માત્ર ૭ દિવસમા જ હરસ-મસા અને ભગંદર જેવા અસહ્ય રોગ માંથી મેળવો છુટકારો, આ 100% ઇફેક્ટિવ ઉપાયથી…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હરસ ને પાઈલ્સ પણ કહેવામાં આવે છે. હરસ ખુબ જુનું થાય તો ભગંદર થઇ જાય છે. જેને અંગ્રેજીમાં ફીસ્ટુલા કહે છે.આ એક પ્રકારનો નસ માં થતો રોગ છે,અને તે ગુદા અને મળાશય ની આજુ બાજુ ના ભાગમાં થાય છે.આ ખુબ સેન્સીટીવ રોગ છે કે જેથી તેની સારવાર વહેલી તકે લેવી જ જોઈએ, આ રોગ આજકાલના આડેધડ જીવનધોરણ ની ભેટ છે,

હરસને મૂળમાંથી દુર કરવા માટે આયુર્વેદમાં સચોટ અને ઉપયોગી ઉપાય જણાવેલ છે બસ ધીમે ધીમે તેને જીવનમાં અપનાવવો પડશે.ઘરગથ્થુ ઈલાજ થી પણ બે-પાંચ દિવસ માં જ રાહત મેળવી શકાય છે. આ એટલું બધું અસરકારક છે કે આનાથી સૌ ટકા પરિણામ મળે છે,હરસ કે પાઈલ્સ કે એક ખતરનાક બીમારી છે. સામાન્ય ભાષામાં તેને લોહી અને બાડી હરસ ના નામથી ઓળખવામાં આવે છે.

હરસ 2 પ્રકારની હોય છે.  લોહીવાળા હરસમાં કોઈ પ્રકારની તકલીફ થતી નથી માત્ર લોહી આવે છે. પહેલા પખાનામા લાગીને, પછી ટપકીને, પછી પિચકારી ની જેમ માત્ર લોહી આવવા લાગે છે. તેની અંદર મસ્સા હોય છે. જો કે અંદરની તરફ હોય છે પછી પાછળથી બહાર આવા લાગે છે. જુના થવાથી બહાર આવવાથી હાથથી દબાવવાથી જ અંદર જાય છે. છેલ્લા સ્ટેજમાં હાથથી પણ દબાવવા છતાં પણ અંદર નથી જતું.

બાદી હરસ રહેવાથી પેટ ખરાબ રહે છે. કબજિયાત થયા કરે છે. ગેસ બને છે. હરસ ના કારણે પેટ ખરાબ રહે છે. નહી કે પેટની ગડબડથી હરસ થાય છે. તેમાં બળતરા, દુઃખાવો, ખંજવાળ, શરીરમાં બેચેની, કામમાં મન ન લાગવું વગેરે. જાડા વધુ થવા ઉપર તેમાં લોહી પણ આવી શકે છે. તેમાં મસ્સા અંદર હોય છે. મસ્સા અંદર હોવાથી પખાનાની રસ્તો નાનો પડે છે અને ચામડી કપાઈ જાય છે અને ત્યાં ઘાવ થઇ જાય છે તેને ડોક્ટર પોતાની ભાષામાં ફિશર પણ કહે છે.

ભગંદર માં પખાના નો રસ્તાની બાજુમાં એક કાણું થઇ જાય છે જે પખાનાની નળીમાં જતું રહે છે. અને ફોડકા ની જેમ ફૂટે, વહેતા અને સુકાતા રહે છે. થોડા દિવસો પછી તે બાજુ થી પખાના પણ આવવા લાગે છે. હરસ, ભગંદર નો છેલ્લો સ્ટેજ હોય તો તે કેન્સર નું સ્વરૂપ લઇ લે છે. જેને રીક્ટમ કેન્સર કહે છે. જે જીવલેણ સાબિત થાય છે.

હરસના ઘરેલું આયુર્વેદિક ઉપચાર:

હરસ માટે ની સૌથી અસરકારક દવા છે ગરમ પાણી અને ત્રિફળાચૂર્ણ (આંબળા,હરડે,બેરડા સરખા ભાગે લઈ બનાવવું). સવારે નરણા ગરમ પાણી સાથે 1 મોટી ચમચી ત્રિફળા પીવાથી 2 દિવસ માં રાહત મળી દુખતા હરસ તો એક દિવસ માં મટે છે. કાયમ માટે છુટકારો મેળવવા માટે ગરમ પાણી અને ત્રિફળા ચૂર્ણ નું સેવન દરરોજ સવારે 15 દિવસ સુધી કરવું. મળમાર્ગ-ગુદામાં ચીરા પડયા હોય અને હરસ થયા હોય તેમણે થોડા દિવસ રાત્રે એક ચમચો દિવેલ દૂધમાં પીવું. સવારે પાકા કોઠા ના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી 15 દિવસ સુધી પીવાથી હરસ નાબૂદ થાય છે.

હરસ થયા હોય તો બને તેટલું લીંબુ અથવા સૂકું કોપરું ખાવું અને તાજા નારિયેરનું પાણી દરરોજ 1-1 ગ્લાસ દિવસમાં બે ત્રણ વાર પીવું. આથી વગર દવાએ હરસ મટી જાય છે. લીમડાના કુમળાં પાનના રસનું પાંચ દિવસ સેવન સર્વથી કષ્ટદાયક મસાની પીડામાંથી મુક્ત થવાય છે. તથા મસા પર દિવેલ લગાવવું.મસા પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે. હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલનું છાસ સાથે સેવન કરવું. વાયુની ઉત્પન્ન થયેલા હરસમાં માખણ સાથેનો મઠો અને કફથી ઉત્પન્ન થયેલા હરસમાં માખણ કાઢેલો મઠો આપવો. મઠાના સેવનથી હરસનો નાશ થાય છે.

હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે હિસ્સે લઇ થોડી સાકર મેળવી ખાવું. દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે. થોડા દિવસ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં તકલીફમાંથી મુક્ત થવાય છે. દરરોજ બે- ત્રણ કલાકે એક મોટો ચમચો કાચી વરિયાળી ખુબ ચાવીને ખાવાથી હરસની તકલીફ જડમૂળથી જતી રહે છે.  1તોલો કાળા તલનો કલ્ક કરી, 10-15 તોલા બકરીના દૂધમાં મેળવી 1/2 તોલો સાકર નાખી સવારમાં પીવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે.

ગાયનું માખણ અને તલ ખાવાથી હરસ મટે છે. રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દુઝતા હરસમાં ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.ધાણા અને સાકરનો ઉકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. શેકેલું જીરું, મરી અને સિંધવનું ચૂર્ણ મઠા કે છાસમાં લેવાથી હરસ, અતિસાર અને ગ્રહણી માં ફાયદો થઈ છે. સુરણના ટુકડા ઘીમાં તળી ખાવાથી હરસ મટે છે.

સૂરણનો કંદ સુકવી બનાવેલું ચૂર્ણ 320 ગ્રામ, ચિત્રક 60 ગ્રામ અને મરી 20 ગ્રામ એ સર્વનું ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ નાખી મોટા બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી સર્વ પ્રકારના હરસ માટે છે. સૂંઠનું ચૂર્ણ છાસમાં પીવાથી હરસમાં ફાયદો થાય છે. હળદરનો ગાંઠિયો શેકી, તેનું ચૂર્ણ કરી, કુંવારના ગર્ભમાં મેળવીને સાત દિવસ સુધી ખાવાથી હરસમાં ફાયદો થાય છે. આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં અથવા સાદા હુંફાળા પાણી કે મોળી છાસમાં લેવાથી દુઝતા હરસ મટે છે.

કોકમનું ચૂર્ણ કે ચટણી દહીંની ઉપરની તર (મલાઈ)માં મેળવી ખાવાથી દુઝતા હરસ મટે છે. છાસમાં ઇંદ્રજવનું ચૂર્ણ મેળવી પીવાથી દુઝતા હરસ મટે છે. મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી, ગાળીને પીવાથી દુઝતા હરસ મટે છે. હરસમાં લોહી પડતું હોય તો વડના સૂકાં પાનની રાખ માખણમાં કાલવી મળમાર્ગમાં લેપ કરવો. 60 ગ્રામ અજમો 60 ગ્રામ જુના ગોળમાં મેળવી, પીસી, તેમાંથી 5-5 ગ્રામ જેટલો સવાર-સાંજ લેવાથી વાયુના હરસ મટે છે. ડુંગરીનો રસ 10 ગ્રામ, સાકર 5 ગ્રામ અને ઘી 3 ગ્રામ મેળવીને પીવાથી અને રોજ પેટ સાફ કરવા રાત્રે ઇસપગુલ સત્ત્વ લેવાથી હરસની બીમારી શાંત થાય છે.

ડુંગળીના નાના નાના ટુકડા કરી, તડકામાં સુકવી, 10 ગ્રામ જેટલા ધીમાં તળી, 1 ગ્રામ કાળા તલ અને 20 ગ્રામ સાકરનું ચૂર્ણ મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે. ડુંગળીની બારીક કાતરી કરી,દહીંમાં મેળવી, તેમાં જરૂર પ્રમાણે મીઠું મેળવી રોજ સવારે ખાવાથી દુઝતા મસાનો રક્તસ્ત્રાવ બંધ થાય છે, શોચશુદ્ધિ થાય છે અને રક્તાર્શ મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top