હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન એક મોટી બીમારી બનીને આખા દેશમાં ફેલી રહી છે. જ્યાં લોકો મોર્ડન બનતા જઈ રહ્યા છે ત્યાં આ બીમારી ઝડપી વધી રહી છે. દર ત્રીજા ભારતીયને હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ છે. તેનાથી હદયની બીમારી,કિડનીની સમસ્યા,સ્ટ્રોક જેવી બીમારી નું જોખમ વધે છે.કોઈ વ્યક્તિ લો બ્લડ પ્રેશરની સમસ્યાથી, તો ઘણા લોકો હાઈ બ્લડ પ્રેશરનો ભોગ બને છે. આ જ કારણ છે કે હવે નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક અને સ્ટ્રોક થવાનું જોખમ રહેલું છે.હાઇ બ્લડ પ્રેશર જેને હાઇપરટેંશન પણ કહેવામાં આવે છે.હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવા રોજની ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત હોય છે.
સ્વસ્થ શરીર માટે વ્યક્તિના શરીરમાં લોહી યોગ્ય રીતે પરિભ્રમણ થવું ખૂબ જરૂરી છે. જેને બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. જ્યારે હાર્ટની ધમનીઓમાં પ્રેશર વધી જાય છે ત્યારે બ્લડને ઓર્ગન સુધી સપ્લાઇ કરવા માટે વધારે પ્રેશર લગાવવું પડે છે, તેને હાઈ બ્લડ પ્રેશર કહે છે.આ પ્રક્રિયાનું ધીમું કે ઝડપી થવું સમસ્યાનું કારણ બની શકે છે. જોકે નોર્મલ બ્લડ પ્રેશર 120/80 માનવામાં આવે છે. તેનું થોડૂક વધવું કે ઓછું થવા પર કોઇ ફરક પડતો નથી.
હાઈ બ્લડપ્રેશર ના લક્ષણો:
હાઇ બ્લડ પ્રેશના લક્ષણોમાં માથાનો દુખાવો, ચક્કર આવવાં, અને હદયની ધડકનો વધી જવી વગેરે થાય છે. હાઈ બીપીના રોગીએ પોતાના ખોરાકમાં ખૂબ ઓછું કે પછી નામ માત્રનું મીંઠુ નાંખવું જોઇએ.જો માણસ ચાહે તો હાઈ બીપીને આરામથી કંટ્રોલ માં કરી શકો શકે છે.
હાઈ બ્લડપ્રેશર રોકવા માટે ના ઉપાયો :
હાઈ બીપીથી બચવા માટે વધારે પાણી પીવું જોઈએ તે શરીરમાંથી વધારે મીંઠાને બહાર કાઢે છે. હાઈ બ્લડપ્રેશર ને રોકવા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જેમકે મીઠાનું સેવન ઓછુંકરવું,વધારે તણાવ ન લેવો, નિયમિત એક્સર્સાઇઝ કરવી, કેફીનનું સેવન ન કરવું, આલ્કોહોલ, સિગારેટનું સેવન ન કરવું. દિવસમાં ઓછામાં ઓછા 2-3 લીટર પાણી જરૂરથી પીવું.વરિયાળી, જીરૂ, ખાંડ ત્રણેય બરાબર પ્રમાણમાં લઇને પાઉડર બનાવી લો. ત્યાર પછી તેને એક ચમચી મિશ્રણ સવારે – સાંજ પીવું. જેનાથી વધતું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે.
પોટેશિયમ એ એવો ખનિજ પદાર્થ છે. જે હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. પોટેશિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેવા કે વટાણા, પાલક,કોબીજ, લીલા પાંદડાવાળા શાક, કેળા, પપૈયું અને ખજૂર સહિતનું સેવન કરવું જોઇએ. જે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. બીટમાં હાઇ બ્લડ પ્રેશરને નોર્મલ કરવા માટે સૌથી બેસ્ટ ખોરાક છે. તેમા વિટામિન સી, ફાઇબર તથા પોટેશિયમ પોષક તત્વ રહેલા છે. જે લોહીની વાહિકાઓને ખોલવામાં અને બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. ફક્ત બીટ ખાવાથી નહીં, પરંતુ તેના જ્યૂસના સેવનથી પણ હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે.
દિવસમાં ત્રણ વખત એક મુઠ્ઠી ભરીને કિશમિશ ખાવાથી વધતા હાઇ બ્લડ પ્રેશરમાં રાહત મળી શકે છે. લસણ બ્લડ પ્રેશને ઠીક કરવામાં ખૂબ મદદરૂપ ઘરગથ્થું ઉપાય છે. દહીંમાં પ્રોટીન, કેલ્શ્યિમ, રાઇબોફ્લેવિન, વિટામિન બી6 અને વિટામિન બી12 વધારે પ્રમાણમાં હોય છે. જે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાને ઓછી કરે છે. રોજ તેને ખાવાથી માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે.એક કીવી માં 2 ટકા કેલ્શ્યિમ, 7 ટકા મેગ્નેશ્યિમ અને 9 ટકા પોટેશ્યિમ હોય છે. જેનાથી હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. તુલસીના પાનનું સેવન કરવાથી પણ બ્લડ પ્રેશર સામાન્ય થવા લાગે છે. તુલસીના પાનને પીસીને તેમા મધ મિક્સ કરીને ખાલી પેટે સેવન કરવું.
લીલા પાંદડા વાળા શાકભાજીમાં કેલરી અને હાઇ ફાઇબર હોય છે. પાલકમાં રહેલા યૌગિક બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે.
ટામેટા તમને જરૂરી વિટામીન આપશે અને સાથે જ લોહીની ધમનીઓમાં ફેટી એસિડને જામવાથી પણ રોકશે.બીટ અને મૂળો શરીરમાં નાઈટ્રેટ્સની માત્રા વધારે છે જે કે હાઈ બીપીને ઓછું કરે છે. તમે તમારા સલાડમાં તેને જરૂર શામેલ કરો. બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે તરબૂચ ખૂબ ફાયદાકારક હોય છે. જેને ગરમીમાં હાઇ બ્લડ પ્રેશને કંટ્રોલ કરવા માટે તેનું સેવન કરવું ખૂબ જરૂરી છે.