 ની કમી હોય છે. તમને જો વધુ થાક લાગતો હોય તો તમને એનીમિયા પણ હોય શકે છે. આ સિવાય શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ અને વધારે પડતી સ્મોકિંગ, દારૂની આદતને કારણે પણ ખાલી ચઢવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

તેનો ઉપાય કરવાં માટે ઘરમાં વપરાતા કપૂરને તલના તેલમાં સારી રીતે મિક્ષ કરી  અને પછી એ તેલથી માલીસ કરવથી  ઘણો ફાયદો થાય  છે અને એમાં વપરાતી બંને વસ્તુઓ પણ તમને સરળતાથી મળી રહે છે. આ ઉપાયમાં કપૂર મુખ્ય  હોય છે.  તલનું તેલ ન હોય તો સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકાય  છે.

દરરોજ જે બે ટાઈમ ભોજન અને બે ટાઈમ નાસ્તાનો જે નિયમ છે તે  નિયમમાં દીવસની માત્ર 15-30 મિનિટની કસરત કરવી જોઈએ. કસરત કરવાથી શરીરના ઘણા બધા રોગો દૂર થાય છે. અને ખાલી ચડવાની સમસ્યા તો ચોક્કસ ઓછી થઈ જાય છે.

કસરતમાં  રોજ અડધો  કલાક ચાલવાનું રાખો અથવા તો  તરતા આવડતું હોય તો અડધો કલાક સ્વિમિંગ કરવા જાઓ તેમ કરવાથી કાર્ડીયો એક્સરસાઇઝ પણ થશે અને શરીરમાં લોહીનું સર્ક્યુલેશન પણ નિયમિત રહે છે.

જો તમારી પાસે સરસવનું તેલ પણ ન હોય, તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે  થોડું તેલ ગરમ કરીને એની અંદર કપૂરને ઓગાળી નાખવાનું  છે. ગરમ તેલની અંદર કપૂર નાખીને  અને થોડી વાર હલાવીએ તો તે મિક્ષ થઇ જાય છે. અને કપૂર  ઓગળી જાય તો તમારે તેને એક બોટલમાં ભરી દેવાનું  છે. જે ભાગમાં આપણને વારંવાર ખાલી ચડતી હોય, ત્યાં આ કપૂર વાળા તેલની માલીસ કરી શકાય  છે. માલીસ કર્યા પછી તમને ખાલી ચઢશે નહિ.

જ્યારે ક્યારેય  હાથ કે પગ પર ખાલી ચડી જાય ત્યારે શરીરમાંના લોહીને  વહેતું વધારવા માટે  દૂધમાં હળદર અને મધ મેળવીને પીવું જોઈએ. આ ઉપરાંત તમે હુંફાળા પાણીમાં હળદર મેળવીને તેનું મસાજ પણ કરી શકાય છે.

તમને હાથ-પગ જ્યાં પણ ખાલી ચડી હોય તેના પર ગરમ પાણીનો શેક કરવાથી ઘણા અંશે રાહત મળે છે. આ શેક તમે થેલી દ્વારા પણ કરી શકાય છે અને ગરમ પાણીમાં પગ બોળીને પણ કરી શકાય છે  અને વારંવાર ગરમ પાણી અસરગ્રસ્ત ભાગ પર રેડવાથી પણ કરી શકાય છે.

તજ પાવડર માં થોડું મધ ઉમેરીને તેનું સેવન કરવથી  પણ હાથ-પગ માં ખાલી ચડવાની સમસ્યા માંથી આજીવન મુક્તિ મેળવી શકાય છે. આ સિવાય હૂંફાળા પાણી નો પ્રયોગ પણ લાભદાયી નીવડે છે. હૂંફાળા પાણીમાં તમારા હાથ અને પગ ને નિયમિત શેક આપવામાં આવે તો આ પગ માં ખાલી ચડી જવાની સમસ્યા ઊભી થતી  નથી.

હાથ-પગ માં ખાલી ચડી જવાની સમસ્યા થી પીડાતા હોવ તો દરરોજ  મેગ્નેશિયમયુક્ત આહાર ખાવો જોઈએ  જેથી આ સમસ્યા જડમુળ થી દૂર થઈ જાય. પાલક , કાજુ , મગફળી , ડાર્ક ચોકલેટ , કેળા , લીલોતરી શાકભાજી આ બધી વસ્તુઓ માંથી ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ પ્રાપ્ત થઈ રહે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top